સંપાદકીય-૪ (કિશોર દેસાઈ)


માર્ચ મહિનામાંહબલ ટેલિસ્કોપેઅંતરિક્ષના ઊંડાણમાં જઈ લીધેલી તસ્વીરો ખગોળશાસ્ત્ર્ને હવાલેરી ત્યારે આખું વિશ્વ આનંદ આશ્ચર્યથી અવાક થઈ ગયું. ખગોળશાસ્ત્રીઓ અને નાસાના વૈજ્ઞાનિકો માટે દિવાળીનું પર્વ ઉજવવા જેવી ઘટના હતી. પૃથ્વીનું પરિભ્રમણ કરી રહેલા હબલ ટેલિસ્કોપે અવકાશની અંદરના માત્ર એક જે વિસ્તારને કેન્દ્રસ્થ રાખી લગભગ એક મિલિયન સેકન્ડ એટલ ૧૧. દિવસ સુધી કેમેરાના લેન્સને ત્યાં સ્થગિત કરીને તસ્વીરો ઝડપી હતી.

વિજ્ઞાને સૃષ્ટિની ઉત્પત્તિ માટે જે theory આપી છે તેને Big Bang Theory કહેવામાં આવે છે. થીઅરી અનુસાર વિશ્વની ઉત્પત્તિ થઈ ત્યારે એક પ્રચંડ ધડાકો થયો હતો. તે વખતે સર્વત્ર ગાઢ અંધકાર છવાયેલો હતો. તારામંડળ, ગ્રહમંડળ કે આકાશગંગાનું અસ્તિત્વ ત્યારે હતું. પ્રચંડ ધડાકો થયા પછી આશરે ૩૦૦ મિલિયન વર્ષો બાદ તારલાઓ, ગ્રહો અને આકાશગંગાની ઉત્પતિનો આરંભ થયો હતો. બાઈબલમાં ઘટનાને રીતે વર્ણવી છેઃ

“In the beginning was the word and the word was with God and word was God.’ જ્યારે હિંદુ ધર્મમાં બ્રહ્મનાદ કે આકાશવાણીનો ઉલ્લેખ છે. પ્રચંડ ધડાકાનો ઉલ્લેખ છે.

એવો અંદાજ છે કે હબલ ટેલિસ્કોપે બ્રહ્માંડના નવા ક્ષેત્રમાં જીને જે તસ્વીરો લીધી છે વિસ્તારમાં લગભગ ૧૦,૦૦૦ જેટલીઅગાઉ જોવામાં આવેલી આકાશગંગાઓ (Galaxies) અસ્તિત્વમાં છે, અને તો માત્ર પૂર્ણચંદ્રના માત્ર દસમા ભાગના વિસ્તારમાં છે. તો વિચાર કરો સમગ્ર બ્રહ્માંડમાં આવી કેટલીયે આકાશગંગાઓ હશે? આપણી બુધ્ધિ કામ કરે એવી વિરાટની વાતો છે. ટૂંકમાં Big Bang પછી વિશ્વની ઉત્પત્તિ થઈ અને આજે એનું આયુષ્ય ૧૩. બિલિયન વર્ષનું મૂકવામાં આવે છે.

અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી, વિશ્વમાં જેનુ અસ્તિત્વ છે તેને વિજ્ઞાન શોધી કાઢે છે અને આપણી સમક્ષ રજૂ કરે છે. જે આજ સુધી આપણા માટે અજ્ઞાત હતું તે બહાર આવે છે. ઘણાં સંતપુરુષોએ વિશ્વની ઉત્પત્તિનાં જે આબેહૂબ વર્ણનો આપ્યાં છે તે જાણીને ઘણીવાર આશ્ચર્ય થાય છે. બાઈબલમાં ઈશુ ખ્રિસ્ત કહે છેઃ ‘In my father’s house are many mansions.’ અર્થાત મારા પરમપિતાના ઘરમાં અનેક ખોરડાંઓ છે. ઈશુ જેવા આદમી જ્યારેપરમ્પિતાનું ઘરઅનેખોરડાંની વાત તો હોયને? સંત કવિ કબીરે પણ આવાં ખોરડાંઓની વાત ઈશુ કરતાં પણ વધારે વિસ્તારથી એન એક પદકર નૈંનો દિદાર મહલમેં પ્યારા હૈમાં વર્ણવી છે. આખ વિશ્વની ઉત્પત્તિની વાત એમાં એણે જે વિસ્તારથી કરી છે તે ખૂબ દિલચસ્પ છે. અલબત્ત, કબીર આશ્યાત્મિક દ્ર્ષ્ટિકોણથી વાત સમજાવે છે. જે જાણકારી આપણને આજેહબલ ટેલિસ્કોપદ્વારા મળી રહી છે એનો અણસાર આજથી લગભગ પાંચસો વર્ષો પહેલાં કબીરને આવ્યો હતો તે જાણીને અચરજ થાય છે. કબીરે પરમપિતાના ઘરનાં અનેક ખોરડાંઓનાં નામ આપ્યાં છે તેમાં સહસ્રદલ કમલ, ત્રિકુટી, બંકનાલ, દસવાં દ્વાર, મહાસુન્ન, ભંવર ગુફા, સતનામ અને અગમલોક જેવાં નામોનો ઉલ્લેખ કર્યો છે. કબીર કહે છે ખંડ બ્રહ્માંડોનું સર્જન પરમાત્માએ કર્યું છે. આપણો આત્મા પરમાત્માનો અંશ છે. જો એકાગ્રતાપૂર્વક સાધના કરવામાં આવે તો આત્માની સફર ઉર્ધ્વગાંઈ બને છે અને આત્મા ખંડબ્રહ્માંડોમાંથી પસાર થઈને પરમાત્માનાં દર્શન કરે છે. હબલ ટેલિસ્કોપે મોકલેલી તસ્વીરોમાં બ્રહ્માંડમાં લાલિમા ધરાવતી અનેક આકાશગંગાઓ નજરે પડે છે. કબીર એના પદમાં આના અનુસંધાનમાંલાલ બરન સૂરજ ઉજિયારાજેવા શબ્દપ્રયોગ કરે છે. વીજ્ઞાનિકો Black Hole નું જે વર્ણન કરે છે તેને કબીર પોતાના પદમાં મહાસુન્ન, ભંવરગુફા, બંકનાલ વગેરે શબ્દોમાં વર્ણવે છે. Black Hole બ્રહ્માંડનો એક એવો પટ્ટો છે જ્યાં ગાઢ અંધકાર સિવાય બીજું કશું નથી. કબીરનુંમહાસુન્નતે વૈજ્ઞાનિકનુણ Black Hole.

અખિલ બ્રહ્માંડની અંદર વિશાળ પાયા પર જે તેજોમય હલચલ થતી રહે છે અને નયનરમ્ય રંગોથી આચ્છાદિત બ્રહ્માંડના સૂર્યમંડળો વિકસતાં રહે છે તેને આપણે વિજ્ઞાનની મદદથી જોઈ શકીએ છીએ. પરમ પદને પામેલા કબીર જેવા સંતપુરુષો આધ્યાત્મિક સાધના વડે બ્રહ્માંડના વિસ્તારનું આનાથી પણ વધારે રોમાંચક સૌંદર્ય જુએ છે અને એનું આબેહુબ વર્ણન પણ કરે છે, જે વિજ્ઞાને મેળવેલી માહિતીને મળતું આવે છે. બધી ગૂઢ વાતો છે. જેનો પાર પામવા માટે સંયમપૂર્વકની સાધના અને પુરુષાર્થ જરૂરી છે. અને આવાં બીજાં કોઈ કારણસર નહીં તો યે માત્ર કુતુહત ખાતર પણ કબીરજીનું પદ મેળવીને વાંચવા જેવું છે.

સુન્દરમ પણ ગૂઢ વાતોને કોઈ કામિલ મુર્શીદ અર્થાત કોઈ દરવેશ પાસેથી જાણવા માગે છે. ‘કંઈ વાત કહોકાવ્યમાં કવિ સુન્દરમ લખે છેઃ

તમારા કિયા દેશ દરવેશ

હો અવધૂત, દોયો કો અણસુણ્યો આદેશ

દુનિયાના નવે ખંડથી

દશમ ખંડ શું ન્યારો?

જગ કેરા ખટરસથી શું

સપ્તમ રસ કો પ્યારો?

તમોએ પીધો પરમ રસ ખરો?

અરે કંઈ વાત કહો દરવેશ !

એવું લાગે છે કે સુંદરમે આવો દશમ ખંડ જોયાની અનુભૂતિ કરી હશે. કારણ કે આવી ગૂઢ વાતોને નર્યો બકવાસ માનતા લોકોને પડકાર ફેંકતાં સુંદરમ પોતાના એક કાવ્યમાં ખે છેઃ

દેખાતું નૈં તેથી નૈં

વાતના સૈ, ના સૈ, મારાભૈ,

દેખાતું નૈ તેથી નૈં.

અગમઅગોચરની વાતોને આપણ આપણી બુધ્ધિ (Intellect)ના ત્રાજવે તોળીએ છીએ. આપણી બુધ્ધિ મર્યાદિત છે અને બધી તો શ્રધ્ધાની વાતો છે. ગાંધીજી કહેતા કે જ્યારે બુધ્ધિની હદ આવી જાય છે ત્યારે શ્રધ્ધાનો આરંભ થાય છે.

હબલ ટેલિસ્કોપઆપણને કહે છે, ‘મેં સર્જનહારની સૃષ્ટિના દશમ ખંદમાં પહોંચી જઈને એની લીલા નજરોનજર જોઈ છે. તસ્વીરો એનો હાજરાહજૂર પુરાવો છે.’ કબીર, નરસિંહ અને ઈશુ જેવા અનેક ઓલિયાઓએ અનુવેલાં બ્રહ્માંડનાં ગૂઢ રહ્સ્યો વિશે સંશય કરવા નેવો નથી એમ હબલ ટેલિસ્કોપઆપણને કહે છે. હબલ ટેલિસ્કોપ તો સુન્દરમનો દરવેશ નહીં હોય ને?

કિશોર દેસાઈ

3 thoughts on “સંપાદકીય-૪ (કિશોર દેસાઈ)

 1. kishore bhai has described through Hubble telescope- Christ- Kabir and sunderam work..i append below website for readers to read what all kabie has said in Shabd (hymn): – “Kar nainon deedaar mahal mein pyaara hai”
  http://www.supremeknowledge.org/kar-naino-didar.php
  and those who are further interested in spiritual listening of baba hazoor saheb video : Kabirdas Kar naino deedar mahal mey pyara haiy
  must listen 1 hour – same work with explanation:

  if some one listen i will be very happy…

  Liked by 1 person

 2. True-‘ Our Satlok is beyond Pind (body) and And (brahmand). After going there, the soul attains complete salvation’ કબિરની અદભૂત વાણી…બધા શાસ્ત્રોનો સાર
  અમને ગમતું ભજન
  પાની મેં મીન પિયાસી, મોહિ સુન સુન આવત હાંસી.

  આતમ જ્ઞાન બિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી,
  જૈસે મૃગા નાભિ કસ્તુરી, બન બન ફિરત ઉદાસી … પાની મેં

  જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં, તા પર ભંવર નિવાસી,
  સો મન બસ ત્રિલોક ભયો હૈ, યતી સતી સંન્યાસી … પાની મેં

  જાકો ધ્યાન ધરે વિધિ હરિહર, મુનિજન સહસ અઠાસી,
  સો તેરે ઘટમાંહી બિરાજે, પરમ પુરૂષ અવિનાશી … પાની મેં

  હૈ હાજિર તોહિ દૂર દિખાવે, દૂરકી બાત નિરાસી,
  કહે કબીર સુનો ભાઈ સાધો, ગુરૂ બિન ભરમ ન જાસી … પાની મેં
  – સંત કબીર
  પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે માછલી પાણીમાં રહેતી હોવા છતાં તરસી છે એ વાત સાંભળીને જેમ હસવું આવે એવી જ રીતે જીવ પરમાત્માનો અંશ હોવા છતાં, ઘટ ઘટમાં રમી રહેલ પરમાત્માને પામી શકતો નથી અને સાંસારિક વિષયોમાં ફસાય છે એ જોઈ મને હસવું આવે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે પણ તે આખા જંગલમાં દોડી દોડીને તેને શોધે છે તેમ સ્વરૂપની અનુભૂતિ ન હોવાથી માનવ પણ કાશી મથુરા જેવા તીર્થસ્થાનોમાં તેની ખોજ કરે છે. જળની વચ્ચે કમળ ઊગે છે અને તેની પર ભ્રમર ફરે છે તેવી જ રીતે આ ત્રિલોકમાં વસીને માનવ – પછી તે યતિ હોય, સતી હોય કે સંન્યાસી હોય, એનું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ તથા અગણિત મુનિજનો જેને સેવે છે તે અવિનાશી પરમાત્મા તો આપણા હૃદયમાં વિરાજમાન છે. તેને ઓળખવાની કોશિશ કરો. એ નજીક હોવા છતાં દૂર માલૂમ પડે છે, અને દૂર હોવાની વાતને કારણે માનવને એની શોધમાં નિરાશા સાંપડે છે. અંતે કબીર સાહેબ કહે છે કે ઈશ્વર પોતાના અંતરમાં વિરાજેલ છે, અને તેના સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ ગુરુ વિના મળવો મુશ્કેલ છે.

  Like

 3. જે પ્રશ્ન આ મોટા મોટા વિજ્ઞાનીઓ અને ફિલોસોફરો અને સન્ત અને આપણાં જેવાં સૌને સતાવી રહ્યો છે , બસ એ જ પ્રશ્ન એક ચાર વર્ષના બાળકનો પણ છે: એટલે કે ભગવાનની બાબતમાં આપણે એક બાળક જ રહેવાનાં ! અમારી ચાર વર્ષની પૌત્રી ( દોહિત્રી )એ દેવસ્થાનમાં ઘન્ટડી વગાડતાં પ્રાર્થના કરતાં ઇંગ્લીશમાં કહ્યું :“ We don’t know what language you speak : Gujrati or English , and do you really live here ( at nani’s home )or my Dada Ba’s ? Do you like birthday cake or લાપસી ? “
  નાના બાળકના આ પ્રશ્નો : સૌને મૂંઝવે છે.. and it will be the same even after all the Hubal telescopes in the world..Amen!Jay Shree Krishna

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s