ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૫

એક સમય એવો હતો કે જ્યારે સાહિત્યકારો એકબીજાની મજાક કરતા કેતમારી તસ્વીર જગન મહેતાએ પાડી નથી તો તમે સાહિત્યકાર કહેવાઓ.”

જગન મહેતાએ એમના સમયના લગભગ બધા સાહિત્યકારોની Portrait તસ્વીરો પાડી છે. મારી પાસે આવી ૧૦૭ તસ્વીરો છે, એમાંથી ઓછી ઉપલબ્ધ એવી ચાર તસ્વીરો અંકમાં અને પાંચ તસ્વીરો આવતા અંકમાં મૂકીશ.

બાલમુકુન્દ મણિશંકર દવે

કવિ. જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ, ૧૯૩૮માં અમદાવાદમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ત્યારબાદ ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું. ૧૯૪૯માં કુમારચન્દ્રક મળ્યું. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ એમના કવનના મુખ્ય વિષયો છે.

બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર,:

કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩માં મેટ્રિક. ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨માં ત્યાં ફેલો નિમાયા પણ ૧૮૯૩માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૯૨૪ સુધી ઘણી કોલેજોમાં અધ્યાપન કર્યું.

નવી વિભાવના, સોનેટનું નવું સ્વરૂપ, લાગણીને સ્થાને વિચાર, સરલતાની સામે અર્થઘનતા, આ સર્વ એમની આગવી દેન છે. ગુજરાતીમાં પ્રાસહીન પદ્યની નિકટ જવા એમણે અગેય પૃથ્વી છંદ યોજ્યો. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ અને વિવેચનો કરીને તેમણે વિચારઘન કવિતાને પ્રજા સુધી પહોંચાડવાનો અથાક પુરુષાર્થ કર્યો.

ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી:

નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર, પ્રવાસકથાલેખક, આત્મકથાલેખક. જન્મ પાલનપુરમાં. ૧૯૫૨માં મુંબઈથી બી.એ. થઈ કોલકાતા ગયા. ૧૯૫૬માં એલએલ.બી. ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષયોમાં એમ.એ. ૧૯૭૦-૧૯૮૦ દરમિયાન મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનનું અધ્યાપન. ૧૯૮૦થી ૧૯૮૨ એ બે વર્ષ માટે મુંબઈની એલ. એસ. રાહેજા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલ. ત્યારપછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય.

‘ઘટનાના બેતાજ બાદશાહ’ ગણાયેલા ચન્દ્રકાન્ત બક્ષીએ વિપુલ પ્રમાણમાં કથાસાહિત્ય લેખન કર્યું છે. આગવી શૈલી, મહાનગર જીવનનાં વિષાદ, વેદના અને એકલતાના આલેખનથી તેઓ આધુનિક સર્જક ગણાયા છે.

ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર:

વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. ૧૯૨૬માં મેટ્રિક. ૧૯૩૦માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૬૪ સુધી મુંબઈ શેરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૪-૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

એમની વાર્તાસૃષ્ટિમાં મહાનગરનો વેપારીસમાજ, દેહમનનાં ભરતીઓટ, લગ્નેતર સંબંધો, પ્રેમ, મોહ અને દાંપત્યનાં સૂક્ષ્મ-સંકુલ મનોભાવોનું નિરૂપણ થયું છે.

5 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૫

 1. સર્જક સાહિત્યકારો અને સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જક શ્રી જગન મહેતા… સુંદર તસ્વિરો
  ગૌરવલેવા જેવી વાત

  Like

 2. મુ.જગન નહેતા ( મુ,જગન કાકા) તસ્વીર લેતા તમા તે વ્યક્તિનું વ્યક્તિત્વ ઉપસી આવતું. મુ. બલ્લુકાકાની તસ્વીર માં તેમનું ભારેખમ વ્યક્તિત્વ દેખાય છે તો મુ.બ્રોકાર્કાકાના ગુલાબી સ્વભાવની ઝાંખી તેમની તસ્વીરમાં દેખાશે, તેમને ગુજરાતના યુસુફ કારશ કહી શકાય,

  Like

 3. મુ.જગન મહેતા ( મુ.જગનકાકા) પર વિસ્તૃત માહિતી અહી મળી રહેશે http://opinionmagazine.co.uk/details/35/Jagan-Mehta-A-forgotten-Gujarati-extra-ordinary ,એક વાર હું મુ.જગનકાકા સાથે હતો ,સાંજ પડી ગઈ હતી .કાકા એક ફોટો લેવા માગતા હતા,મેં કહ્યું ‘કાકા ફ્લેશ તો છે નહિ.ફોટો કેમ લેશો ?” કાકાએ તેમનું બાલસુલભ હાસ્ય કરી કહ્યું’ ગાંડીયા, હજુ સુરજ ક્યા સાવ નમ્યો છે .જો લાઈટ અને લેન્સનું સેટિંગ આવડતું હોય તો ફ્લેશ ની કઈ જરુરત નથી ! તેમની મહાનતાનો તેમને કોઈ ગર્વ ન હતો.
  સુભાશચંદ્રદ્ર બોઝ સાથે તેઓ અંગત મૈત્રી ધરાવતા.ગાંધીજી અને તેમના બધા અનુયાયી સાથે પણ.
  ખાવા નાં ખુબ શોખીન. મારા બાપુજીના અતિ નીકટ મિત્ર. બેય મોકો મળે ત્યારે ભેગા (ઉમર ૭૫) થઇ વી.ટી પર વિથલની ભેલ ખાઈ આવે,
  ( મારું સદ્ભાગ્ય છે કે આ બધી( ફોટામાંની વિભૂતિ સાથે હું અંગત સંબધ થી જોડાયેલો છું….)

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s