રવિપૂર્તિ-હોમિયોપથી-૧


રવિપૂર્તિ

(શનિવારે અને રવિવારે આંગણાંમાં કોઈ નવી પોસ્ટ મૂકવામાં નથી આવતી. જાન્યુઆરી મહિનાથી શનિવારે એક નવો વિભાગ શરૂ કરવામાં આવશે, એમાં કોઈ પીઢ સાહિત્યકારની કૃતિઓને પ્રકાશિત કરવામાં આવશે. રવિવાર માટે મને વિચાર આવ્યો કે કલા અને સાહિત્ય સિવાયના લખાણ અને જેને અંગ્રેજીમાં Out of the Box કહેવાય એવી વાતો મૂકીને કલા અને સાહિત્યના રસિયાને થોડો આરામ આપું તો કેમ?

આજથી પાંચ અઠવાડિયા માટે, દર રવિવારે મારા હોમિયોપથી વિશેના અનુભવો લખવાનો છું. મારૂં આ અજાણ્યા માર્ગ ઉપરનું ભ્રમણ કોઈએ પણ ગંભીરતાથી લઈ અને એની નકલ ન કરવાની હું અગાઉથી ચેતવણી આપું છું.)

હોમિયોપથી

હોમિયોપથી એક ચિકીત્સા પધ્ધતિ છે, જે શરીરની પ્રતિકાર શક્તિની મદદથી કેટલીક બિમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પધ્ધતિ એવી ધારણા ઉપર આધારિત છે કે જ્યાં સુધી શરીરનું સમગ્ર તંત્ર એની અપેક્ષા મુજબ કાર્ય કરે છે ત્યાં સુધી બિમારીના કોઈ લક્ષણો દેખાતા નથી. જ્યારે તંત્રના નિયંત્રિત કાર્યોમાં વિક્ષેપ આવે છે, ત્યારે વિક્ષેપ બિમારીના રુપમાં પ્રદર્શિત થાય છે.

મનુષ્યના શરીરમાં, શરીરને નુકશાન કરનારા બહારના વાતાવરણ કે પદાર્થો સામે પ્રતિકાર કરવાની શક્તિ રહેલી છે. જ્યારે પ્રતિકાર શક્તિ નબળી પડે છે, અને બહારી હુમલો વધારે શક્તિશાળી હોય છે, ત્યારે બિમારી આવે છે. આવા સંજોગોમાં હોમિયોપથી દવાઓ બિમાર માણસની પ્રતિકાર શક્તિને વધારવાનું કામ કરે છે, કે જેથી બિમારીનો મુકાબલો થઈ શકે.

હોમિયોપથી ચિકીત્સાનો મૂળભૂત સિધ્ધાંત એવો છે કે જે બહારી પદાર્થ તમારા શરીરના નિયમિત તંત્રને ખોરવી નાખે, પદાર્થને સુક્ષ્મ માત્રામાં દવા તરીકે લેવામાં આવે તો શરીરની પ્રતિકાર શક્તિ ખોરવાયલા તંત્રને ફરી નિયમિત કરી દે છે. કેમ થાય છે, એની ઉપર વર્ષોથી વિવાદ ચાલ્યા કરે છે. એક માન્યતા એવી છે કે Antigen Antibody Reaction થી થાય છે. સુક્ષ્મ માત્રામાં પદાર્થ એન્ટીજનનું કામ કરે છે, એનો પ્રતિકાર કરવા લોહીની અંદર સુક્ષ્મ કણૉ (Globulin) એન્ટીબોડી તરીકે કામ શરૂ કરી દે છે, અને નવા એન્ટીજન સાથે સાથે રોગ ઉત્પન્ન કરવા માટેના જવાબદાર એન્ટીજનનો પણ નાશ કરે છે.

મને વિજ્ઞાનમાં રસ પડી ગયો. પાંચ વરસ સુધી મેં વિષય ઉપરના અનેક પુસ્તકો વાંચ્યા, અનેક હોમિયોપેથી ડોક્ટરો સાથે ચર્ચા કરી, કેટલાક સેમીનારમાં હાજરી આપી. દરમ્યાનમાં મેં પાકું નક્કી કરેલું કે હું ડોકટર નથી માટે હું કોઈને કઈ દવા લેવી એની સલાહ નહીં આપું, પણ એને કોઈ સારા હોમિયોપાથ પાસે મોકલી, એને કઈ દવા આપવામાં આવી, જેનાથી એને સારૂં થઈ ગયું, એના ઉપર નજર રાખીશ. આમ છતાં, અમુક ગાઢ મિત્રોના દબાણને વશ થઈ, મેં થોડા દર્દીઓને દવા સજેશ કરેલી, અને એના સારા પરિણામો આવેલા. આવા એક બે પ્રસંગોની ચર્ચા હવે પછીના લેખમાં કરીશ.

3 thoughts on “રવિપૂર્તિ-હોમિયોપથી-૧

 1. તમારા આંગણામાં આવી જે રસાસ્વાદ મગજે મેળવ્યો એ પછી તન(શરીર) માટે આ વિભાગ કામ લાગશે. પરિણામે તન અને મન વચ્ચે કકળાટની કોઈ શક્યતા ઊભી નહિ થાય! આભાર.

  Liked by 1 person

 2. અમે વાંચ્યું તે પ્રમાણે-‘હોમિયોપથી એક હોલિસ્ટિક અપ્રોચ ધરાવે છે જેમાં મન અને શરીર બન્ને જુદાં હોતાં નથી. માનસિક પ્રૉબ્લેમને શરીર સાથે અને શારીરિક પ્રૉબ્લેમને મન સાથે સંબંધ હોય જ છે. કોઈ પણ સિચુએશનમાં દરેક વ્યક્તિ જુદી-જુદી રીતે રીઍક્ટ કરે છે. ધારો કે ભૂકંપ આવે તો કોઈ પણ વ્યક્તિ ખૂબ ડરી જાય છે તો કોઈ આ પરિસ્થિતિમાં હતાશ થઈ જાય છે. હોમિયોપથી વ્યક્તિના દરેક સ્પેસિફિક રીઍક્શનને સમજે છે અને દરેક રીઍક્શન માટે તેની પાસે રેમેડી છે. હોમિયોપથી પાસે આજે ૪૦૦૦થી વધુ રેમેડી એટલે કે દવાઓ છે, કારણ કે દરેક વ્યક્તિ જુદી છે અને દરેક વ્યક્તિ પર થતી અસરો પણ. વળી એ બીમારીને જડમૂળથી હટાવે છે જે મેન્ટલ પ્રૉબ્લેમ્સમાં ખૂબ જરૂરી હોય છે.’
  આપના અભ્યાસ અને અનુભવોથી આ અંગે ઘણું નવુ જાણવા મળશે

  Like

 3. yes davada saheb,
  i was also interested and read many books of Biochemy -some famous gujarati book – then Homeopathy also –but was much deep so left–then Mata narayani of Africa (disciple of swami shivananda) and now they have website also for their medicine -and in vadodara big center. and last studied Bach flower remedies.
  However un-like you– i have not given medicine to any one.
  so awaiting your experiment with Homeopathy-soon next week.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s