ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૩


જગન મહેતાની ગાંધીજીની તસ્વીરોની વાત કરૂં તેથી પહેલા એકબે એપીસોડસમાં એમની અન્ય તસ્વીરોની વાત કરી લઉં.

પ્રથમ એપીસોડમાં એમની ત્રણ સામાજી તસ્વીરો મૂકેલી. આજે બીજી ત્રણ તસ્વીરો મૂકી સામાજીક તસ્વીરોનો વિષય પુરો કરૂં છું.

કલકત્તામાં હજીપણ થોડા વિસ્તારોમાં માણસ દ્વારા ખેંચાતી હાથરિક્ષાઓ મોજુદ છે. ગરીબીને લીધે ૧૦૦ થી પણ વધારે વર્ષ અમાનવીય પ્રથા ચાલુ રહી. હું પણ આવી રીક્ષાઓમાં બેઠો છું (આજે મને એની શરમ આવે છે). “દો બિગા જમીનનામનું એક ચલચિત્ર ખૂબ  પ્રખ્યાત થયેલું, જેમા બલરાજ સહાનીએ આવા રીક્ષાવાળાનો રોલ કર્યો હતો. જગનભાઈની તસ્વીર કેટલી વાતો કહી જાય છે. ઘરાકોની રાહ જોતા બે યુવાનીમાં પ્રવેશેલા માણસો સમય પસાર કરવા વાતો કરે છે. તસ્વીરની સ્પષ્ટતા, પડચાયા અને વૃક્ષોના નીચલા હિસ્સા, બધાનું Focus કેટલું Sharp છે.

ચોખાના ખેતરમા રોપણી કરતી ખેત મજૂર સ્ત્રીની કમ્મરતોડ મહેનતને ઉજાગર કરતી તસ્વીરમાં કાદવ અને પાણી, ખેટરના સીમાડા, અને દૂરની વનરાઈ, બધું એક સરખું ચોખ્ખું દેખાય છે. આવી એક સરખા ફોકસવાળી તસ્વીરો કોઈ સામાન્ય તસ્વીરકાર લઈ શકે.

તસ્વીરમાં તો જીવનનો સંદેશ છે. વણાંકવાળી લાંબી વાટ અને એમાં એક એકલું ગાડું ધીમી ગતિએ ચાલ્યું જાય છે. દૂર દૂર સુધી એક્પણ ઘર તો શું ઝુપડું પણ દેખાતું નથી. આરામ કરવા છાંયડો આપતાં વૃક્ષ પણ કેટલાં થોડા અને કેટલે દૂર દૂર છે? જીવનનો સંદેશ છે, રસ્તે ચાલ્યો જા, મંઝીલ જરૂર આવશે.

4 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૩

  1. જગન મહેતાએ લીધેલી તસ્વીરો તો અદ્ભૂત છે જ પણ સાથે તમે જે ઝીણવટભર્યું અવલોકન મુકો છો એનાથી ચિત્ર જાણે વધુ સુરેખ બને છે.

    Like

  2. દાવડા સાહેબ , આજે આ પ્રથમ તસ્વીરમાં હાથ રીક્ષાચલાકની દારૂણ અવસ્થા છલકાય છે એનાથી તો કોઇપણ સહ્રદયીનું મન ભીનું થઈ જ જાય. આજે આપે લખ્યું કે આવી રીક્ષામાં બેસીને આજે પણ આપ શરમ અનુભવો છો એવો જ અનુભવ મને પણ થયેલો છે. અમારા જૈનોનું પવિત્ર ધામ સમેત શિખરજીની યાત્રા જરા કપરી છે. ટોચ સુધી પહોંચવા ઘણા પગથીયાના આકરા ચઢાણ છે. જ્યારે અમે સમેત શિખરજી ગયા ત્યારે ત્યાં જે રીતે ડોળીનું ચલણ હતું એ મુજબ યાત્રીઓને જોઇને તરત ડોળી વાળા આવીને ઉભા રહે. આપણો ભાર કોઇના પર થોપવાના વિચારથી હું ડોળીમાં બેસવા તૈયાર નહોતી થતી. ત્યારે એ ડોળી ઉઠાવનારા બે જણા હાથ જોડીને ઊભા રહી ગયા. ” ક્યું હમારે પેટ પે લાત માર રહી હો? તુ બેઠેગી તો હમે આજ કી રોટી મિલેગી.” અને એમની રોટી એટલે સત્તુમાં કટોરો ભરીને પાણી ઉમેરે એ એમનું ભોજન. એ બાજુ અત્યંત ગરીબી છે અને ડોળી પર જ એમનો નિભાવ ચાલતો હશે. સાચે જ કહું છું એમના દયામણા ચહેરા જોઇને હું એક ક્ષણ ખચકાઇને પણ ડોળીમાં બેસી ગઈ. મોટા ભાગે અમારા તીર્થ  સ્થાનો જેવાકે સમેત શિખરજી કે પાલીતાણામાં એટલે જ રૉપ-વે ની સગવડ નથી કરવામાં આવી.

    Rajul Kaushik http://www.rajul54.wordpress.com

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s