“મને તો મારો ફોટો લેવાય એ પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે.” ગાંધીજીનાઆશબ્દોજગજાહેરછે. આવાસંજોગોમાં ૧૯૪૭ ના માર્ચ મહિનાના છેલ્લાઅઠવાડિયામાં ગાંધીજી જ્યારે બિહારના જહાનાબાદમાં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે બાદશાહખાનઅનેમૃદુલાસારાભાઈસાથેફરતા હતા, ત્યાર લીધેલી જગનદાદાની તસવીરો વિના કોઈ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય. ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો હતો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’ ગાંધીજી અંગેની આ ફોટોગ્રાફીએ જગનભાઈને ખૂબ જ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવ્યાં
‘પ્રકાશનો પડછાયો’ શીર્ષકવાળી આ તસવીરમાં ગાંધીજી મનુ ગાંધીના ખભે હાથ મૂકી વહેલી સવારે પદયાત્રા કરી રહ્યા છે અને તેમની સાથે જ સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફફારખાન પણ જોડાયા છે. ડો. સૈયદમહમ્મદનાબંગલનાકંપાઉંડમાં૨૪મીમાર્ચ, ૧૯૪૭નાપાડેલીઆ તસવીરે તો સમસ્ત જગતનું ધ્યાન ખેંચ્યું છે. પડછાયા આગળ છે એટલે સુર્યોદય પાછળ છે. સૂર્યની સામે ઊભા રહીને આટલી સ્પષ્ટ તસ્વીર એ સમયના ઉપલબ્ધ કેમેરાથી લેવી એ જગન મહેતા શિવાય કોણ કરી શકે?
તા. ૨૩મી માર્ચ ૧૯૪૭ ની સવારે જગન મહેતાએ જોયું કે એક અંધ ભિક્ષુક ગાંધીજીના ઉતારા બહાર ઊભો ઊભો તુલસીદાસજીની ચોપાઈ રટતો હતોઃ ‘અબ રામ કબ મિલેગેં?’ એ એનો હાથ પકડી એને અંદર લઈ ગયા. એ દિવસે ભીખમાં એને જે કંઈ મળ્યું હતું તે બધું જ તેણે ગાંઘીજીના ચરણમાં ધરી દીધું-પેટપૂજા માટે પણ તેણે કશું રાખ્યું નહીં. આવું પાવક દૃશ્ય ક્યાં જોવા મળે? એમણે એની તસવીર લઈ લીધી.
એક જગાએ ખૂબ પાણી ભરાયું હતું અને ત્યાં લાકડાં રોપી કામચલાઉ પુલ જેવું બનાવવામાં આવ્યું હતું-એક જ માણસ તેના પર થઈને ચાલી શકે એવું. બાપુ એ પુલ પર થઈને ચાલ્યા-જગનમહેતાને એ પુલ હિંદુમુસલમાન એકતાના દુર્ગમ પથ જેવો દેખાયો. એમણે અમૂલ્ય ઘડીની તસવીર લઈ લીઘી.
‘કેમેરાના કવિ’ તરીકે ઓળખાતા જગન મહેતા ફોટોગ્રાફીયાત્રા તેઓ ૧૦-૦૨-૨૦૦૩મા અવસાન પામ્યા ત્યાં સુધી અવિરતપણે ચાલુ રહી હતી. નાદુરસ્ત તબિયતે પણ તેમણે તસવીરો પાડી હતી.ગાંધીજીની છેલ્લી બિહારયાત્રામાં કોમી આગ બુઝાવવા કેવી કષ્ટભરી પદયાત્રાં કરી; અને એ તારાજી-ભાંગફોડ નિહાળતાં કેવી મનોવ્યથા અનુભવી અને તે દરમિયાન ચહેરા પરના પલટાતા ભાવો, વગેરે કેમેરા દ્વારા તેમણે ખૂબ સૂક્ષ્મતાથી ઝડપ્યા તે તસ્વિરોનું એક મહામોલું નજરાણું બન્યું.
.મા દાવડાજીએ આ તસ્વિરોનું સુંદર રસદર્શન કરાવ્યું તે બદલ ધન્યવાદ
આંગણા વગર આ તસ્વીરો જોવા ન મળતે! ભૂલાયેલો ભૂતકાળ પાછો ભાલપર સળવળ્યો!
LikeLiked by 1 person
દાવડાસાહેબ, ધન્યવાદ. ખુબ સરસ તસ્વીરોને રજુ કરી.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
હર હંમેશની જેમ આજે પણ કહીશ કે આવી વિરલ તસ્વીરોનો લાભ આંગણાના વાચકને આપવા માટે ધન્યવાદ.
આને તો અમૂલ્ય ખજાનો કહેવાય.
LikeLike
yes davda saheb,
we appreciate your untiring efforts to collect such pearl from ocean for your family members of AAngana.
many thx