ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૪


જગન મહેતાની ઓળખ ગાંધીજીના તસ્વીરકાર તરીકે હોવા છતાં, જગન મહેતાએ પ્રકૃતિ અને મનુષ્ય જીવનને લગતી અનેક યાદગાર તસ્વીરો લીધી છે, એમાં સ્થાપત્યો, કલાકારો અને સાહિત્યકારોની તસ્વીરોનો સમાવેશ થાય છે.

આજે અહીં હું સ્થાપત્યની બે અને કલાકારોની બે તસ્વીરો રજૂ કરૂં છું.

બારમી સદીમાં બંધાયેલું વિશાળ શિવ મંદિર કર્ણાટકના હલેબિદમાં આવેલું છે, એની દિવાલોમાં પથ્થરોમાં કોતરકામ કરી રામાયણ અને મહાભારતના એક હજારથી વધારે પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. આ નૃત્ય કરતા ગણેશની પ્રતિમા મંદિરના પ્રવેશદ્વારમાં જ છે. તસ્વીરમાં જે ઝીણાંમાં ઝીણી વિગતો પણ સ્પષ્ટ દેખાય છે જગન મહેતા પોતાના કેમેરાના ફોકસ ઉપર કેટલું ધ્યાન આપે છે એનો નમૂનો છે. ઈલેક્ટ્રોનિક તસ્વીર આટલી સ્પષ્ટ છે, તો Original તસ્વીર કેટલી સ્પષ્ટ હશે એની તો કલ્પના કરવી રહી.

મંદિરની દિવાલ ઉપરના નાગદમનના કોતરકામમાં પણ સ્થાપત્યની બારીકીઓને આબેહૂબ તસ્વીરમાં ઝડપી લીધી છે. નાગની ફેણ ઉપર એક પગે ઊભેલા વિષ્ણુભગવાને નાગની પૂંછડીને ઉપર ઉઠાવેલા હાથમાં પકડી રાખી છે. બીજો હાથ આશીર્વાદની મુદ્રામાં છે. નાગના શરીર ઉપર હલન ચલન માટેના સ્નાયુઓ પણ સ્પષ્ટ દેખાય છે. નીચે નાગણ બે હાથ જોડી પ્રભુને પ્રાર્થાના કરી રહેલી દેખાય છે. ભગવાનના વસ્ત્રો અને અલંકારોની બારીકીઓ પણ આટલી નાની તસ્વીરમા ઝડપી લેવી સામાન્ય તસ્વીરકારનું કામ નથી.

કલાકારોની Still Photography માં પણ જગન મહેતાની તસ્વીરોએ એટલી ખ્યાતી પ્રાપ્ત કરી છે. તસ્વીરમાં દુષ્યંતની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂર છે. કલાકારનાઅ મુખભાવ, વસ્ત્રો અને અલંકારોની બારીકી બેનમૂન છે. ૧૯૪૦ પહેલાની તસ્વીર છે. ત્યારે તો કેમેરા પણ આજના જેવા શક્તિશાળી હતા.

શકુન્તલાના પાત્રમાં મરાઠી કલાકાર ઈન્દીરા લાલે છે. એની સાડીની પારદર્શિતા ચિત્રમાં પણ સ્પષ્ટ દેખાય છે. એના કંગન, કાનના ઝૂમકા, આંખો અને બીડેલા હોઠ, જે લાક્ષણિકતાઓ જગનભાઈને દેખાઈ બધી આપણને દેખાડી દીધી છે.

4 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૪

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s