કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૩


કાર્તિકભાઈએ તહેવારોના, ઉત્સવોના અને પ્રસંગોના અનેક ચિત્રો દોર્યા છે. અહીં મેં અલગ અલગ વિષયને આવરી લેતા એમના પાંચ ચિત્રો રજૂ કર્યા છે.

આ ચિત્રમાં કલાકારે દિવાળી ઉત્સવના પ્રતિકો રજૂ કર્યા છે. દિવા, રંગોળી, વસ્ત્રો, આભૂષણો, સંગીતના સૂર અને કુટુંબનું મિલન દર્શાવ્યાં છે. એક્રીલીક રંગોમાં વસ્ત્રોની ભાત અને એમાંની ઝીણી ઝીણી ભાત ખૂબ મહેનત માંગી લે છે.

વર્ષો પહેલા દેશભરમાં અફવા ફેલાયેલી કે ગણપતિની મૂર્તિઓ દૂધ પીયે છે. એ પ્રસંગને ૩૦” X ૩૦” ના એક્રીલીક રંગોવાળા ચિત્રમાં બખૂબી દર્શાવ્યું છે. પોતાના સુંદર વાહન ઊંદર ઉપર બેઠેલા ગણેશને ભક્ત સ્ત્રીઓ દૂધ પીતા નિહાળી રહી છે. ચિત્રમાં વાપરવામાં આવેલા રંગો ખાસ ધ્યાન ખેંચે છે.

પૂર્ણિમાની રાતે કૃષ્ણને ઝૂલે ઝૂલાવતા ગોપ-ગોપીઓનું આ ચિત્ર વૃંદાવનનું આબેહૂબ ચિત્ર ઉપસાવે છે. ગોપ-ગોપીઓના મુખભાવમાં ભક્તિ અને ઉલ્લાસ દેખાઈ આવે છે.

સંગીતના સૂરોમાં તલ્લીન આ કુટુંબનું ચિત્ર ૩૦” X ૩૦” નું એક્રીલીક રંગોમાં તૈયાર કરવામાં આવ્યું છે. કાર્તિકભાઈના કેટલાક પ્રાસંગિક ચિત્રોમાંનું આ એક ચિત્ર છે.

 ચિત્રની અંદરનું પાટિયું જ આ ચિત્રનો વિષય જાહેર કરે છે. ૩૦” X ૩૦”ના એક્રીલીક રંગોવાળા આ ચિત્રમાં સ્ત્રીઓ પાંજરે પુરેલા કોઈ પંખીની ગીત ગાય છે, જ્યારે પાછળ પાંજરે પુરેલો પંખી અસહાયતાથી એ જોઈ રહ્યું છે.

6 thoughts on “કાર્તિક ત્રિવેદીની ચિત્રકળા-૩

  1. So creative, colorful and thoughtful. just a sidenote that how creative Indian art is: was looking for some design today, googled ‘Indian corner colorful design’ and amazing designs. just changed the countries from India to UK, USA, Canada etc and had seen amazing variation. which tells lot about our art, creativity, thoughts and culture. Thanks for this post. 🙂

    Like

  2. ચિત્રકામ અને રસદર્શન સુંદર પણ મને એમ લાગે છે કે આમા ગુઢરહસ્ય દર્શન છે જે જાણકારોને
    ખ્યાલ આવે તો જરુર જણાવશોજી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s