ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૦


બિહાર દંગા દરમ્યાન અમથુવા અને બેલા નામના ગામોમાં મસ્જીદોને નુકશાન કરવામા આવ્યું હતું. ગાંધીજીએ પગપાળા એ ગામોમાં જવાનું નક્કી કર્યું. રસ્તા ખાબડખુબડ હતા. સાથે વયોવૃધ્ધ ખાન અબ્દુલ ગફારખાર અને મૃદુલા સારાભાઈ, મનુ ગાંધી વગેરે હતા. ૨૭ મી માર્ચ, ૧૯૪૭ ના ગાંધીજી ત્યાં પહોંચી ગયા. તસ્વીરમાં રસ્તાની હાલત દેખાય છે.

શાંતિયાત્રા દરમ્યાન જેહાનાબાદ જીલ્લાના અબદુલ્લાચક ગામમાં એક મુસ્લીમ મહિલાએ મૃદુલા સારાભાઈને અને ગાંધીજીને કહ્યું, દંગામાં મારા પતિ અને બાળકોને દંગાખોરોએ મારી નાખ્યા છે. ગાંધીજીની આંખોમાં આંસુ સરી પડ્યા.

ઝુલ્ફીપુર નામના એક ગામમાં મુસલમાનોને મારીને એમના શબ એક નાના દુવામાં નાખી દેવામાં આવ્યા હતા. તસ્વીરમાં જે ઘર દેખાય છે એક મધ્યમવર્ગી મુસલમાનનું ઘર હતું, જેમાં તોડફોડ કરવામાં આવી હતી. ગાંધીજીના મનમાં કૂવો જોઈને શું વિચાર આવ્યા હશે એની તો હું કલ્પના પણ કરી શકતો નથી.

સાંજે ગાંધીજી ઓકરી નામના ગામમાં પહોંચ્યા અને પ્રાર્થના સભામાં મુસલમાનોને બોલાવ્યા અને શાંત્વના આપી. એમણે કહ્યું કે માણસ જ્યારે રાક્ષસ બની જાય ત્યારે આવું બની શકે. ફોટામાં બાદશાહખાનની બંધ આંખો અને ચહેરાના ભાવ જોઈને આજે પણ ધ્રૂજી જવાય છે.

2 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૦

  1. સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જકે ઇતિહાસની ગાથા તસ્વિરોમા કંડારી તે મા દાવડાજીની સમજુતીથી વધુ સમજાઇ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s