આવો મિત્રો વાતું કરીએઃ (અંતિમ)


રીતરિવાજ

આ છેલ્લા હપ્તામા આપણે કેટલાક રિતરીવાજોમા આવેલા બદલાવ વિષે વાત કરશું.

સૌથી મોટો ફેરફાર આવ્યો છે છૂત- અછૂતની બાબતમા. ૧૯૪૫ સુધી તો મને યાદ છે કે મારે સંડાસ જ્વું હોય તો એના માટે ખાસ અલગ રાખેલા વસ્ત્રો પહેરીને જવું પડતું. નીકળીને પાછા બાથરૂમમા એ વસ્ત્રો અલગથી મુકી રાખી, રોજીંદા વસ્ત્રો પાછા પહેરી લેવા પડતા. હરિજનોને અડી જવાય તો નહાવું પડતું. માસિક ધર્મ પાળતી સ્ત્રીને ભૂલથી અડી જવાય તો પહેરેલા વસ્ત્રો સાથે નહાવું પડતું. માસિક ધર્મ પાડતી સ્ત્રીઓ ચાર દિવસ માટે અછૂત બની જતી, એને ખૂણો પાડવો પડતો, એના જમવાના વાસણો અને સુવાની પથારી પણ અલગ રહેતી. લગભગ આવી જ રીતે સુવાવડી સ્ત્રીને ૨૧ દિવસ અથવા ૪૦ દિવસ સુધી રહેવું પડતું. આજે આમાનું કંઈપણ અસ્તિત્વમા નથી.

ગ્રહણ લાગે તે પહેલા બધો રાંધેલો ખોરાક ફેંકી દેવામા આવતો, બધું પાણી ઢોળી દેવામા આવતું. ગ્રહણ દરમ્યાન ભજન કીર્તન થતા અને ગ્રહણ છૂટ્યા બાદ નહાઈને પછી જ ખાવા પીવાનું શરૂ થતું. આજે આમાનું કંઈ પણ અસ્તિત્વમા નથી.

બેસતા વર્ષને દિવસે દૂર દૂર સુધીના વડિલોને પગે લાગવા જવાનો રીવાજ હતો. એક દિવસમા આમ કરવું શક્ય ન હોય તો એક અઠવાડિયામા પણ આ ફરજ નિભાવવી પડતી. આજે બે ચાર વડિલોને પગે પડી બાકીના લોકોને મોબાઈલ પર જ પ્રણામ કરી લેવામા આવે છે.

અડોસ પડોસમાંથી જરૂરી ચીજો ઉધાર લેવામા આવતી અને ટુંકા સમયમા પાછી આપી દેવામા આવતી, આને વાટકા વ્યહવાર કહેવાતો. ફલેટમા રહેવાવાળા હવે નાની નાની વાતો માટે પડોસીની ડોરબેલ વગાડતા નથી.

નવરાત્રી દરમ્યાન ઘરોમા અડોસ-પડોસની અને સગાં-સંબંધીઓની સ્ત્રીઓ માટે સાંજે રાસગરબાના કાર્યક્રમો યોજાતા અને કાર્યક્રમને અંતે લહાણીમા ભેટ વસ્તુઓ અપાતી. આજે આ પ્રથા પણ દેખાતી નથી.

નવરાત્રી દરમ્યાન નાની નાની છોકરીઓ પેટેલા દીવા સાથેનો ગરબો માથે મૂકી, એક એક ઘરના ઊંબરે “નામ શું?” કહીને ઊભી રહેતી. ઘરના લોકો નામ કહે એટલે પોતાના ભાઈને લાડ કરાવતી હોય એવા શબ્દોવાળા ગરબા ગાતી. બદલામા ઘરના લોકો બધી છોકરીઓને ગરબામા તેલ પૂરી આપતા અને એક આનો બે આના ભેટમા આપતા. દર વર્ષે સાંભળીને મને એક બે ગરબાના શરૂઆતના બોલ યાદ રહી ગયા છે, “એક દડો ભાઈ બીજો દડો ને ત્રીજે ચોથે હારજો…” અથવા “એકના એકવીસ રે ગોરી ગરબો આવ્યો, બેના બાવીસ રે ગોરી ગરબો આવ્યો..”

આજે આ છોકરીઓ જાય તો કદાચ તેમને માગવા વાળાની કક્ષામા મૂકવામા આવે.

કોઈના ઘરમા પણ પાપડ વણવાનો કાર્યક્રમ હોય તો અડોસ-પડોસની સ્ત્રીઓને આમંત્રણ અપાતા અને પાપડ વણવા માટે આવેલા મહેમાનોને ચા-નાસ્તો કરાવી અને થોડા પાપડ ભેટમા આપવામા આવતા.

લીજ્જ્ત પાપડ આવ્યા પછી ઘરમા પાપડ વણવાનું લગભગ બંધ જ થઈ ગયું છે.

મરણ પ્રસંગે સાદડી ઓછામા ઓછી ત્રણ દિવસ ચાલતી; વહેલી સવારથી સુર્યાસ્ત સુધી લોકો મળવા આવતા. સાદડીમા બીડી-માચીસ અને વર્તમાન પત્રો રાખવામા આવતા. સ્ત્રીઓ કાળા સાદલા પહેરી, મરનારના ઘરે જઈ રડતી, અને પછી આશ્વાસના બે શબ્દો બોલી પાછી જતી. ૨૦-૨૫ વર્ષ પહેલા આમા સુધારો કરી, ચાર કલાકની પ્રાર્થના સભાઓ રાખવામા આવી. થોડા વર્ષો બાદ સમય ઘટાડીને બે કલાકનો અને ત્યારબાદ એક કલાકનો કરવામા આવ્યો. આજ કાલ મરણનોંધમા પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યહવાર બંધ છે એમ પણ જોવા મળે છે.

આમાના મોટાભાગના રિતરીવાજ આજે લુપ્ત થઈ ગયા છે. એ સમયે સમાજને એક સૂત્રમા બાંધી રાખવા કદાચ એ જરૂરી હશે, આજે ઘણા બધા સારા substitute મળી ગયા છે, અને જૂના રિતરીવાજ બિન જરૂરી સાબિત થયા છે.

પેઢી દરપેઢી આવતા સામાજીક પરિવર્તનની નોંધ આટલા ટુંકાણમા લેવી શક્ય નથી. મેં માત્ર અત્યારની પેઢીને એમના દાદા-દાદીનો જમાનો કેવો હતો તેની ઝાંખી આપવા પ્રયત્ન કર્યો છે.

(ઉપર મેનુમાં Home બટન ઉપર ક્લીક કરી Home પાના ઉપર જાવ. એ પાના ઉપર જમણી બાજુ Follow લખ્યું છે એની ઉપર ક્લીક કરો. તમે દાવડાનું આંગણુંના સભ્ય બની જશો. તમને ઈ-મેઈલ દ્વારા આંગણાંની ગતિવિધિઓની જાણ કરવામાં આવશે. આવતા ગુરૂવારથી આંગણાંમાં શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટની નવલકથાના હપ્તા શરૂ થશે.)

4 thoughts on “આવો મિત્રો વાતું કરીએઃ (અંતિમ)

 1. જુના રીત રિવાજો ઉપરનો તમારો આ લેખ અમદાવાદમાં સવારની ચા પીધાબાદ બાને વાંચી સંભળાવ્યો .. અને ઓહહો! કેટલી બધી ભૂલી વિસરાયેલી વાતો બાના મુખે સાંભળવા મળી : પતિના મૃત્યુ બાદ વિધવા સ્ત્રીના વાળ ( એ સૂતકી વાળ છે એમ કહીને ) ઉતારી લેવડાવતાં .. ક્યારેક બાના દીકરાઓ વિરોધ કરે પણ માં પોતેજ એવું કરવા આગ્રહ રાખે .. અને બધા કહેવાતા ઘરડા વડીલો પણ છોકરાઓને ચૂપ કરીદે .. ( ઘરડો બીજી વાર ઘોડે ચડે પણ યુવાન સ્ત્રીને નસીબે તો વૈધવ્ય જ !!) ( અમારા કુટુંબના નજીકના સમ્બન્ધીઓ એ પણ એવું કર્યું છે..) Interesting topic..

  Like

 2. રિવાજોમાં સમય અને સંજોગો મુજબ બદલાવ આવે છે,આવવો જરૂરી પણ છે,પરંતુ જુના રીવાજો નક્કામાં હતા તેવું માનવું ભૂલભરેલું છે.કેટલાક (વધુ ભાગેના) રીવાજો લોકો એ તેનું ખોટું અર્થઘટન કરીને બગાડી મુક્યા હતા,રજસ્વલા ગૃહિણીને આરામ મળી રહે તે માટે જે નિયમો પાળવામાં આવતા હતા તેને વિકૃત સ્વરૂપ આપવવામાં આવ્યું અને એક સ્વાભાવિક પ્રક્રિયામાં થી પસાર થતી સ્ત્રીને હડધૂત કરવાની પ્રથા શરુ થઇ.પૂજા અર્ચનની રીતો ગોર મહારાજાઓએ ધન ઉપાર્જન માટે કોમરસીઅલ બનાવી દીધી.( મારે ઘેર સત્યનારાયણ ની કથા કરી ત્યારે ગોર મહારાજ ખે ‘પત્રમ પુષ્પમ તોયમ’ જે આપો ઇ ચાલશે .હું ત્યારે ૧૫ વરસનો એટલે મેં કહ્યું ;તો પછી મહારાજ પાણી પી ને હાલતા થાવ- મારા બાપાએ મને લાફો માર્યો હતો). ટુંકમાં મારો કહેવાનો હેતુ એ છે કે રીવાજો માં ફેરફાર જરૂરી છે પણ જુના રીવાજો (બધાજ) ખોતાકે બિન જરૂરી નહાતા.

  Liked by 1 person

 3. davda saheb,
  once again very concisely you explained all most all old time rivaj, and also changed rivaj also you covered- like after death even no besana- people wish on now whats app: “RIP” “Hari Om” or like that. electric crematorium is accepted now- in my college service i made as social project one crematorium- we called incinerator – where like railway line- on one trolley body was kept for social rituals and then was sided in close cement dome – idea was to save wood- but was not accepted widely in 1980’s- but now its all accepted. its time- wee have to accept.

  Liked by 1 person

 4. જુના રીત રિવાજો અંગે મા દાવડાજીનું મનનીય ચિંતન
  . “પાપ કે પુણ્ય જેવું અહીં કશુંયે નથી માત્ર નિતીના મુલ્યાંકનો છે જુદા,
  ખુદ સમજી લે મન તારા કર્મો થકી તું ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે.” “શુન્ય”
  “old is a Gold” દુકાનદારો પણ બોર્ડ મારે છે “જુના અને જાણીતા” મતલબ કે લોકોને જુનામાં રસ છે . અહીં જુના અને જાણીતા લખવાનો અર્થ લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કરે છે.રીત રિવાજો એક મોટા સમુહે જીવન જીવવાના સર્વાઈવલ સ્ટ્રેટેજી તરીકે અપનાવેલા તરીકા માત્ર છે. સ્થળ, કાળ અને વાતાવરણ પ્રમાણે આમાં પણ ફેરફાર થયે જ જતા હોય છે.

  ન ગમ્યો શબ્દ અંતિમ…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s