સપના વિજાપુરાની હિન્દી-ઉર્દુ ગઝલો


(આંગણાંના વાંચકો સપના વિજાપુરા નામથી પરિચિત છે. અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યના Bay Area માં રહેતા સપનાબહેન ગુજરાતી ઉપરાંત હિન્દી અને ઉર્દુમાં પણ ખૂબ જ સરસ ગઝલો લખે છે. આજે આંગણાંના મહેમાનો માટે એમની લખેલી બે હિન્દી-ઉર્દુ ગઝલ રજૂ કરૂં છું. થોડા ઉર્દુ શબ્દોના અર્થ પણ ગઝલની નીચે આપ્યા છે. મારી વિનંતીને માન આપી, સપનાબહેને ગઝલોનો રસાસ્વાદ પણ કરાવ્યો છે. અહીં જે તસ્વીર આપી છે, એ તસ્વીર જોઈને એમને નીચેની બીજી ગઝલ લખવાની પ્રેરણા મળી છે.)

फूरसतमे रोनेके बहाने ढुंढते है
फिरसे वहीं गुज़रे जमाने ढुंढते है…

जानेवाले कभी नही आते, जानते है
फिर भी वोह चहेरे सुहाने ढूढते है

मिस्ले करबला जहांमे मिलती नहीं
ईख्तेलाफ करनेवाले बहाने ढूंढते है

जब सुनते है लयला -मज़नुके किस्से
जाने क्युं हम हमारे फसाने ढूढते है

महेरुम हो जायेंगे आजकी खुशीयोंसे
बार बार जो ज़खम पुराने ढुंढते है

ख्वाबोमे जीना सीख लिया हमने
सपनाको इस शहेरके दिवाने ढूंढते है

सपना विजापुरा

(मिस्ले करबला = કરબલાનું ઉદાહરણ, ईख्तेलाफ = વિરોધ, फसाने = વાર્તા, महेरुम = વંચિત)
સરળ શૈલીમાં લખાયેલી આ ગઝલના દરેક શેર જુદા જુદા સંદેશા આપે છે એટલેકે આ નઝમ નથી. પ્રથમ શેરમાં કવયિત્રી પોતાના રડવાનું કારણ દર્શાવે છે કે મને સમય મળે તો હું રડવાનું બહાનું શોધી લઉં છું. એકાંતમાં બેસીને ભૂતકાળને શોધું છું. ઘણીવાર આંખોમાં આંસું હોય તે કોઈ બીજાં કારણથી હોય પણ રડવાનું કારણ બીજું હોય છે. કહેવત છે ને કે દુખે પેટ અને કૂટે માથું!! જવાવાળા કદી પાછાં આવતા નથી..પણ એ આપણા સ્મરણથી દૂર પણ જતા નથી. કોઈ ને કોઈ વ્યકતિમાં એ વ્યકતિનો ચહેરો શોધવા પ્રયત્ન કરીએ છીએ અને ક્યારેક તો છબીને નિહાળ્યા કરીએ છીએ. માણસનું મન આવું હોય છે, જે વાતની ખાતરી છે કે વ્યકતિ કદી પાછી ફરવાની નથી પણ મનને કોણ સમજાવે? ત્રીજા શેરમાં કરબલાનો કિસ્સો જે ૧૪૦૦ વરસ પહેલા બની ગયો..તેનું ઉદાહરણ આખાં જગતમાં નથી મળતું કારણકે સંત ઈમામ હુસૈન અસત્યની સામે લડત કરી ૭૨ ઘરનાં સભ્યો સાથે શહીદ થઈ ગયાં. અને યજીદ જેણે એમની શહાદત કરી હતી એનાં નામો નિશાન મટી ગયાં પણ ઈતીહાસના પાના પર સંત ઈમામ હુસૈનનું નામ સોનેરી અક્ષરે લખાઈ ગયું પણ હજું વિરોધ કરવાવાળા બહાના શોધે છે. ભૂતકાળમાં જીવવું એ મુર્ખતાની નિશાની છે. “આગે ભી જાને ના તું પીછે ભી જાને ના તું જો ભી હૈ બસ યહી એક પલ હૈ” એટલે ભૂતકાળના જખ્મોને ખોતરવાથી તમે આજ ની ખુશીથી વંચિત થઈ જાઓ છો. “તો હર પલ યહાં જી ભર જીઓ, જો હૈ સમા કલ હો ના હો”કવયિત્રી પ્રેમના કિસ્સા સાંભળે છે તો એમા પોતાના પ્રેમને શોધવાના અસફળ પ્રયત્ન કરે છે.મક્તાના શેરમા સપનામાં જીવવાનું શીખી લીધું છે..અને સપનાંમા તો શહેરના દિવાના જ મળે ને!!

आज यादोका बकसा खोला तो
एक पुरानी तस्विर निकल आई

पुराने मौसमकी तरह उस तस्विरसे
एक मासुम सी कली निकल आई

जिसकी आंखोमे कई सपने थे
उन सपनोमेसे खुश्बु निकल आई

दूर आसमानमे जाने क्या ढुंढती है
सोचके आंखोसे बारिश निकल आई

नही है पता उसे मुस्तक्बिलका कुछ भी
बस मुस्कुराते तस्विर खिचाने निकल आई

काश जिंदगी वहीं ठहर जाती उसकी
ठहर जाती हंसी होठोंपे जो निकल आई

यह रंग लेके,ब्लेक एन्ड व्हाईट कर दे कोई
सपनाके दिलसे एक आरजु निकल आई!!

सपना विजापुरा

(मुस्तक्बिल= ભવિષ્ય, आरजु = ઈચ્છા,)

“એક પુરાના મોસમ લૌટા યાદ ભરી પુરવાઈ ભી” કવિ શ્રી ગુલઝારની આ ગઝલ ઘણી લાગણીઓને વાચા આપી જાય છે. જ્યારે સ્મરણોનો પટારો ખૂલે ત્યારે એમાંથી ઘણાં મીઠાં અને મધુરા સપનાં નીકળી આવે છે. એક છબી મારાં યાદોના પટારામાંથી નીકળી આવી. અને કવિતા બની ગઈ. બાળપણની નિર્દોષતા એ છબીમાંથી પ્રગટતી હતી. એ માસુમ કળીને કશી ખબર નથી કે જિંદગી એને કેવાં કેવા મોડ પર લઈ જવાની છે.એની આંખોમાં કેટલાં સપનાં છે અને હર સપનાં મહેંકતા છે. હર સપનાંમાથી ખુશ્બુ પ્રસરી રહી છે.આ સપનાં આવતી કાલે આંખોમાં કાચની કરચની જેમ ખૂંચવાના હતાં. આસમાનમાં પોતાનાં સુંદર ભવિષ્યનાં સપનાં શોધતી હશે.. એટલે આવી સ્વ્પનીલ આંખો દેખાય છે..આસમાનમાં ખોવાયેલી.પણ આજ એ આંખો જોઈને આંખોમાં ચોમાસુ બેસી ગયું.એને કાઈ ખબર નથી ભવિષ્યની એ તો હસતાં હસતાં છબી ખેંચાવા બેસી ગઈ!!અને હવે જ્યારે જિંદગી જોઈ લીધી, જિંદગીની કડવાશ જોઈ લીધી, સપનાંએ હકીકત જોઈ લીધી..એ મધૂર સ્મિત જે હોંઠો પર સદા રહેતું હતું એ એવું અદ્રશ્ય થયું કે ફરી હોંઠ પર સ્મિતના પતંગિયા બેઠા નહીં.કાશ જિંદગી ત્યાં જ રોકાઈ જતી. અને એ સ્મિત તે હોંઠો પર રોકાઈ જતું!! પણ એવું બન્યું નહીં! જિંદગી હજારો રંગથી ભરાઈ ગઈ પણ કાશ આ બધાં રંગ કોઈ લઈ લે અને જિદંગીને બ્લેક એન્ડ વાઈટ કરી દે..ફરી એ બાળપણ એ સપનાં એ સ્મિત લોટાવી દે એવી ઈચ્છા દિલમાંથી નિકળી ગઈ!! આવી કોઈ તસ્વિર તમારા દિલને હચમચાવી જાય તો સમજવું કે હજું તમે જીવીત છો!!

11 thoughts on “સપના વિજાપુરાની હિન્દી-ઉર્દુ ગઝલો

  1. શેર એક અને ચિત્રો બે! નજર આકાશ તરફ વરસાદ માટે હોય ને વરસાદ આંસુ બની આંખે છલકાય! દરેલ શેરમાં આવા બે ચિત્રો જોવાની મજા પડી ગઈ! ‘સપના’ નામ સાથે ‘સ્વપ્નાઓ’ નો સુમેળ ગમ્યો! શું તેઓ વિજાપુરના છે?

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s