ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૨ (અંતિમ)


જગન મહેતાના જીવનના અલગ અલગ મુકામની તસ્વીરો સાથે લેખમાળાની આજે સમાપ્તિ કરૂં છું.

તસ્વીરમાં વિયેનામાં ફોટોગ્રાફીનો અભ્યાસ કરવા ગયેલા યુવાન જગન મહેતા દેખાય છે. વિયેનામાં એમને નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સારો એવો પરિચય થયો હતો.

આઝાદીની લડત દરમ્યાન પ્રતિક બની ગયેલી ગાંધીટોપી સાથે યુવાન જગન મહેતાની તસ્વીર છે.

મધ્યમ વયના જગન મહેતાની તસ્વીર વિદેશી વસ્ત્રોમાં શા માટે છે હું શોધી શક્યો નથી.

ચહેરાની પ્રત્યેક રેખામાં ઇતિહાસ અને અનુભવ દર્ષાવતી જગન મહેતાની તસ્વીર મને શોધખોળ કરતાં મળી આવી હતી.

જગન મહેતાની અંતીમ તસ્વીર ઝવેરીલાલ મહેતા લીધેલી છે. એમની તસ્વીર ખૂબ જાણીતિ છે. ૧૯૯૫ માં વિશ્વ ગુર્જરી એવોર્ડ સમારંભમાં જગન મહેતા કહેલું, “ સામાન્ય માણસ છું એટલે માનઅકરામ, એવોર્ડ મળે એય ગમે. પણ મારા અંતરની ખરી ઈચ્છા જણાવું તો તો તમે સહુ જગન એક ચાહવા લાયક માણસ હતો રીતે તમારા દિલના ખૂણે મને સાચવો તો મારો મોંધામૂલો એવોર્ડ છે.”

જગન મહેતાએ ભારતભરનાં તિર્થસ્થાનો તથા કુદરતી સૌંદર્ય ધરાવતાં સ્થળોનો પ્રવાસ કર્યો અને ત્યાંનાં દૃશ્યોને પોતાની આગવી સૂઝ અને સમજથી કેમેરામાં ઝડપી લીધા. ગુજરાતના આદિવાસીઓના જનજીવનને તેમણે દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. તેમના લેન્ડસ્કેપના ફોટોગ્રાફોએ તથા તેમની પોટ્રેટ તસવીરોએ તો તેમને તસ્વીર જગતમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. જગતભરના શ્રેષ્ઠ પોર્ટેટ ફોટોગ્રાફરોમાં અગ્રિમ હરોળમાં તેમનું  સ્થાન જરૂર આવી શકે. સુંદર પ્રિન્ટ, ક્વોલિટી, બ્લેક એન્ડ વહાઈટ  ટોનની ખૂબી અને કુદરતી પ્રકાશરચનાથી તેમના પ્રોટ્રેટ મનોહર લાગે છે. આછા પ્રકાશમાં મંદિરો અને ગુફાઓની અંદર સ્લો ફિલ્મનો ઉપયોગ કરી લાંબો એકસ્પોઝર આપે. એક સેંકડ, બે સેંકડ, ત્રણ સેકંડ, વગેરે. લાંબા એકસ્પોઝરની ટેક્નિકથી તેઓ નરી આંખે ઝાંખા દેખાતા શિલ્પસ્થાપત્યને પ્રકાશિત કરી શકતા અને જરૂરી બારીકી મેળવી શકતા.’’

જગનભાઈનું અવસાન તા. ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૦૩ ના થયું હતું.

2 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૨ (અંતિમ)

  1. ‘આ જગન એક ચાહવા લાયક માણસ હતો’ એ રીતે તમારા દિલના ખૂણે મને સાચવો તો એ મારો મોંધામૂલો એવોર્ડ છે.”
    jagan mehta will ever remain in our hearts and for that you are instrumental davda saheb .Many thx for this great series

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s