રવિપૂર્તિ-હોમિયોપથી-૩ (પી. કે. દાવડા)


નિદાનની પધ્ધતિ

એલોપેથિક ડોકટરો નજરે દેખાય એવી તકલીફો ઉપરાંત સ્ટેથોસ્કોપ, X-Ray, કેટ સ્કેન, MRI, લેબોરેટરી દ્વારા લોહી તેમજ સંડાસપેશાબની તપાસ, અને સ્વાબનું માઈક્રોસ્કોપ હેઠળ નિરીક્ષણ વગેરે વાતો ઉપર આધાર રાખી નિદાન કરે છે. હોમિયોપથીમાં માત્ર Objective (એટલે નજરે જોઈ શકાય એવા) અને Subjective (એટલે દરદી જે તકલીફનું વર્ણન કરે, અને અન્ય સવાલોનો જવાબ આપે), બે વાતો ઉપર આધાર રાખી નિદાન કરવામાં આવે છે.

Objective માં હવે થોડા ટેસ્ટ અને અન્ય સાધનોની મદદ લેવાનું ચલણ દેખાય છે, છતાં દવા નક્કી કરવામાં Subjective વાતો ઉપર વધારે ભાર આપવામાં આવે છે. આનું એક કારણ એવું છે, કે હોમિયોપથીની દવાઓનું વર્ગીકરણ આવા નિરીક્ષણો ઉપર આધારિત છે. આધાર તૈયાર કરવા માટે, મોટી સંખ્યામાં તંદુરસ્ત માણસોને સારી એવી માત્રામાં અમુક દવા આપવામાં આવે છે અને એના પરિણામે એમની તંદુરસ્તિ અને મનસ્થિતિમાં જે ફેરફાર થાય છે તેની સતત નોંધ લેવામાં આવે છે. મોટાભાગની વ્યક્તિઓમાં જે ફેરફાર દેખાય, એમને દવાની ઓળખ તરીકે સ્વીકારી લેવામાં આવે છે.

જ્યારે કોઈ દરદી ડોકટર પાસે જાય છે, ત્યારે એણે કહેલી વાતોને દવાઓની ઓળખ સાથે સરખાવવામાં આવે છે, અને જે દવા વધારે મળતી થાય દવા દરદીને આપવામાં આવે છે. દરેક વખતે દવા અસરકારક થાય એવું નથી, પણ જ્યારે દરદીના ચિન્હો દવાની ઓળખ સાથે તંતોતંત મળે ત્યારે દવા ઝડપથી અસર કરે છે.

એક ડોઝ આપવો કે થોડા થોડા સમયે દવાના ડોઝ આપવા વગેરે બાબતોમાં હજી મતભેદો છે. એક દવા આપવી કે બે ત્રણ દવા એક સાથે આપવી બાબતમાં પણ મતભેદ છે. હજીસુધી પધ્ધતિમાં પ્રયોગો થયા કરે છે.

હોમિયોપથીમાં વિશ્વાસ રાખનારા લોકો મઝાકમાં કહે છે કે જો તમે કોઈ દવા લો તો આપમેળે રોગ મટવામાં સાત દિવસ લાગે, પણ હોમિયોપથી દવાથી એક અઠવાડિયામાં મટી જાય.

દરદીની તાસિર

જે દવા તંદુરસ્ત માણસમાં જે રોગો ઉત્પનન કરવા માટે શક્તિમાન છે. તેવા જ રોગ(લક્ષણો અને ચિન્હો) ધરાવતા માનવીની સારવાર માટે તે દવા ઉપયોગી પરિણામો આપી શકે છે.

આપણે ઘણીવાર ઘણી વ્યક્તિ પાસેથી સાંભળીએ છીએ કે “મારે શરદીનો કોઠો છે.” “મને ઠંડી તુરંત જ લાગી જાય છે.” આવી વ્યક્તિ થોડો પણ ઠંડો પવન લાગવાથી તાવનો શિકાર બને છે. કોઈ બીજી વ્યક્તિ થોડા કલા ઠંડા પવનમાં ગાળે પછી તાવ આવે છે. અને ત્રીજી વ્યક્તિને ત્યારે જ અસર થાય જયારે તે થોડા દિવસો કડકડતી ઠંડીમાં ગાળે. કોઈને ઠંડો પવન લાગે તો માથું દુખે, તો કોઈને ખાંસી અને બ્રોન્કાઇટીસ થઈ જશે, વળી કોઇને સાંધાનો દુ:ખાવો થઈ જશે. કોઈને કાનમાં અને દાંતમાં દુ:ખવા લાગશે. આ બધી વિવિધતા ફકત ઠંડો પવન લાગવાને કરણે થાય છે. હોમિયાપથી બધી બાબતો ધ્યાનમાં લે છે.

દરદીના શરીરના બધા લક્ષણો અને એનો માનસિક અભિગમ જાણીને, જે દવાના લક્ષણો સાથે તંતોતંત મળતા થાય, દવા દરદીને આપવામાં આવે છે.

2 thoughts on “રવિપૂર્તિ-હોમિયોપથી-૩ (પી. કે. દાવડા)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s