ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૨

૧૯૩૬૩૭ ની આસપાસની વાત છે. એક દિવસ જગન મહેતા જૂહુના દરિયા કિનારે લટાર મારતા હતા અને એમની નજર એક વૃધ્ધ દંપતી ઉપર પડી. જગન મહેતાના મનમાં એકાએક ‘ફ્લૅશ’ થયો આ તો કવિ નાનાલાલ અને માણેકબા! એમનાં પત્ની! અહીં જૂહુના દરિયાકિનારે ક્યાંથી? એમની આ જીવનસંધ્યા છે અને સંધ્યાકાળે જ ‘સખી’ સાથે સમુદ્રકિનારે ફરવા આવે છે. એમની આ તસવીર પાડી લીધી હોય તો?

એ સંધ્યા તો વીતી ગઈ, પણ બીજી સંધ્યાએ જગન મહેતા કૅમેરા લઈને હાજર થઈ ગયા. સારી વાર રાહ જોયા પછી કવિ ધીમી ચાલે આવતા દેખાયા. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજો હાથ વૃદ્ધા પત્નીના ખભે. કવિએ સ્મિત કર્યું : ‘અરે ભાઈ, હવે આ ઉંમરે અમારા ફોટા કેવા ! હવે તો અમે…’ એમણે ડૂબતા સૂરજ તરફ લાકડી ચીંધી.

ભીની રેતી પર કવિના પગલાંના નિશાન બરાબર ઊઠે તેવી રીતે, અને ડૂબતા સૂરજના તેજને લીધે પાછળ તરફ પડતા પડછાયાને ઝડપી લેવા જગન મહેતાએ પાછળથી એમની તસવીરો લીધી. પછી નામ આપ્યું, “જલધિતટે કવિ.” કુમારમાં એ ફોટો છપાયો અને આ ચિત્ર અમર બની ગયું. કવિની જીવનસંધ્યા અને આકાશી સંધ્યાનું એવું તો અદભૂત સંયોજન એ ફોટોગ્રાફમાં ઊતર્યું, એ માત્ર નિર્જીવ ચિત્રને બદલે કાગળ પર છાયાંકિત કવિતા બની ગઈ. ખુદ કવિ નાનાલાલ અને માણેકબા રાજી થયા.

ઉઘાડા પગે અને લાકડીના ટેકે દરિયા કિનારાની ભિની રેતીમાં ચાલતા કવિ શ્રી નાનાલાલની ઐતિહાસિક તસ્વીર છે. તસ્વીરમાં રેતીનો વિશાળ પટ ખાસ ધ્યાન ખેંચે છે.

જે સમયની તસ્વીરો છે, સમયમાં કેમેરા આજના જેવા શક્તિશાળી હતા. સમયે તસ્વીરોને Edit કરવાની પણ કોઈ ટેકનીક હતી. ત્યારે હોમાયબાનુ અને જગન મહેતાએ લીધેલી તસ્વીરો જોઈ વાહ વાહ બોલી જવાય છે.

2 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૨

  1. ગુજરાતી સાહિત્ય અને ગાંધીયુગના અગ્રેસર કવિ નાહનલાલની છબી જોઈને અને જેમણે એ ફોટો પડ્યો છે તેઓ આપણાજ આંગણના છે જાણી ખુબ આનન્દ થયો !

    Like

  2. ભીની રેતી પર કવિના પગલાંના નિશાન બરાબર ઊઠે તેવી રીતે, અને ડૂબતા સૂરજના તેજને લીધે પાછળ તરફ પડતા પડછાયાને ઝડપી લેવા જગન મહેતાએ પાછળથી એમની તસવીરો લીધી. પછી નામ આપ્યું, “જલધિતટે કવિ.”
    સુંદર રસદર્શન મહાન ફૉટોગ્રાફરના અમુલ્ય ફોટાનું
    વાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s