ચિત્રકળા-૩ (પી. કે. દાવડા)-પેપર ઉપર પેન્સીલના ચિત્રો


પેપર ઉપર પેન્સીલના ચિત્રો

ચિત્રકામ માટે અનેક પ્રકારની પેન્સીલ વપરાય છે, જેમાં ગ્રેફાઈટની પેન્સીલ મુખ્ય છે. ગ્રેફાઈટ પેન્સીલ અનેક પ્રકારની હોય છે, જેને હાર્ડનેસ અનુસાર નામ આપવામાં આવે છે, જેમકે H પેન્સીલ કરતાં 2H વધારે હાર્ડ હોય છે. નરમ ગ્રેફાઈટવાળી પેન્સીલોને બ્લેક રંગ માટે B ની સંજ્ઞા આપવામાં આવી છે. B કરતાં 2B વધારે નરમ અને વધારે કાળાશવાળી હોય છે. નરમ પેન્સીલો 6B સુધી વપરાય છે.

વધારે જાડી રેખાઓ દોરવા ગ્રેફાઈટ સ્ટીક્સ વપરાય છે. આવી સ્ટીક્સનો ઉપયોગ બેકગ્રાઉન્ડ દર્શાવામાં ઉપયોગી થાય છે.

પેન્સીલમાં બીજો પ્રકાર ચારકોલ પેન્સીનો છે. કોલસાને ખૂબ દબાણ આપી તૈયાર કરવામાં આવે છે. ચિત્ર દોરવામાં ગ્રેફાઈટ કરતાં વધારે નરમ અને વધારે કાળાશવાળું હોવાથી ઘેરા કાળા રંગના ચિત્રો માટે વધારે વપરાય છે. ગ્રેફાઈટ પેન્સીલ કરતાં હલકા હાથે ચિત્ર દોરી શકાય છે.

પેન્સીલમાં ત્રીજો પ્રકાર એટલે રંગીન પેન્સીલો. મીણ જેવા પદાર્થમાં રંગો મેળવી પેન્સીલો તૈયાર કરવામાં આવે છે. આવી પેન્સીલોથી રંગીન ચિત્રો તૈયાર કરવામાં આવે છે.

ગ્રેફાઈટ પેન્સીલથી ચિત્રકામ કરવાનો એક ફાયદો છે કે તમે રબરની મદદથી તમારી ભૂલ સુધારી શકો છો. ચારકોલ અને રંગીન પેન્સીલોમાં સગવડ નથી.

મોટાભાગના ચિત્રકારો પહેલા હળવે હાથે ઝાંખી પેન્સીલથી પોતાના મનના વિષયની રૂપરેખા કાગળ ઉપર તૈયાર કરે છે, અને ત્યારબાદ અલગ અલગ પ્રકારની પેન્સીલનો ઉપયોગ કરી ચિત્રને મૂર્ત સ્વરૂપ આપે છે.

એક અગત્યની વાત એવી છે કે કઈ પેન્સીલ વાપરવી એનો આધાર કઈ ક્વોલીટીનો કાગળ વાપર્યો છે એના ઉપર પણ હોય છે. ખૂબ લીસ્સા પેપર ડ્રોઈંગ કરવા માટે બહુ ઉપયોગી થતા નથી.

હવે આપણે દરેક માધ્યના નમૂના જોઈએ.

કાગળ અને પેન્સીલનું સુરેખ ચિત્ર

 

કાગળ ઉપર પેન્સીલથી એક કુદરતનો નઝારો

રંગીન પેન્સીલોનો ઉપયોગ

પેપર ઉપર પેન્સીલ સાથે રબ્બરનો ઉપયોગ દર્શાવતો એક ઉત્તમ નમૂનો

 

4 thoughts on “ચિત્રકળા-૩ (પી. કે. દાવડા)-પેપર ઉપર પેન્સીલના ચિત્રો

 1. મને ગમતી વાત કરી તમે આજે! ચાર્કોલ પેન્સીલપરની આજની વાત જાણ્યા વગરજ મેં સ્વઃ ઈન્દીરા ગાંધી અને સ્વઃ પત્ની નિયંતિકાપર ચિત્રો બનાવ્યા! રબ્બરના ઉપયોગની થોડી જાણ હતી, પણ એનું પરિણામ આવું સરસ આવે એ આજના એક ચિત્રથી સમજાયું. રબ્બર ભૂલને ભૂસી શકે છે અને શોભાવી પણ શકે છે! આજની પોસ્ટ માટે ખૂબ ખૂબ આભાર.

  Liked by 1 person

 2. નમસ્તે દાવડા સાહેબ,
  શ્રી ચમનભાઈના ચિત્રોનો ઉલ્લેખ કરવા જતી હતી પણ પહેલોજ પ્રતિભાવ એમનો જોયો.
  હા,એમની આવી સુંદર રચનાઓ જોઈ છે, વખાણવી પડે તેવી ક્રુતિઓ છે એમની પણ.
  અહીં છેક રબ્બરની કમાલ જોવા મળી. આભાર.

  Liked by 1 person

 3. પેન્સીલો તો હજુ વાપરીએ છીએ પણ આજે તેના પ્રકાર અને ઉપયોગ અંગે જાણ્યું.કઈ ક્વોલીટીનો કાગળની અગત્યતા સમજાઇ.ચારકોલ ડ્રોઈગ શીખવા પ્રયત્ન કર્યો પણ ફાવ્યું નહીં .આજે રબરનો પણ ઉપયોગ છેકવા સિવાય થાય છે તે જાણ્યુ.અહીં પન્સીલ સાથે રબર બોલીએ તો નવી પેઢીને હસવું આવે-કહે ‘ઇરેઝર’ કહેવાનું

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s