ત્રીજા કૃષ્ણ (પી. કે. દાવડા)


 

કૃષ્ણ વિષે ત્રણ મત પ્રવર્તે છે. મોટાભાગના હિન્દુઓ માને છે કે કૃષ્ણ વિષ્ણુના અવતાર હતા. એક નાનો વર્ગ માને છે કે કૃષ્ણ એક ઐતિહાસિક પુરૂષ હતા, જે સ્વબળે જીવનમાં આગળ વધી દ્વારકાના એક બળવાન રાજા થયા હતા. એમના પરાક્રમો અને શૂરવીરતાને લીધે પછીથી દેવ સ્વરૂપે પૂજાયા. એક ત્રીજો મત એવો છે કે કૃષ્ણ વેદ વ્યાસના મહાભારતના કલ્પિત પાત્રોમાંનું એક પાત્ર છે. મહાભારતના પાત્રો દ્વારા વેદવ્યાસે સારૂં જીવન જીવવા માટેના અનેક સંકેત આપ્યા છે. કેટલાક પાત્રો, કેટલાક બનાવો અને કેટલાક સ્થાનના વર્ણનો દ્વારા વેદવ્યાસ મનુષ્યને સાત્વિક અને સુખ શાંતિમય જીવન કેવી રીતે જીવાય એના રસ્તા બતાવ્યા છે. આજે અહીં હું ત્રીજા કૃષ્ણની વાત કહીશ.

‘કર્ષતી ઇતિ કૃષ્ણઃ।’ જે સૌને પોતાની તરફ આકર્ષે છે તે કૃષ્ણ. પ્રત્યેક માતાનો લાલો છે, બાળગોપાળનો મિત્ર છે, યુવતીઓનો પ્રેમી છે, સુદામા, ઉધવ અને અર્જુનનો સખા છે, ગોપેશ્વરથી યોગેશ્વર સુધી કૃષ્ણના આકર્ષણમાં ક્યાંયે કમી નથી, એટલે પાત્રનું નામ કૃષ્ણ યથાર્થ છે.

કૃષ્ણ શબ્દનો બીજો અર્થ છે શ્યામ, કાળો રંગ. કાળો રંગ પ્રકાશ અને ઉષ્માને પરાવર્તિત કરતો નથી, બધું શોષી લે છે. કૃષ્ણ પણ ભકતોની બધી પ્રાર્થના અને  ભક્તિ કદી પણ નકારતા નથી. બીજા કોઈપણ રંગ ઉપર તમે કાળો રંગ ચડાવી શકો છે, પણ કાળા રંગ ઉપર બીજો કોઈપણ રંગ ઉઠાવ આપી શકે. સામાન્ય માણસ ઉપર કૃષ્ણભક્તિનો રંગ ચડી શકે, પણ ભગવાન ભક્તોના રંગથી અછૂતા છે. આકાશમાં કાળાં વાદળાંમાં પાણી વરસાવવાની ક્ષમતા છે. આમ કૃષ્ણના કાળા રંગમાં પણ વેદ વ્યાસે સંદેશા ભરી દીધા છે.

કૃષ્ણની બાળલીલાના સંકેતોનો ગૂઢાર્થ જ્ઞાની લોકોએ પ્રમાણે કર્યો છે. માખણની ચોરી વાસ્તવમાં ગોકુલનો આર્થિક તંત્રનો બદલાવ હતો. માખણ બનતું હતું ગોકુળમાં અને વેચાતું હતું મથુરામાં. ગોકુળમાં રહેતા બાળકો માખણથી વંચિત રહી જતા હતા. માખણના ઉત્પાદન-કેન્દ્ર એવા ગોકુળમાં જ બાળકો માખણથી વંચિત રહી જાય એ ક્યાંનો ન્યાય? કૃષ્ણ પહેલા ઉત્પાદન વધારવા માટે બાળમિત્રોને લઈને પોતે ગાયો ચરાવવા લાગ્યા. ટચલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડવાની વાતનો આની સાથે સંબંધ છે. ગોવર્ધન શબ્દનો અર્થ છે, ગાયોનું સંવર્ધન. આપણે કોઈપણ કામ સહેલાઈથી થઈ જાય તો કહીયે છીયે, “ચપડી વગાડતાં કામ થઈ ગયું.” બસ આવા અર્થમાં ગાયોનું સંવર્ધન સહેલાઈથી થઈ ગયું એટલે, “ટચલી આંગડી ઉપર ગોવર્ધન ઉપાડી લીધું.” આમાં એક મહત્વનો સંદેશ બાïïળકોને પણ મળ્યો કે જીવનમાં મફતમાં કશું નથી મળતું. પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડે.

ગાયોને ચરાવવાથી દૂધનું ઉત્પાદન વધ્યું, માખણનું ઉત્પાદન પણ વધ્યું. તેમ છતાં બાળકો તો માખણથી વંચિત જ રહેવા લાગ્યાં, કારણ કે ગોપીઓનો લોભ પણ વધ્યો. આના ઉપાય તરીકે કૃષ્ણે માખણની ચોરીની લીલા શરૂ કરી. અહીં તેમનું સૂચન છે કે સમાજે પેદા કરેલા દરેક પદાર્થ પર પ્રથમ અધિકાર સમાજની વ્યક્તિઓનો છે, વધારાનું ઉત્પાદન બહાર મોકલી શકાય.

કૃષ્ણ માખણની ચોરી કરતા હતા, પણ ચોરી તેઓ પોતાના માટે નહોતા કરતા. તેઓ ગોવાળિયાઓનું સરઘસ લઈને જ ચોરી કરવા જતા. ચોરી થતી ત્યારે ગોપીઓ હરખાતી હતી કારણ કે એમના બાળકો પણ એમાં સામીલ હતા. આધુનિક ભાષામાં કહીએ તો એક સવિનય કાનુનભંગ કહેવાય.

કૃષ્ણનું મોરપીંછ એટલે તેમનો પ્રકૃતિપ્રેમ અને વાંસળી સંગીતપ્રીતિનો સંદેશ આપે છે. વાંસળી એમ પણ નિર્દેશ કરે છે કે સમાજમાં અલગ અલગ સૂર રહેવાના, પણ એમને વ્યવસ્થિત કરવાથી એમાંથી સુરીલુ સંગીત પેદા કરી શકાય.

શ્રીકૃષ્ણ યુવાનો માટે મિત્ર અને માર્ગદર્શક છે. કૃષ્ણ જે અનુભવોમાંથી પસાર થયા હતા, તેમાંથી આજના યુવાનોને પણ પસાર થવું પડે છે. મસ્તી-તોફાન, દોસ્તી, પ્રેમ, પીડા, મહત્ત્વાકાંક્ષા, લક્ષ્યપ્રાપ્તિ, લગ્ન, બદલાની ભાવના અને કાવાદાવા વગેરે વગેરે. કૃષ્ણ પાસેથી યુવાને શીખવાનું છે કે પ્રચંડ હિંમત અને સામર્થ્ય કેળવવા દૂરંદેશી બનવું, મનોબળ વિકસાવવું, અને વિચારોને અત્યંત અસરકારક રીતે વ્યક્ત કરવા.

કૃષ્ણનાં જીવનમાં ત્રણ ખાસ મિત્રો હતા. ઓધવજી, સુદામા અને અર્જુન. ગરીબ સુદામા સાથેની મૈત્રી એ સમાનતા અને બંધુતાનો સંદેશ આપે છે. છપ્પન ભોગ જમનારો સુદામાના તાંદુલ પણ હરખભેર આરોગે છે. કૃષ્ણ એટલે સખાભાવની ઊર્મિ.

કૃષ્ણની એક સ્ત્રી-મિત્ર પણ હતી. દ્રોપદી! પાચ હજાર વર્ષ પૂર્વે કોઈ માણસને એક પરણેલી સ્ત્રી-મિત્ર હોય કૂષ્ણ કેટલા આધુનિક હતા એનું ઉદાહરણ છે. બહેન સુભદ્રાને અર્જુન સાથે ભાગવામાં પણ મદદ કરી. અહીં કૃષ્ણે પ્રેમલગ્નને ટેકો આપ્યો છે.

કૃષ્ણે કદાપિ એક જગ્યાએ ઉભા રહી જિંદગીની પ્રતિક્ષા કરી નથી. કૃષ્ણ એ અવિરત યાત્રા છે. આજે આપણા બાળકો બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલીઆ વગેરે દેશોમાં સારૂં જીવન જીવવા જાય છે.

રાધાથી વધારે સારૂં પ્રેમનું પ્રતિક બીજું કયું હોઈ શકે.

જરૂર પડી ત્યારે ધર્મ ને સત્ય માટે છળ-કપટનો આરોપ વહોરીને પણ પાંડવોને જીતાડયા. કૃષ્ણ કહે છે કે જે દુષ્ટ છે એ દુષ્ટ છે. દુષ્ટ ક્યારેય સગો નથી હોતો, સગો હોય તો પણ એ દુષ્ટ જ છે. દુષ્ટને ખતમ કરવામાં પાપ નથી. અર્જુનને કુરુક્ષેત્રમાં આ વાત કરી એ પહેલા જ તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો હતો.

કૃષ્ણ કોઈ સ્થળ છોડી ગયા પછી ત્યાં પાછા ગયા નથી. સ્થળાંતરને સ્વાભાવિક રીતે લેવાનું તો કૃષ્ણ જ કહી શકે. યુવાનોએ પણ આજ વિચારસરણી અપનાવવી. જીવનમાં સ્થળ અને સ્થિતિ બદલાયા કરે એને અનુકૂળ થઈને રહેવું. વતનના રોદણાં રડવાને બદલે જ્યાં સફળતા મળે સ્થાનને વતન બનાવો.

આમ ત્રીજો કૃષ્ણ મહાભારતનું એક કલ્પિત પાત્ર હોય તો પણ અનુકરણીય છે અને એની શીખામણો ઉપકારક છે.

(અલગ અલગ શ્રોતોમાંથી)

7 thoughts on “ત્રીજા કૃષ્ણ (પી. કે. દાવડા)

 1. દાવડાજી, ખુબ સરસ વાત. કમનસીબે આપના બ્લોગમાં રીબ્લોગની સગવડ નથી. હોત તો ઘણાં બ્લોગર્સ તમારી વાતોનું પ્રસારણ કરતે.
  પ્રવીણના સાદર વંદન.

  Liked by 1 person

 2. શ્રી સુરેશભાઇ દલાલે કહ્યું હતું ……
  “અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે, નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી.”
  આજે આ ત્રીજા કૃષ્ણના સંદર્ભમાં આલેખાયેલી સમજૂતી સમયના પ્રત્યેક કાળને અનુરૂપ છે.

  Liked by 2 people

 3. દાવડાસાહેબ, ત્રીજા કૃષ્ણ ની સમજૂતી ખૂબ સરસ.
  બે વર્ષ પહેલા હું India ગઈ હતી ત્યારે દ્વારકા ગઈ હતી ત્યાં મંદિરની બહાર ડૂબી ગયેલ સોનાની દ્વારકા
  ના અવશેષ જોયા હતા.પુરાતન ખાતાવાળા એ કાચના શોકેશમાં બહાર જ મૂક્યા છે એ જોયા પછી લાગે છે કે કૃષ્ણ ચોક્કસ ઐતિહાસિક પુરુષ હતા.

  Like

 4. શ્રીકૃષ્ણ હિંદુ સંસ્કૃતિનાં મોટા ભાગનાં ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પુજાય છે. વળી શ્રીકૃષ્ણ ને જગદગુરુ કહેવામા આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણ ધરાવતાં કિશોર ગોવાળીયા તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી સાથે ફરતો હોય છે કે બંસી વગાડતો હોય છે શ્રીમદ્ ભાગવતમ્ માં તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરિકે તેમની છબી સિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગુઢ ફીલોસોફીનું જ્ઞાન અને માર્ગદર્શન આપતો હોય…

  આજે મા દાવડાજીની સુંદર શૈલીમા દરેક પ્રસંગ માણવાની મઝા આવી…

  અમારા બ્લોગ પર રીબ્લોગ કરું છું

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s