ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૮


એમ કહેવાતું કે “જગન મહેતા ક્લિક્સ વન્સ’” એ તેમની ખુમારી અને એ તેમનો આત્મવિશ્વાસનો પરિચય છે. એકસાથે ધડાધડ ક્લિક કરવાના ડિજિટલ યુગમાં, ફ્લેશ વિના ઉત્તમ તસવીરો લેનાર જગનદાદા ખરા કેમેરાના કસબી કહેવાય.

આઝાદીની ચળવળમાં સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જક અને ગાંધીજીની અલભ્ય તસ્વીરકાર જગન એક ભેખધારી તસ્વીર કલાકાર તરીકે જીવનના છ દાયકા સુધી ફોટોગ્રાફી કરી ફોટોગ્રાફીમાં નામના મેળવી હતી. તેમણે એક ગુજરાતી તરીકે ફોટોગ્રાફી કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું  છે. ભારતના ૫૦ વર્ષના ઈતિહાસની ફોટોગ્રાફી કરી, શ્રેષ્ઠ તસવીરોમાં સ્થાન મળે તેવી તસવીરોનું સર્જન કરી વિશિષ્ઠ સ્થાન મેળવ્યું છે.

આજે જગન મહેતાએ પાડેલી ગાંધીજીની તસ્વીરો રજૂ કરૂં છું.

૧૯૩૮ માં હરિપુરાના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની તસ્વીર છે. ગાંધીજી એમના મંત્રીઓ મહાદેવભાઈ દેસાઇ અને પ્યારેલાલ (ડો. સુશીલા નાયરના ભાઈ) સાથે એમનો સવારના ચાલવાનો ક્રમ પતાવવા સાથે રાજકીય મુદ્દાની ચર્ચા કરતા જણાય છે.

સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન સાથે, મનુ ગાંધી અને આભા ગાંધીના ખભે હાથ મૂકી ગાંધીજી વહેલી સવારે એમનો ચાલવાનો નિત્યક્રમ પતાવવા નીકળ્યા ત્યારની તસ્વીર છે. વિશ્વ પ્રસિધ્ધ તસ્વીરનો ઈતિહાસ જગન મહેતાના શબ્દોમાં કંઈક આવો છે. “ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્‍નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.”

ગાંધીજી સતત પ્રવાસમાં રહેતા. જે ગામમાં રાત રોકાવાના હોય ત્યાં સાંજની પ્રાર્થના કરતા. ગામવાસીનો એમના માટે કામચલાઉ મંચ તૈયાર કરી લેતા. વીજળીની સગવડ હોય ત્યાં પેટ્રોમેક્ષથી કામ ચાવી લેતા. લાઉડસ્પીકર વગર પણ લોકો શાંતિ રાખી એમને સાંભળતા. ૧૯૪૭ માં ઓકરી ગામની પ્રાર્થના સભાની તસ્વીર છે.

૧૯૩૧ માં ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાન્ત સમારંભમાં મુખ્ય અતિથી તરીકે ગાંધીજીએ હાજરી આપી હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી.

3 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૮

  1. આપના સુંદર વિવેચન સાથે કલા માણવાની વધુ મઝા આવી

    .આપની આ વાત-‘ ૧૯૩૮ માં હરિપુરાના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની આ તસ્વીર છે. ગાંધીજી એમના મંત્રીઓ મહાદેવભાઈ દેસાઇ અને પ્યારેલાલ (ડો. સુશીલા નાયરના ભાઈ) સાથે એમનો સવારના ચાલવાનો ક્રમ પતાવવા સાથે રાજકીય મુદ્દાની ચર્ચા કરતા જણાય છે.”
    નૉસ્ટેલજીક યાદ આવે.અમારા આજાબાપા કડોદ રહેતા તેમની સાથે કોકવાર હરિપુરા જવાનું થાય ત્યારે આ અધિવેશનની વાત અવશ્ય નીકળે. હરિપુરા કોંગ્રેસ અધિવેશનમા સુભાષચંદ્ર કોંગ્રેસપ્રમુખ બન્યા અને જગનજી ના કેમેરા ની કમાલની પણ વાત કરતા.બધા માનતા કે જો સુભાષચંદ્ર વડાપ્રધાન બન્યા હોત તો ભારતની વધુ પ્રગતિ થ ઇ હોત !

    જગનજી ૯૨મી વર્ષગાંઠ બાદ થોડા દિવસમાં ખબર આવ્યા કે તેઓ ગયા………………

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s