કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૨


કાર્તિકભાઈએ ચિત્રકળાના અનેક માધ્યમોનો ઉપયોગ કર્યો છે. કાગળ ઉપર પેન્સીલ, ચારકોલ અને શાહીના ચિત્રો એમણે દોર્યા છે. કાગળ ઉપર વોટર કલર અને એક્રીલિક કલરના ચિત્રો પણ તૈયાર કર્યા છે. કેનવાસ ઉપર એક્રીલિક અને કેનવાસ ઉપર ઓઈલ પેઈન્ટથી એમણે અનેક ચિત્રો તૈયાર કર્યા છે.

અહીં મેં એમનું કાગળ ઉપર શાહીથી તૈયાર કરેલું એક ચિત્રકાગળ ઉપર વોટર કલરથી તૈયાર કરેલું એક ચિત્ર અને કાગળ ઉપર એક્રિલિક રંગોથી તૈયાર કરેલાં બે ચિત્ર રજૂ કર્યા છે.

કાગળ ઉપર શાહીથી દોરેલા ઈંચ X ૧૧. ઈંચના ચિત્રમાં કંઈક યાદ કરતી સ્ત્રીની આંખોનો ભાવ, એની દામણી અને નાકની નથ સમયના શણગારને દર્શાવે છે, તો એની સાડી સમયના વસ્ત્રોની ડીઝાઈનનો ખ્યાલ આપે છે. શાહીથી ચિત્ર દોરવાનું ખૂબ અઘરૂં છે, કારણ કે એમાં ભૂલ સુધારી શકવાનો અવકાશ ખૂબ ઓછો છે. કાર્તિકભાઈના ચિત્રોમાં ઝીણવટ ભરેલી અનેક બાબતો જોવા મળે છે, ખરેખર ધીરજ માંગી લે છે. અહીં સાડીનું પ્રત્યેક નાનું ચોરસ કેટલી મહેનત પડી હશે એનો ખ્યાલ આપે છે.

કાગળ ઉપર વોટર કલરથી દોરેલું ૧૮” X ૨૪નું ચિત્ર સાન ફ્રાન્સીસ્કોનું ફીશરમેન્સ વાર્ફનું ચિત્ર છે. ચિત્રમાં Boats અને અન્ય દૃષ્યની બારીકાઈ જોતાંવેત ચિત્રકારની ધીરજ અને મહેનતનો પરિચય થાય છે. પીંછીંથી આટલું ઝીણું ઝીણું કામ થઈ શકે માની શકાય એવી વાત છે.

કાગળ ઉપર એક્રીલિક રંગોનું ૨૦” X ૨૦ના ચિત્રના રંગો કેટલા મોહક છે. વૃક્ષની પાછળથી ડોકિયાં કરતા ચંદ્રની ચાંદનીમાં ગીતોના સૂરો છેડતી યુવતીઓના વસ્ત્રોની બારીકાઈ, ઘરેણાંની નજાકત, એમના મુખભાવ અને પગ પાસે રહેલા પ્રતિકો દ્વારા કલાકાર કંઈક કહેવા માગે છે.

૨૦ “ X ૨૦નું એક્રીલીક રંગોવાળું ચિત્ર સંગીતમય મન રજૂ કરે છે. કોમળતાથી ધારણ કરેલું વાજીંત્ર, સંગીતના વિચારોમાં ખોવાયેલી મુખમુદ્રાઓ અને કુદરતના સંગીતના પ્રતિક એવા પક્ષીઓ સંપૂર્ણ સંદેશ આપી જાય છે. પ્રસંગ અનુસાર રંગોની પસંદગી, વસ્ત્રોની ભાત વૃક્ષોની તાજગી, દરેક વાતમાં કલાકારની ચીવટ અને મહેનતના દર્શન થાય છે.

5 thoughts on “કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૨

  1. દાવડાજી, તમારી ટિપ્પણી વિના આ કલાકાર અને એમના ઝીણવટભરી કલાને સમજવી મુશ્કેલ થઈ પડત! તમારી ટિપ્પણી એક નવો રંગ ઉમેરી એને વધારે નયનગમ્ય બનાવે છે. તમને અને કાર્તિકભાઈને ખોબલે ખોબલે અભિનંદન. આ સીરીઝ વિના બગલમાં બેઠેલા આ કલાકાર અને એમની કલાને જાણી શક્યા નોત!

    Liked by 2 people

  2. સુંદર ચિત્રો – મા દાવડાજીનૂં સુંદર રસદર્શન સાથે આવા ચિત્રો પાછળ પૅરાનૉર્મલ ચૈતસિક પ્રભાવ પણ જણાય છે ! યાદ આવે કાર્તિકભાઇ ’ રેવરન્ડ બર્થા એક્રોડને મળવા અમારા મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર સીટીમાં ગયા ત્યારે ડૉ. એડવર્ડ મેકબેથ ત્યાં હવામાં અદ્રશ્ય રીતે પ્રકટ થયા હતા અને કહ્યું હતું – ‘ આ ભારતીય છોકરો કાર્તિક ‘મિડિયમ’ થવાની યોગ્યતા સાથે જન્મ્યો છે અને અમે એને સ્વર્ગથી મદદ કરતા રહીશું.’

    Like

પ્રતિભાવ