ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૬


હીરાબેન રામનારાયણ પાઠક / હીરા કલ્યાણરાય મહેતા:

કવિ, વિવેચક. જન્મ વતન મુંબઈમાં. ૧૯૩૬માં મુખ્ય વિષય ગુજરાતી સાથે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૩૮માં ‘આપણું વિવેચન સાહિત્ય’ પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૩૮થી ૧૯૭૨ સુધી મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પરલોકે પત્ર’ કાવ્યસંગ્રહ માટે ૧૯૬૮-૭૨નો નર્મદ સાહિત્યચંદ્રક. ૧૯૭૦-૭૧માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક.

કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/કુન્દનિકા મકરંદ દવે, વાર્તાકાર, નવલકથાકાર. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

મકરન્દ વજેશંકર દવે: કવિ, ચરિત્રકાર, નિબંધકાર, નવલકથાકાર. ‘૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, જેવાં સામયિકો તથા વર્તમાનપત્ર ‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

પન્નાલાલ નાનાલાલ પટેલ: નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડ્યો. ૧૯૩૬માં ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ.. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત. દુષ્કાળનું આલેખન કરતી ‘માનવીની ભવાઈ’ તેમની કીર્તિદા કૃતિ છે.

રમેશ મોહનલાલ પારેખ: કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. ૧૯૫૮માં મેટ્રિક. આધુનિક સર્જક તરીકેની ખ્યાતિ ૧૯૬૭માં પામ્યા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.

ગુજરાતી કવિતાસાહિત્યમાં આગવી મુદ્રા પ્રગટાવતા સર્જક છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપોને ખેડ્યાં છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. સોનલને ઉદ્દેશીને લખાયેલા ગીતો તેમ જ મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે.

2 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૬

 1. સુ શ્રી હીરાબેનની તસ્વીર આજે જોઇ.ભણતા ત્યારે
  છેલ્લું દર્શન
  (છંદઃ પૃથ્વી)
  ધમાલ ન કરો જરાય નહિ નેન ભીનાં થશો
  ઘડી બ ઘડી જે મળી નયનવારિ થંભો જરા
  કૃતાર્થ થઈ લો ફરી નહિ મળે જ સૌંદર્ય આ
  સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો

  ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની
  ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ
  ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
  સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો

  ધમાલ ન કરો ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું
  રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય તે
  અખંડ જ ભલે રહ્યું હ્રદયસ્થાન તેનું હવે
  ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે

  મળ્યાં તુજ સમીપે અગ્નિ તુજ પાસ જુદાં થિયે
  કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
  -રામનારાયણ વિ. પાઠક ના આ કાવ્ય દ્વારા હીરાબેનના લગ્ન અંગે પૅરડી કાવ્ય બનાવતા.પછી અમારી નાદાનિયતનો અફસોસ થયો હતો
  સુ શ્રી કુન્દનિકાબેન -સાત પગલા કુદાવનારા અને મા મકરંદભાઇ અમારા આદર્શ.
  પન્નાલાલ સાથે તો જીવ મળેલા અને અમારા રપા -મોરારીબાપુના શબ્દોમા કાંઇક અગમ શક્તિના આશીસ પામેલા….
  બધાને યાદ કરી આનંદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s