ચિત્રકળા-૫ (પી. કે. દાવડા)-ચિત્રકલાની સમજ


વિષયનો અભ્યાસ મેં અંગ્રેજી લેખ અને અંગ્રેજી પુસ્તકો વાંચીને કર્યો છે. ઘણીવાર મને કોઈ કોઈ અંગ્રેજી શબ્દોના ગુજરાતિ પર્યાય નથી મળતા, અને મળે છે બેહુદા લાગે છે, એટલે મેં ઘણી જગ્યાએ મૂળ અંગ્રેજી શબ્દો વાપર્યા છે.

નેચર અને રિયાલિસ્ટીક આર્ટ બે ર્ચિત્રકળાના બે જાણીતા પ્રકાર છે. એબસ્ટ્રેક્ટ આર્ટ પ્રમાણમાં નવો પ્રકાર છે અને સામાન્ય માણસ માટે સમજવો અઘરો છે. એબસ્ટ્રેક્ટ આર્ટમાં કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પણ એક થીમ (લય) હોય છે. પ્રકારને સમજી શકનારને તો ઘેરા રંગોના લપેટા લાગે.

હાલમાં ઈંક ઓન પેપરથી પણ લોકો એબસ્ટ્રેક્ટ ચિત્રો દોરે છે. ક્યારેક ભૂમિતીના આકારોને ગુંચવી નાખીને એબસ્ટ્રેકટ ચિત્રો તૈયાર કરે છે.

અત્યાર સુધી આપણે ગ્રેફાઈટ પેન્સીલ, ચારકોલ પેન્સીલ અને ઈંકના ચિત્રો વિષે વાતો કરી. હવે આપણ અન્ય માધ્યમો, જેવા કે પાણીમાં ઓગાળેલા રંગો (વોટર કલર), એક્રીલિક કલર, ઓઈલ પેઈન્ટસ વગેરેથી તૈયાર કરેલા ચિત્રોની વાત કરીશું. પેન્સીલ અને પેનથી તૈયાર કરેલા ચિત્રોની સરખામણીમાં પીંછીથી તૈયાર કરેલા ચિત્રોમાં રંગોની મેળવણી, ચિત્રની smoothness, અને હકીકતને રજૂ કરવાની વધારે સરળતા હોય છે. આવા ચિત્રોમાં ભૂલ સુધારવાનો પણ વધારે અવકાશ હોય છે.

દરેક ચિત્રકારની પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે. જ્યારે જાણીતા ચિત્રકારોની સ્ટાઈલની અન્ય ચિત્રકારો નકલ કરે ત્યારે એવા નકલકારોને જાણીતા ચિત્રકારની સ્કૂલના ચિત્રકારો કહેવાય છે.

ચિત્રકળામાં ઘણીવાર અમૂક ભાવ વ્યક્ત કરવા અમૂક રંગ વાપરવામાં આવે છે. સફેદ રંગ શુધ્ધતાનું પ્રતિક ગણાય છે. વાદળી કે ભૂરો રંગ શાંતિનું પ્રતિક છે. લીલો રંગ વૃધ્ધિનો પ્રતિક છે. લાલરંગ વર્ણાગી છે. લાલરંગની બિંદી સૌભાગ્યનું પ્રતિક છે. લાલરંગની મહેંદી સ્ત્રીની નાજુકતા અને કમનિયતાનું પ્રતિક છે.

કાળો રંગ જાદુ-ટોણાં, રાત્રી, વિરોધનો પ્રતિક છે. પીળોરંગ સર્જનાત્મક રં છે.

ચિત્રકાર સૌથી પહેલા એના મનમાં શું ચાલી રહ્યું છે અને કેવી રીતે ચિત્ર દ્વારા વ્યકત કરી શકે નક્કી કરે છે. ત્યાર બાદ નક્કી કરે છે કે ચિત્રનું કયું કદ વિચારને સારી રીતે વ્યક્ત કરી શક્શે, કયું ફલક (કાગળ કે કેનવાસ કે હર્ડબોર્ડ) અને કયું માધ્યમ (કઈ જાતના રંગોએક્રીલીક, ઓઈલ વગેરે) એના માટે યોગ્ય થશે.

સાઈઝ, ફલક અને માધ્યમ નક્કી થઈ જાય એટલે પહેલા વિચારને ઝાંખી પેન્સીલથી ફલક ઉપર અંકિત કરે છે.

ત્યાર બાદ એમાં પ્રાથમિક રંગો પૂરે છે.

હવે ચિત્રની બારીકીયોને અલગ અલગ સાઈઝની પીંછીઓ અને યોગ્ય રંગોથી ન્યાય આપે છે. કામ દિવસો સુધી ચાલે છે,

અંતમાં એને સંતોષ થાય ત્યારે એ ચિત્ર પુરૂં થયું કહેવાય.

2 thoughts on “ચિત્રકળા-૫ (પી. કે. દાવડા)-ચિત્રકલાની સમજ

  1. ચિત્રકળા અંગે ઘણી નવી વાત જાણી.સામાન્ય રીતે કેટલાક રંગને આ રીતે ગણે-રંગ આપણા શબ્દો કરતા વધારે બોલી જાય છે. લીલો રંગ રાહ જોવ છો, લાલ રંગ એકબીજાના પ્રેમમાં છો, કાળો રંગ પ્રપોઝલ ઠુકરાવું છું, સફેદ રંગ રિલેશનમાં છો ગુલાબી રંગ પ્રપોઝલ સ્વીકારુ છું. .. .
    જો ‘ચિત્રકામ’ને આપણે ‘કલા’ તરીકે સ્વીકારીએ તો ‘મોર’નું ચિત્ર ‘મોર’ જેવું લાગવું જોઈએ પણ ‘મોર’ તરીકે પહેલી નજરે ઓળખાતું જ ન હોય તેવા બાળપણમા અમારા ચિત્ર નીચે મોર એમ લખવું પડતું !
    વિશ્વ વિખ્યાત ચિત્રકારો રવિશંકર રાવલ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હિરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુક્લ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાગરા, પીરાજી સાગરા, ભુપેન ખખ્ખર વગેરેના ચિત્રો વધારે સારી રીતે માણી શકાશે

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s