સંપાદકીય-૨ (કિશોર દેસાઈ)


સંપાદકીય (“સ્વની શોધ)

સ્વને શોધવા નીકળેલો માણસ અનાદિકાળથીસ્વની શોધ કર્યા કરે છે. જ્યાં સુધીસ્વની ઓળખ થાય નહીં ત્યાં સુધી એને કોઈ અજંપો કોરી ખાય છે. ‘સ્વને શોધતાં શોધતાં મોટા ભાગના માણસોહુંમાં અટવાઈ જાય છે અનેસ્વની શોધ ખોરંભે તો નથી પડતી પણ વધારે વિકટ બની જાય છે. જાણે કોઈ દીવાલ સામે ખડી થઈ જાય છે. નરસિંહ મહેતા કહે કે, ‘હું કરું, હું કરું અજ્ઞાનતાત્યારે એમ લાગે કે કદાચ હુમઅને એના થકી આવતી અજ્ઞાનતા સ્વની શોધને આગળ વધતાં રોકે છે.

ક્રાઈસ્ટ જ્યારે એમ કહે કે, ‘Knock and it shall be open unto you’ અર્થાતદરવાજે ટકોરો માર તો તને જડશે.’ વાત સ્વ ને શોધવા ઝંખતા માણસ માટે તેમણે કહી છે. ક્રાઈસ્ટ ભેદ પામેલા અને ભેદી અને મરમી છે. એટલે આટલું કહીને અટકી જાય પછી ભેદ તો આપણે ઉકેલવાનો. વધારે પૂછીએ તો વળી એવો ભેદી જવાબ મળે; ‘If thine eye be single, thy whole body be full of light.’ આપણે ચકરાવે ચઢી જઈએ કે ‘single eye’ એટલે શું? હિંદુશાસ્ત્રમાં શિવનેત્ર નો ઉલ્લેખ આપણે સાંભળ્યો છે, શું તે Single eye હશે? કહેવાય છે કે જેનું શિવનેત્ર ખૂલી ગયું હોય છે એને પછી સર્વત્ર જ્યોતિર્મય લાગવા માંડે છે.

ઘણી વાર હું જ્યોતિર્મય અવસ્થાની અને ‘Thy whole body shall be full of light’ની વિચારધારામાં સરી જાઉં છું ત્યારે ચોપાસ કાંઈ ભાસતું હોય એવી અંધકારમય અવસ્થાની અનુભૂતિ થાય છે અને અંધકારમાં મારામાં સળવળતો સ્વ ને શોધવાનો પ્રશ્ન અળ્શિયાની જેમ સળવળ્યા કરે છે.

ક્રાઈસ્ટ જેવો એક ઈજો મરમી ગ્રીસમાં થઈ ગયો જે સતત લોકોની સામે Know thyself એટલે જાતને ઓળખ, સ્વ ને શોધ.

એથેન્સની શેરીમાંથી સોક્રેટીસ એક વાર પસાર થતો હતો ત્યારે કેટલાંક અટકચાળાં છોકરાંઓએ તીખળ કરતાં પૂછ્યું, ‘તમે વારે વારે બધાને kno thyself એવું કહ્યા કરો છો તો શું તમે પોતે તમારી જાતને ઓળખી છે ખરી?” સોક્રેટીસ કહેના

કેમ?”

તો કહે, જ્યારે મને લાગવા માંડે કે મારામાં જ્ઞાન આવુ ગયું છે ત્યારે મને સમજાય છે કે હું વધારે ને વધારે અજ્ઞાનની અવસ્થામાં છું.

વિચાર કરો, આમાંથી આપણે શું તારણ કાઢવું? બધા મરમીઓ આવું કાંઈક ટૂંકું અને ટચક્યાંક એકાક્ષરી કહીને અટકી જાય પછી આપણે ગોથાં ખાતાં રહેવાનું. નરસિંહ મહેતા જેવા મરમી, ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યુંજેવું બ્રહ્મવાક્ય કહે ત્યારે આપણે ઉપર દેખાતા ગગનમાં ધૂમનારને શોધીએ. થાકીએ ત્યારે ખબર પડે કે મહેતા અંદરના ગગનની બારીમાં નિરખવનું કહે છે.

સ્વ ને પામેલો કોઈ મરમી કે દરવેશ એક કિતાબમાં બધું લખી આપે અને આપણે લેશન કરતા હોઈએ એમ પોપટની જેમ ફટાફટ વાંચી જઈએ તેથી આપણને સ્વ જડી જાય એવું બનતું નથી. સ્વ ને પામવાની વાતમાં આપણે પોતે ડુબકી મારીને મહાસગરને તળિયેથી છીપલું શોધી લાવવાનું હોય છે. કદાચ પોતાની શોધમાં પોતે રમમાણ રહેવાનું હોય એવો ક્રમ વિધાતાએ ગોઠવ્યો હશે. ક્રમ પણ કાંઈ સરળ નથી. હતાશ થઈ જવાય એવો છે. સુન્દરમની એક સરસ કવિતા છે, ‘અરે, કંઈ વાત કહો, દરવેશ!” જેમાં આવી રીતે હતાશ થયેલો માણસ કુતૂહલવશ કોઈ મરમીને ભીતરની વાતું જાણવા માટે પ્રશ્નો પૂછે છે અને દરવેશને વિનંતી કરે છે કે બાપલા, અમને કાંઈક તો કહો.

મીરાં, કબીર, નાનક, નરસિંહ મહેતા, રૈદાસ, તુકારામ, નામદેવ, મૌલાના રૂમ વગેરે જેવાં મરમીઓએ આપણા માટે પથ દર્શક બઈને સ્વ ને શોધવા જતાં માર્ગમાં આવતાં landmark, સીમાચિહ્નોનો નિર્દેશ કર્યો છે. કબીરજીએ તોકરનૈંનોદીદાર મહલમેં પ્યારા હૈ…” (અર્થાત, તું નયનોથી દર્શન કરી લે, દેહરૂપી મહેલમાં પ્રિયતમનો વાસ છે.) નામના પદમાં ઠેઠ બ્રહ્માંડના બીજા છેડા સુધી અવતાં કેટલાંય સીમાચિહનો મૂકી દીધાં છે. અને પછી જાણે આપણને આહવાન કરીને કહે છે, ‘બેટવા, રત્નાકર બડા ગહરા હૈ, અંદર ડુબકી મારો ઔર લેઆઓ રતન.”

ડૂબકી મારવામાં અને રતન મેળવવામાં શા માટે આપણને મુશ્કેલીઓ નડે છે તે સમજાવતાં કબીરજી કહે છે, ‘માયા બની ઠગિની હમ જાની…’ બાહ્ય જગતમમાં આપણને જે સાચું લાગે છે તે ખોટું છે એવું તેઓ કહે છે. ખોટાને સાચું સમજવાનો આપણો ભ્રમ તે માયા. ખોટું એટલા માટે કે જે નરી આંખે જોઈ શકાય છે તે સઘળું કાળક્રમે નાશવાન છે, આત્મસ્વરૂપ આત્મા જે જોઈ શક્તો નથી તે અવિનાશી છે અને પરમાત્માનો અંશ છે. વાત બધા મરમીઓ, ઓલિયાઓ, સૂફી દરવેશો એક અવાજથી કહે છે. કૃષ્ણ ભગવાન આત્મા વિશે કહે છે, “નૈનમ છિદન્તિ શસ્ત્રાણિ, નૈનમ દહતિ પાવકઃ

સ્વ ને શોધવાની વાત તો હજી આપણાથી ઉકેલાઈ નથી ત્યાં માયા એટલે શું શોધવામાં આપણે અટવાઈ જવાનું. માયા આપણામાં કેવી રીતે પ્રવેશે છે તેની રસપ્રદ વાત મેં એક સંતવાણીમાં સાંભળેલી. તેનો અખતરો મેં મારા બે વર્ષના પૌત્ર રાયન ઉપર કરી જોયો. મેં એક હાથમાં ચોકલેટ મૂકી બીજા હાથમાં લગભગ પચ્ચીસેક ડોલર મૂક્યા. મેં એને કહ્યું કે તું આમાંથી એક પસંદ કર. એણે તરત ચોકલેટ ઉપર પસંદગી ઉતારી. મેં એને ઘણો સમજાવ્યો કે જો પચ્ચીસ ડોલરમાં તને ....લી બધી ચોકલેટ મળશે. પણ ના એની પસંદગી પર ઠરી અને પચીસ ડોલર ફગાવીને એક ચોકલેટ લીધી. ચોકલેટ એનું Focus હતું. આનું નામ માયા. કદાચ એનો આરંભ ચોકલેટથી થાય છે, પછી રમકડં, પછી મોટાં રમકડાં, પછી…. આમ અવિરત ચક્ર ચાલુ થઈ જાય છે. આપણું Focus બદલાતું રહે છે અને આમાં આપણો સ્વ ક્યાંક અટવાઈ જાય છે.

સંતપુરૂષોએ માનવદેહને અમૃતકુંભ કહ્યો છે. કોઈકે એને નવદ્વાર નગરી પણ કહી છે. નવદ્વારોને રસ્તે જતાં, સ્વ ને ભૂલીને બાહ્યજગતની યાત્રામાં ખૂંપી ગયેલો માનવી વૃધ્ધ થાય છે ત્યાં સુધીમાં તો અમીરસનો કુંભ ખાલી થઈ ગયો હોય છે અને પોતે સુકાઈને બાવળ જેવો શુષ્ક નિષ્ક્રિય બની જાય છે.

લગભગ .. ૧૫૪૪ થી ૧૬૦૩ ના ગાળામાં આપણે ત્યાં ગુજરતમાં દાદૂ દયાલ નામે એક મહાત્મા થઈ ગયા હતા. કબીરની જેમ એમના પદો પણ તીવ્ર અને ધારદાર ચોટવાળાં છે. એક પદમાં એમણે લખ્યું છે,

ફૂટી કાયા જાજરી, નવ ઠાહર કાણી,

 તા મૈં દાદૂ ક્યોં રહૈ, જીવ સરીખા પ્રાણી?’

મતલબ કે દેહ હવે કમજોર બની ગયો હે, નવ ઠેકાણે કાણાંવાળા અમૃતકુંભમાંથી અમીરસ બાહ્ય જગતમાં ઢોળાઈ ચૂક્યો છે. જર્જરિત દેહ હવે જીવને રહેવા લાયક રહ્યો નથી.

મરમીએ શિવનેત્રને લક્ષ્મણરેખા બનાવી છે. એની નીચે જાઓ તો માયાદેવીનું સામ્રાજ્ય મળે. એની ઉપર જાઓ તો અવિનાશી પદ મળે, આત્માનું સામ્રાજ્ય મળે. પસંદગી આપણા પર છોડી છે. આપણી દ્વિધા છે. આપણે દશમદ્વાર (શિવનેત્ર) પર ખંભાતી તાળું લગાવીને બેઠા છીએ. માયાના આવરણ હેઠળ નવ દ્વારોને ખુલ્લાં મૂકી દીધાં છે, પછી આવી દશા થાય તો શું થાય એવો ભાવ અહીં દાદૂના પદમાં રજૂ થયો છે.

આધ્યાત્મિક અભિરુચિ વગરનું આપણુંમાત્ર ભૌતિક જીવન બડી તેજ રફતારથી Fast track પર જઈ રહ્યું છે, કોઈની પાસે સમય નથી. સ્વ ને ભૂલીને પોતાની જાતથી વેગળા થઈ ગયા છીએ. હવે slow track પર જવાની જરૂર છે, દરદીને આરામની જરૂર છે. શિવનેત્ર પર ઘડીક આંટો મારી આવવા જેવો છે. પરોઢિયે રંગીન નઝારામાં અરૂણોદય જોવા જેવો છે. (કિશોર દેસાઈ, જુલાઈ, ૨૦૦૯)

5 thoughts on “સંપાદકીય-૨ (કિશોર દેસાઈ)

 1. kishore desai–article is highly appreciated– what dadu said same kabir is telling: “મરમીએ શિવનેત્રને લક્ષ્મણરેખા બનાવી છે. એની નીચે જાઓ તો માયાદેવીનું સામ્રાજ્ય મળે. એની ઉપર જાઓ તો અવિનાશી પદ મળે, આત્માનું સામ્રાજ્ય મળે. પસંદગી આપણા પર છોડી છે. એ આપણી દ્વિધા છે. આપણે દશમદ્વાર (શિવનેત્ર) પર ખંભાતી તાળું લગાવીને બેઠા છીએ. માયાના આવરણ હેઠળ નવ દ્વારોને ખુલ્લાં મૂકી દીધાં છે, પછી આવી દશા ન થાય તો શું થાય એવો ભાવ અહીં દાદૂના પદમાં રજૂ થયો છે.”
  to work from bhumadhya and above– below is maya. very interesting spiritual article- thx

  Liked by 1 person

 2. ‘સ્વ ને ભૂલીને બાહ્યજગતની યાત્રામાં ખૂંપી ગયેલો માનવી વૃધ્ધ થાય છે ત્યાં સુધીમાં તો અમીરસનો કુંભ ખાલી થઈ ગયો હોય છે અને પોતે સુકાઈને બાવળ જેવો શુષ્ક નિષ્ક્રિય બની જાય છે…’
  ઉત્તમ ચિંતન
  મહાન માણસો પોતાના સ્વ-મહત્વથી કામ કરતા હોય છે સ્વ-મહત્વને પ્રભાવશાળી રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે સફળ જીવન માટેનું એક જરૂરી ઘટક બની જાય છે.. તે આત્મવિશ્વાસ જગાડે છે, સ્વ-મહત્વ તો જ આવશે જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો, અને તમારો તમારાં કામ પ્રત્યેનો મત પ્રામાણિક હશે. તમારી જાત ને પ્રેમ કરતા શીખો, તમારી જાતનું ધ્યાન રાખો, તમારી જાત ને સારી રીતે રાખો, આ રીતે તમે તમને મહત્વના અનુભવ કરી શકો છો.જો તમે તમારી જાતને પ્રેમ કરતા હોવ, તો બીજા ને પ્રેમ કરવું તમને સરળ લાગશે. તમને તમે પોતે મહત્વનાં લાગતા હશો, તો તમે બીજાને પણ એવો જ અનુભવ આપી શકશો. આપણે જે ઊંડે ઊંડે હોઈએ છીએ તે જ આપણે બીજાને અનુભવડાવી શકીએ છીએ. .

  Like

 3. વાત આપણે ધારીએ છીએ, કે આપણને ગૂઢ ભાષામાં કહેવામાં આવે છે – એટલી જટિલ નથી. સાવ સરળ છે.
  પણ… એ જ્ઞાનનો વિષય નથી – અનુભવનો છે; અને સતત અભ્યાસ અને જાગૃતિ માંગી લે છે.

  Like

 4. Heavy ! Very high lavel talk ! આત્માને પ્રેમ કરતાં કરતાં ક્યારેક સ્વ કેન્દ્રી સેલ્ફીશ બની જવાય છે તે વિચારવું જોઈએ . ઘણો અઘરો વિષય છે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s