પડછાયાના માણસ ……..!
(“પડછાયાના માણસ” – ૬૦ના અને ૭૦ના દાયકાની અંદર આકાર લેતી લઘુનવલ છે કે જેમાં એ સમયની નાવીન્ય તરફ ઝડપથી ગતિમાન અને ધરમૂળથી બદલાતી સમાજ, કુટુંબ અને શૈક્ષણિક વ્યવસ્થાના પ્રતિબિંબો ઝીલવામાં આવ્યા છે. ઓરીજીનલી આ નવલકથા ૧૯૭૬માં લખી હતી પણ, આજના સંદર્ભમાં આ નવલકથા ૨૦૦૫ સુધી આગળ વધારીને થોડા સુધારા સાથે અહીં રજુ કરતાં એક અદભૂત રોમાંચ થાય છે. પહેલો પ્રણય સમય, કાળ અને સ્થળની સાથે એક પડછાયો બની સતત સાથે રહે છે, જે કાળ રૂપી સૂરજની સાથે લાંબો કે ટૂંકો થતો રહે છે, અને રાત આવતાં આ પડછાયો કાયમ માટે વિલીન થાય છે. આશા છે કે આ કથાના ત્રણ મુખ્ય પાત્રો અને પાંચ સપોર્ટીંગ પાત્રો આપના મન અને હ્રદયના કોઈ ખૂણાને સ્પર્શી શકે. આપ સમક્ષ આ લઘુનવલ મૂકતાં અત્યંત આનંદ તો અનુભવું જ છું પણ એ સાથે, મારા માટે આ વિનમ્રતાનો અનુભવ- humbling experience-છે. આગોતરા આભાર માની આપ સહુને આ કથા વાંચવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું.- જયશ્રી વિનુ મરચંટ)
મનની વાત કહેવાની અનોખી રીતમાં આ નવલકથા સૌને ખેંચી રાખશે જરુર ! સરસ શબ્દોથી આ નવલકથાને શણગારાઈ છે. છેલ્લે મુકતક (ગાલગાગા,ગાલગાગા,ગાલગા) મૂકીને જયશ્રીબેને કમાલ કરી છે! આવતા ગુરુવાર સુધીની રાહ જોવી મારા માટે અઘરી બની રે’શે!
LikeLiked by 4 people
”મારે તો ફ્ક્ત સફરનો જ આનંદ લેવો હતો, મારે ન તો ક્યાંય પહોંચવું હતું કે ન તો કોઈનેય કશુંય બતાડવું હતું. મારા લગ્નજીવનની મુસાફરીનો આરંભ જ દ્રુતવિલંબીતમાં થયો પણ અંત, આમ અને આટલી ત્વરાથી?”
કારુણ્ય નો રંગ જમાવતી જયશ્રીબેન ની લઘુનવલ ની શરૂઆત સારી થઇ છે. વાચકને હવે શું થશેની ઈન્તેઝારી અને પકડ જમાવતી લેખન શૈલી ધ્યાન ખેંચે છે.
“કેટલું આમ બાકી રહી જશે, શી ખબર?
આંખ બોલ્યા વિના વહી જશે, શી ખબર?
જે કહેવું હતું દિલ ખોલીને, કહેવાયું નહીં!
પણ આંસુ એ બધું કહી જશે, શી ખબર?”
પ્રથમ પ્રકરણની શરૂઆત અને અંતમાં ભાવવાહી કાવ્ય કંડિકાઓ પણ ભાવવાહી અને કથાને અનુરૂપ મૂકી છે .
LikeLiked by 4 people
પ્રકરણ- ૧ પછી આવનારા અન્ય પ્રકરણોની રાહમાં…….
LikeLiked by 1 person
અતીતની આગગાડી ફુલ સ્પીડમાં જ્યાં સુધી ટેકનીકલરમાં પ્રસંગોના તાકા ઉકેલે ત્યાં સુધી તો જીવન અકારુ ના લાગે પણ વાર્તાની શરૂઆતમાં બંધાયેલી હવા કંઇક અલગ સૂચવી જાય છે.
જયશ્રીબેનની સરસ અને સરળ શૈલીમાં લખાયેલી કોઇપણ વાત દિલ-દિમાગને સ્પર્શે એવી જ હોય છે.
LikeLiked by 3 people
પડછાયાના માણસ વાંચતા–
આસાવરી.મા ગવાતું અરદેશરજીના ગીતના ભણકારા વાગ્યા…
પાણીમાં મોજાં પર સરતાં
બિંબ શશીનાં સળકે :
પાણીમાં શું જોય ? ઉપર જો !
ચંદ્ર ખરો નભ ચળકે !
મનવા ! છોડ બધી તુજ માયા !
મનવા ! છોડ બધી તુજ માયા :
એ નહીં વસ્તુ, એ પડછાયા…
‘બસ, એક જ કવિતા! વાંચતા…’
અમિતાભ નો અવાજ સંભળાયો
મૌત તુ એક કવિતા હૈ
મુઝસે એક કવિતાકા વાદા હૈ , મિલેગી મુઝકો
ડૂબતી નબ્ઝોમેં જબ દર્દકો નિંદ આને લગે
ઝર્દસા ચહેરા લિયે ચાંદ ઉફ તક પહુંચે
દિન અભી પાનીમેં હો , રાત કિનારે કે કરીબ
ના અંધેરા ના ઉજાલા હો , ના અભી રાત ના દિન
જીસ્મ જબ ખતમ હો ઔર રૂહકો જબ સાંસ આયે
મુઝસે એક કવિતાકા વાદા હૈ , મિલેગી મુઝકો !
‘સોરી, હી ઇઝ નો મોર…’ વાંચતા
રાજેશ નું પઠન
ઝિંદગી બડી હોની ચાહીયે , લંબી નહીં !
બાબુ મોશાઇ – ઝિંદગી ઔર મૌત ઉપરવાલેકે હાથ હૈ –
ઇસે ના તો આપ બદલ શકતે હૈ , ના મૈં .
હમ સબ રંગમંચકી કઠપૂતળીયાં હૈ ,
જિનકી દોર ઉપરવાલેકી ઉંગલિયોંમેં બંધી હુઇ હૈ ;
કબ કૌન કૈસે ઉઠેગા યે કોઇ નહીં બતા શકતા હૈ , હા – હા – હા !
‘…આંસુ એ બધું કહી જશે,’ સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી.
તમે કોઈ દિવસ ખખડાવશો મારા હૃદય-દ્વારો,
ફરીથી સાંધશો તૂટી ગયા છે જે મધુર તારો,
વાંઝણી આશા મિલનની છે છતાં રોજ મળવાની આશ રાખું છું
આગાઝ જેવો જ શાનદાર અંજામની ખાત્રી છે
રાહ…
LikeLiked by 4 people
jayshree bahen,
as announced by davda saheb- we were eagerly awaiting this laghu Navalkatha..PM (Padchayano Manas)…
its really touching more at this age…we understand every word of it..as already our friends have commented above…heaving touched and said all .
–shadow Man/Woman… and this Shadow does not follow at night– how difficult it is to spend night EKALA…this one word also recently touched me..when recently my neighbor lost her husband-at last moment i was there and she uttered this word –
“I have become EKALI” this one word is enough to depict Vyatha of other one – without First One. This Novel will make many of us to shed tears all through out-
LikeLiked by 1 person
Urvashi Shah
Mon 2/26/2018, 3:54 PM
Excellent Naval-Katha by Jayshreeben……it has created all ready a pity feelings in my heart
about the role of the main women character. I am very eager to read the next episode.
Urvashi Shah
LikeLike
જયશ્રી શરૂઆત સરસ થઈ છે આ નવલકથા ના બીજા પ્રકરણ નો ઈન્તેજાર રહેશે સરળ ભાષામાં સચોટ શરૂઆત
LikeLike