તાન્કા (ઉમેશ જોશી)


તાન્કા

તાન્કા હાઈકુની જેવો જાપાની લગુ કાવ્યનો પ્રકાર છે. તાન્કામાં કુલ ૩૧ અક્ષરોને પાંચ પંક્તિઓમાં વહેંચી દેવામાં આવી છે. પંક્તિઓમાં અક્ષરોનું બંધારણ ,,,,, પ્રમાણે હોય છે. અહીં પાંચ પંક્તિની એક ટચુકડી કવિતામાં સંપૂર્ણ સંદેશ આપી દેવામાં આવે છે. તાન્કામાં પ્રકૃતિનું એક સુંદર ચિત્ર રજૂ કરવામાં આવે છે. પ્રકૃતિ સિવાયના સુંદર સંદેશ આપવા માટે પણ તાન્કાનો ઉપયોગ થાય છે.

થોડા દિવસ પહેલા વડોદરા સ્થિત મારા મિત્ર અને પુસ્તક પરબના પ્રણેતા ડો. પ્રતાપભાઈ પંડ્યાએ મનેહથેળીમાં કૂંપણનામનું, શ્રી ઉમેશ જોશીનું તાન્કાનું એક પુસ્તક ભેટમાં મોકલ્યું. શ્રી ઉમેશ જોશીએ તાન્કાના પ્રકારને બહુ સારી રીતે ખેડ્યો છે. આજે એમના પુસ્તક માંથી ત્રણ તાન્કા આંગણાંના મુલાકાતીઓ માટે પ્રસ્તુત કરૂં છું.

() મીરાંના ચીર

    ઊડ્યાતાં લીરા થઈ

    ગઢકાંગરે

    આજે તે છે ધજાઓ

    એક એક મંદિરે.

તાન્કામાં સૌમ્ય શબ્દોમાં કવિએ સમાજને કેવી જોરદાર થપ્પડ મારી છે. જે સમાજે (રાણાએ અને ઉચ્ચ વર્ગ ગણાતા સમાજે) મીરાંને દીવાની, લાજ શરમ વગરની, રાજ કુટુંબની મર્યાદાઓના ઉલ્લંઘન કરનારી તરીકે વખોડી હતી, આજે સમાજમીરાંશ્યામના મંદિરો બાંધી એને મહિમામંડિત કરે છે.

() સમય પણ

    ખિસકોલીની જેમ

    શ્વાસની ડાળે

   ઝટપટ દોડતો

   કહે, “આંબીજા મને

સમયની ઝડપનુ આટલું સચોટ કાવ્યમય વર્ણન અન્ય કોઈ કવિએ કર્યું હોય મારા ધ્યાનમાં નથી. તમે ખિસકોલીને બદામ ખાતી જોઈ છે? જોઈ હોય તો તમે કાંઈ જોયું નથી ! ખિસકોલીની દોડાદોડી જેણે ધ્યાનથી જોઈ હોય, એને ખિસકોલીની ઝડપનો અંદાજ આવી શકે. અહીં કવિએ શ્વાસની ડાળે દોડતી ખિસકોલીની વાત કરીને આધ્યત્મની ઊંચાઈ દર્શાવી છે. તમારી પાસે કેટલો સમય બાકી છે અને તમારા કેટલા શ્વાસ બાકી છે, બન્નેનો અર્થ એક છે. અને છેલ્લી પંક્તિમાં સમયનો પડકાર પણ ગજબનો છે. આજે પડકારા આપણે સૌ આપણા જીવનમાં અનુભવી રહ્યા છીયે.

() જાણભેદુ છે

    હથેળીની રેખાઓ

    ભાગ્યને શોધી

    સોંપી દે છે હવાલો

    કથિત ભવિષ્યને.

તમારા હાથની રેખાઓ જોઈને તમારૂં ભવિષ્ય કહેતા જ્યોતિષિયોને અહીં કવિએ અખની જેમ ચાબૂક વીંઝી છે. ઠેકડી ઉડાળતા કવિ કહે છે, કે હથેળીની રેખાઓ તો જાસુસો છે, તમારા ભાગ્યને જાણી લઈ, એનો હવાલો ભવિષ્યને સોંપી દે છે (હવે પછી એમની જવાબદારી નહીં !). કવિએ અનેક તાન્કામાં આધુનિક સમાજની રીતભાતને ખૂબ માર્મિક રીતે રજૂ કરી છે.

સલામ શ્રી ઉમેશ જોશી.

9 thoughts on “તાન્કા (ઉમેશ જોશી)

 1. તાન્કાની સમજ સાથે દાખલાઓ ગમ્યા. પ્રયત્ન માટે મને ઉપયોગી નીવડશે. આભાર આને પણ આંગણામાં પ્રવેશ આપવા માટે. હાઈકુ જેમ અઘરું છે એમ તાન્કા એથીએ અઘ્રરું છે હાં!

  Liked by 1 person

 2. પ્રશ્ન: ગુજરાતીમાં ‘અક્ષર’ના બે અર્થ: letter અને syllable. જાપાનીઝ તાન્કામાં ૩૧ letterની વાત નથી; syllableની વાત છે. એમ હોવાથી નીચે આપેલા તાન્કામાં ૩૧ letters થાય પણ syllables તો ૨૬ જ થાય છે. આ મુદ્દાને આપણે કઈ રીતે સમજીશું? મને લાગે છે કે ગુજરાતી કવિઓની ભાષાજ્ઞાન વિશેની કચાશ આમાં કામ કરતી હશે.

  મીરાંનાં ચીર (ચાર અક્ષર, ‘ચીર’ એક syllable)
  ઊડ્યાં‘તાં લીરા થઈ (સાત અક્ષર)
  ગઢકાંગરે (ત્રણ અક્ષર, ‘ગઢ’ એક syllable, ‘કાંગરે’ બે syllables)
  આજે તે છે ધજાઓ (સાત અક્ષર)
  એક એક મંદિરે. (પાંચ અક્ષર ‘એક’ એક syllable)

  બાબુ સુથાર

  Liked by 1 person

 3. સમજણ આપવા બદલ આભાર. મારૂં આ વિષય ઉપરનું જ્ઞાન ઉપરછલ્લું છે, પણ મિત્રોની દોરવણીથી કંઈક શીખવા મળે એ આશામાં જેટલું જ્ઞાન છે એ વ્યક્ત કર્યા કરૂં છું.

  Like

 4. મા શ્રી બાબુ સુથારે ધ્યાન ન દોર્યું હોત તો બારીકાઇ ન સમજાત
  પણ
  મા દાવડાજીના રસદર્શનથી તાન્કાઓ માણવાની મઝા આવી

  Like

 5. થોડા દિવસ પહેલા વડોદરા સ્થિત મારા મિત્ર અને પુસ્તક પરબના પ્રણેતા ડો. પ્રતાપભાઈ પંડ્યાએ મને “હથેળીમાં #કૂંપણ” નામનું, શ્રી ઉમેશ જોશીનું તાન્કાનું એક પુસ્તક ભેટમાં મોકલ્યું.~~ અહી હથેળીમાં કૂંપણ” એ જોડણી #કૂંપળ= #કૂંપળ

  ૧. વ્યાકરણ: स्त्री.
  અર્થ: . કળી.

  ૨. વ્યાકરણ: स्त्री.
  અર્થ: . કુમળું પાન; નવું ફૂટતું પાંદડું; નવાંકુર. એમ હોવું જોઈએ !

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s