મને ખબર નથી (સરયૂ પરીખ)


(મનુષ્ય સ્વભાવ, બીજાની વાતો જાણી પછી થોડું ઉમેરી ઘણા લોકોને કહે. એમને કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’. આ વાક્ય પાછળ ઘણી શાંતિ દોરવાય છે. કારણ આગળ ખાસ કોઈ ચર્ચા લાંબી ચાલી ન શકે.)

મને ખબર નથી

પ્રશ્નો પૂછીને બધું જાણું, થોડું લૂણ ઉમેરીને સુણાવું,

ખબરો સજાવીને લાવું, મને જાણ છે કહીને ફુલાવું.

હળવી હકીકતના ચક્રમાં, તમાશાના તેલને મિલાવી,

 નિર્મળ એ નીરને ચુગલીની છાલકે ગહેરા રંગોથી ડહોળાવું.

કહો વાત શું હતી, શું થયું’તું? ઊડતી અફવા જે મળી’તી,

વાગી  શરણાઈ પછી  ઓચિંતી વાત ક્યમ ટળી’તી!

ધીમે કહેજો રે મારા કાનમાં જાણી મને પોતાની આપની,

પોરસાઈ મારે કહેવાય મને એ બધી બાતમી મળી હતી.

પણ, શાંતીના દુત સમા, નમણું હસીને તમે ના ભણી,

ને એટલું જ કીધું કે હું બેખબર હતી એ ખબરથી.

મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,

ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.

8 thoughts on “મને ખબર નથી (સરયૂ પરીખ)

 1. મને ખબર નથી -ખોટી ચર્ચાનો અંત લાવવા માટેની અદ્ભુત ચાવી! સરયૂબેને કેટલી સુંદર રીતે રજૂ કરી!

  Liked by 1 person

 2. કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ, ‘મને ખબર નથી’.
  very nicely woven all these in poetry form.
  thx

  Liked by 1 person

 3. આપ સર્વેનો અને શ્રી દાવડાસાહેબનો આનંદ સાથે આભાર. નાના બાળકોનો પણ મોટે ભાગે એ જ જવાબ ‘મને ખબર નથી’ હોય છે. મારા પૌત્રના એ વાક્યથી રચનાની શરૂઆત થયેલ.
  સરયૂ પરીખ

  Liked by 1 person

 4. ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.––––– બહુ ગમ્યું. હું કહું છું કે મને ખબર નથી એમ કહેવા માટે જ્ઞાનની જરુર છે.

  Advertisements––––

  Liked by 2 people

 5. સ રસ
  કોઈનીય ખબર નથી.
  તમારીયે મને ખબર નથી ને
  મારીયે પોતાની ખબર નથી.
  લોકોને ખબર હોય એ વાત જુદી છે…
  ખબર નથી કે પવન કેમ બદલાયો,
  શું એને પકડવો હશે તારો પડછાયો.
  છોડો અને અમુક સંબંધો એવા હોય છે કે તેમાં ન તો ગાઢ દોસ્તી હોય છે કે ન તો તીવ્ર નફરત હોય છે. એ એની જગ્યાએ સ્થિર હોય છે, એને સ્થિતપ્રજ્ઞતાપૂર્વક જ જીવવાના હોય છે.
  મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,
  ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.
  ધન્યવાદ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s