ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧


લેખમાળા માટે મેં મને મારા મિત્ર શ્રી કનક રાવળ પાસેથી મળેલા સાહિત્ય, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીએ પ્રગટ કરેલું સાહિત્ય અને ઇન્ટરનેટ ઉપરના અનેક શ્રોતોનું સંકલન કર્યું છે. “દાવડાનું આંગણુંમાં જે ગુજરાતની ધરોહર મૂકાય છે બિન વ્યવસાયીક હેતુઓ માટે છે વાત સર્વ વિદિત છે. અહીં મૂકેલી તસ્વીરોનો કોઈએ પણ અંગત લાભ માટે ઉપયોગ કરવાની વિનંતી છે.

તસ્વીરમાં શ્રી જગન મહેતાએ ડો. કનક રાવલને ભેટમાં આપેલા પુસ્તકના પાના ઉપર સંદેશ લખ્યો છે. આસરે ૧૮ વર્ષ પહેલા લખેલો સંદેશ કનકભાઈએ મને લેખમાળાની શરૂઆત કરવા, ટપાલ દ્વારા મોકલ્યો છે.

આઝાદીની ચળવળમાં સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જક અને ગાંધીજીની ઐતિહાસિક ક્ષણોના તસ્વીરકાર શ્રી જગન મહેતાનો જન્મ તા.૧૧/૫/૧૯૦૯ના રોજ વિરમગામમાં થયો હતો. પિતાનું નામ વાસુદેવભાઈ હતું. એક ભેખધારી તસ્વીર કલાકાર તરીકે જીવનના છ દાયકા સુધી ફોટોગ્રાફી કરી, શિલ્પ, પોર્ટ્રેઈટ તથા લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં નામના મેળવી હતી. તેમેણે એક ગુજરાતી ફોટોગ્રાફર તરીકે ગુજરાતને ગૌરવ અપાવ્યું  છે. ૫૦ વર્ષ સુધી ભારતના ઈતિહાસને એમણે ફોટોગ્રાફીના માધ્યમથી  દસ્તાવેજોનું સ્થાન આપ્યું છે.

જગન મહેતા કલાગુરૂ રવિશંકર રાવળના માર્ગદર્શન હેઠળ ઈ.સ.૧૯૨૯ થી ૧૯૩૪ દરમિયાન કલાશિક્ષણ મેળવવા ભાગ્યશાળી બનેલા. એ અરસામાં જ એમને વિયેનાની ફોટોગ્રાફીની ટેકનીક શીખવતી સંસ્થાની સ્કોરશીપ મળી એટલે તેઓ ઓસ્ટ્રીયાના વિયેના શહેરમાં ગયા. અહીં એમનો પરિચય નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે થયો.

વિયેનાથી પાછા ફર્યાબાદ શરૂઆતમાં સ્ટુડિયોનો ધંધો કર્યો, પરંતુ તેમાં દિલ ન લાગતાં. ઈ.સ.૧૯૫૭ થી મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં ફોટોગ્રાફર તરીકે સેવાઓ આપી. તેમને પુરાતત્વીય મહત્વના સ્થળોનો પ્રવાસ કરી શિલ્પ સ્થાપત્યની ફોટોગ્રાફી કરી. ઈ.સ. ૧૯૬૮માં નિવૃત થઇ. અમદાવાદમાં સ્થિર થયેલા જગન મહેતા એ ઈ.સ. ૧૯૬૮-૬૯માં નહેરૂ અને ગાંધીજીના ફોટોગ્રાફ તૈયાર કરી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડીઝાઈન સાથે કામ કર્યું હતું. ત્યારબાદ ઈ.સ.૧૯૭૫ સુધી શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસ અમદાવાદમાં ફોટોગ્રાફી શિક્ષણમાં કામગીરી કરી. ઈ.સ.૧૯૮૪માં ગુજરાત રાજ્ય લલિત અકાદમી તથા ‘મંગલમ’ સંસ્થાએ તેમના કળા કસબના યોગદાન માટે બહુમાન કર્યું હતું. ઈ.સ.૧૯૯૫માં ‘ વિશ્વ ગુર્જરી’ એવોર્ડનું બહુમાન મેળવનાર તેઓ પ્રથમ તસ્વીરકાર હતા. ઈ.સ. ૧૯૯૦માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈ.સ.અ ૧૯૯૬માં સંસ્કાર ભારતીએ પણ તેમનું બહુમાન કર્યું હતું.

તસ્વીરમાં બે સમવયસ્ક યુવતી કુવા નજીક બેસીને ગોઠડી કરે છે. ચહેરા ઉપરની મુશ્કાન જોઈને કોઈ દુખના રોદાણાં નથી રડતી સ્પષ્ટ થાય છે. પાછળ ઊભેલી નાની છોકરી પોતાના વિચારોમાં મશગૂલ છે. ત્રણેમાંથી કોઈને પણ એમની તસ્વીર લેવાય છે એનો અહેસાસ નથી.

શ્રમજીવીઓની અજોડ તસ્વીરમાં કેટકેટલી વસ્તુઓ ધ્યાન ખેંચે છે. આકાશમાં બે વિરોધાભાસી રંગો, જોખમ ભર્યું સ્થાન, જો જરાપણ સમતોલન જાય તો કેટલા નીચે જઈને પડે, માથે રહેલા સુંડલાની સાઈઝ અને વજન, અને તેમ છતાં પણ કંઈક કહી રહેલી શ્રમજીવી અને નીચા નમીને બીજો સુંડલો ભરવાની ઐયારી કરતો યુવક. એકાંત છે, પણ પ્રેમ ગોઠડી જેવું નથી લાગતું. છે તો માત્ર ઈમાનદારી પૂર્વકનો શ્રમ.

તસ્વીરમાં માત્ર એક વાત ઉડીને આંખે વળગે છે અને તે છે માસુમિયત. ઊંડા વિચારમાં કે કોઈ તંદ્રામાં ગરકાવ ગ્રામ્ય કન્યાને ક્યાં ખબર છે કે કોઈ જગન મહેતા એની તસ્વીર લઈ રહ્યા છે?

3 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧

  1. સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જક અને ગાંધીજીની અલભ્ય તસ્વીરકાર શ્રી જગન મહેતા ફોટોગ્રાફી કરી શિલ્પ અને પ્રોટેઇટ ફોટોગ્રાફી તથા લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં સમગ્ર ભારતને એક ગુજરાતી તરીકે ફોટોગ્રાફીએ ગૌરવ અપાવ્યું છે
    .તેમની સુંદર તસ્વિરો અને મા દાવડાજીના રસદર્શને મઝા આવી ગઇ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s