ત્યારે હું ન્યૂ યોર્ક યુનિ.માં એન્જીનીયરીંગ કોલેજના ગ્રીનીચ વીલેજના કેમ્પસમાં ભણી રહ્યો હતો. અને બ્રોડ વે પરના એક જૂના બિલ્ડિંગના એક સ્ટુડિયો એપાર્ટમેંટમાં રહેતો હતો. મને ગ્રીનીચ વીલેજ ગમતું કારણકે નવરાશના સમયે રખડપટ્ટી કરવા મારા જેવા સાહિત્ય કલા અને સંગીતના રસિયા માટે ન્યૂ યોર્કમાં આનાથી વધુ સરસ જગ્યા નહોતી. અહીં બધું જ મળી રહેતું. નજીકના વોશિંગ્ટન પાર્કમાં દુનિયાભરના આર્ટિસ્ટ ચિત્રો દોરતા જોવા મળે. ત્યારે કેટલીય નાઈટ ક્લબોમાં નવા મ્યુઝિશીયન નસીબ અજમાવતા દેખાય. આમાં ડેલાન્સી સ્ટ્રીટ પર એક ડિલોરેન્ઝો પીઝા શોપ હતી. જે મારા એપાર્ટમેંટ અને કોલેજની વચ્ચે હતી.બધું નજીક નજીકમાં હતું. મારા કોલેજના ફ્રી સમયમાં મેં ત્યાં પીઝા ડિલીવરીની નોકરી લઈ લીધી હતી. શની રવિ તો આખો દિવસ હું થાકી જાઉં ત્યાં સુધી કામ કરતો. મારે કોલેજની ફી અને જીવન નિર્વાહ માટે પૈસા ઉભા કરવાના હતા. પીઝા ડિલીવરી માટે હું મારી સાયકલ વાપરતો. તેના પર ચાર પાંચ પીઝાના પેકેટ તો સ્હેલાયથી મુકી શકતો હતો. સામાન્ય રીતે એક માઈલની અંદરના ઓર્ડરોની ડિલીવરી મારા માથે રહેતી. ઈટાલિયન માલિક ડિલોરેન્ઝોને મારી સાથે સારું બનતુ. હું બધાં કામ ચીવટથી કરતો .મારાથી કોઈ દિવસ નહોતી કોઈ ખોટી ડિલીવરી થઈ કે પૈસા ચાર્જ કરવામાં નહોતો કોઈ લોચો માર્યો. એટલે એ મારા કામથી ખૂશ હતો. મારો પગાર તો નહીંવત્ હતો. પરંતુ ખરી મઝા તો ટીપમાં હતી. વીસ ડોલરના પીઝા પર પાંચ –દસ ડોલર તો સ્હેજે મળતી. આમ જુઓ તો આ પીઝા શોપ બહારના ઓર્ડર પર જ ચાલતી. ડિલીવરી માટે ચાર પાંચ જણ કામ કરતા હતા.
આ શોપની પાસે ચાર પાંચ વીસ વીસ માળના હાઈરાઈઝ એપાર્ટમેંટ બિલ્ડીંગ્સ હતા. એ એરિયા લાફરાક સીટી કહેવાતો. મોટા ભાગના ઓર્ડર તો આ બિલ્ડીંગ્સમાંથી જ આવતા. ઘણીવાર તો હું બોક્ષ હાથમાં ઊંચકીને જ ચાલીને આપી આવતો. જ્યારે હું એપાર્ટમેંટનો ડોરબેલ વગાડતો. ત્યારે જે વ્યક્તિ બારણું ખોલે તે મારી પાસેથી પીઝા લઈ લે અને સામાન્ય રીતે પૈસા ગણીને હાથમાં તૈયાર રાખે. જેથી ડિલીવરી જલ્દી પતી જાય. જ્યારે બારણું ખૂલતું ત્યારે મારે ન જોવું હોય તો પણ અંદરના દ્રશ્ય પર નજર પડતી.. ખાસ કરીને પીઝાની રાહ જોતાં ભૂખ્યા ફેમિલી મેમ્બર્સ –બાળકો તો બારણું ખોલતાં પહેલાં દોડી આવતાં. અને અંદરના રૂમના ફર્નિચર અને દિવાલ પર લટકાવેલા ડ્રોંઈગ્સને બીજું ડેકોરેશન જોતાં તે ભાડૂતની આર્થિક સ્થીતીનો પણ ખ્યાલ આવી જતો.અને અહીંથી કેટલી ટીપ મળશે એનો અંદાજ પણ સ્હેજે આવી જતો. તે શનિવારે ડિલોરેન્ઝોએ ત્રણ ડિલીવરી પકડાવી. બપોરના બાર જેવા થયા હશે. મેં મારો લંચ લઈ લીધો હતો. એટલે સાયકલ મારી મુકી લાફરાક સીટી તરફ. દસ પંદર મિનીટમાં તો બિલડીંગ નંબર વન પર પહોંચી ગયો. ત્યાં બે ડિલીવરી તો ગ્રાઉંડ ફ્લોરની જ હતી. અને ત્રીજી 17W માં સત્તરમાં ફ્લોર પર કરવાની હતી. ત્યાં જઈને મેં ડોરબેલ વગાડ્યો. અંદરથી ક્લાસિકલ મ્યુઝીકના સૂર આવતા હતા. રુમમાં આછો પ્રકાશ હતો. એક છોકરીએ હસતા હસતા આવીને બારણું ખોલ્યું. અને બોલી,”ફાયનલી, વી ગોટ પીઝા.” મેં કહ્યું કે “આઈ ટ્રાયડ માય બેસ્ટ. ઈટ ઈઝ સ્ટીલ હોટ,” મેં જોયું કે તે ખૂબ દેખાવડી હતી અને આનંદમાં હતી.તેણે બ્લુ ટી શર્ટ પહેર્યું હતું. જોઈ શકાતું હતું કે તેણે બ્રા નહોતી પહેરી. તેની પાછળ ઉપરથી ખુલ્લા બદનવાળો એક યુવાન ઊભો હતો.તેના શરીર પર પરસેવાના ટીપાં દેખાતા હતા. બન્નેના વાળ રઘવાયા હતાં. તે બન્ને ઈટાલિયન લાગતા હતા. પાછળના ભાગમાં એક ટેબલ પર હાઈનેકન બિયરની ખાલી બોટલો પણ દેખાતી હતી. છોકરીએ મને પંદર ડોલર આપી અને ગણીને છુટા ચાર ડોલર આપ્યા. અને બોલી,”થેન્ક યુ” અને બારણું બંધ કરી દીધું. મને થયું ફક્ત ચાર જ ડોલર !
આખો દિવસ મારે આ ડિલીવરીની દોડધામ રહી. શનિવાર હતો એટલે બે ચાર જગ્યાએ જુવાન છોકરા છોકરીઓ વધુ જોવા મળતા. બે ચાર એપાર્ટમેંટમાં સિનીયર સિટીઝન હતા. છેવટે સાંજે સાતેક વાગે મારી છેલ્લી ડિલીવરી પતાવવા લાફરાક સીટીના બિલ્ડીંગ નંબર વન પર આવ્યો. અહીં હું બપોરે ડિલીવરી માટે આવ્યો હતો. આ વખતે પણ મારે સત્તરમાં ફ્લોર પર જવાનું હતું. એપાર્ટમેંટ નંબર 17 H માં. લોબીમાં ચાલીને જોયું તો તે એપાર્ટમેંટનું બારણું અડધું ખુલ્લું હતું. અને અંદરથી સ્પેનિસ ઉચ્ચારોવાળી અંગ્રેજી ભાષામાં પરુષનો અવાજ આવતો હતો,” કોણ છે તારો બોય ફ્રેંડ? કોઈ અમેરિકન છે? આખો દિવસ ક્યાં હતી?” અને છોકરીનો રડવાનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે અહીં કોઈ પ્રોબ્લેમ છે.
છોકરી રડતા રડતા બોલતી હતી કે “હું શોપીંગ કરવા ગઈ હતી અને કારના ટાયરમાં પંકચર હતું.એટલે રિપેરીંગમાં મારો ટાઈમ બગડ્યો.” પરુષ બોલે જતો હતો કે “નક્કી તારે કોઈ લફરું છે.”
મારે ડોરબેલ તો મારવાનો નહોતો. જઈને ઉભો રહ્યો. જોયું તો પેલી બપોરવાળી છોકરી હતી.બ્લુ ટી શર્ટ પહેર્યું હતું અને અંદર બ્રા હતી તે પણ દેખાતી હતી. આંખો ભીની હતી.મને તેણે જોયો.એની આંખમાં એક ચમક આવી ગઈ.એણે પુરુષના હાથમાંથી ઝટકો મારીને હાથ છોડાવી દીધો, અને પુરુષ કાંઈ વિચારે–બોલે તે પહેલાં, પોતાની પર્સ ખોલી અંદરથી એક ગડીવાળેલી નોટ કાઢી,ઝડપથી મારા હાથમાંથી પીઝા લઈ લીધો. અને એ નોટ મારા હાથમાં સરકાવી દીધી. અને “કીપ ધ ચેન્જ” બોલી અને મને ધક્કો મારીને બારણું બંધ કરી દીધું. હું કાંઈ પણ વિચારવાની હાલતમાં નહોતો. મેં જોયું તો ટીપની પેલી નોટ સો ડોલરની હતી.
અમેરિકામાં ભણવા આવેલા વિદ્યાર્થીઓ કોલેજ ફી અને બીજા હાથ ખર્ચીના ખર્ચને પહોંચી વળવા જે મળે એ નાનું મોટું પાર્ટ ટાઈમ કામ કરતા હોય છે. હરનીશભાઈ ની જેમ મારો દીકરો પણ પીઝા ડીલીવરી કરવાની પાર્ટ ટાઈમ જોબ કરતો હતો.એના પગાર કરતાં એને મળતી ટીપ ની રકમ વધી જતી હતી. ઘણા અમેરિકનો એ રીતે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને આડ કરતી મદદ કરતા હોય છે.
ભારતમાં વિદ્યાર્થીઓ આમાંથી કૈંક શીખે તો સારું. ભારતમાં આવી પ્રથા નથી કારણ કે વિદ્યાર્થીઓ અને એમના મા-બાપ આવું કામ કરવામાં હીણપત માને છે. અમેરિકામાં કોઈ કામ નાનું નથી.
સામાન્યરીતે ડિલીવરી બોયના આવા સમાચાર હોય છે,,,
૧ ડિલીવરીમાં મોડું થયું તો મહિલા ચાકુ લઈને ડિલીવરી બોય પર તૂટી પડી,
૨ દારૂ સાથે હોમ ડિલીવરી કરતા ડિલીવરી બોયની ધરપકડ કરાઇ છે.
૩ ડિલીવરી બોય પાર્સલ ડિલિવર કરવા જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં બાળકના રડવાનો અવાજ આવ્યો. અવાજ ક્યાંથી આવે છે એ જોવા તેણે આસપાસ નજર કરી તો તેને પેકેટમાં હલચલ સાથે અવાજ આવે છે એવી ખબર પડી. તેણે પેકેટ ખોલીને જોયું તો એમાં નવજાત બાળક હતું. પોલીસે હાલમાં બાળકને પોતાના તાબામાં લઈને હોસ્પિટલ મોકલી દીધું છે. સ્વાભાવિક છે કે કુરિયર બોયે તેને આ પાર્સલ આપનાર મહિલાનું ઠામઠેકાણું આપી દીધું હોવાથી તેને પકડી લેવામાં આવી.
૪ મધુ રાયની વાર્તાનો પિઝા ડિલીવરી બોય -‘ કિમી જુવાન છે, અને યુ નોવ, એક દિવસ એ વહેલો ઘરે આવશે ત્યારે કિમીને તેના ગાર્ડનર સાથે કે પિઝા ડિલીવરી બોય સાથે કેલી કરતી જોશે, રાબેતા મુજબ કિમી તેને પ્રોસ્ટેસ્ટ કરતાં કહેશે, ‘આઈ કેન એક્સપ્લેઇન!’ અને રાબેતા મુજબ નિરંજન પોતાનાં થોડાં કપડાંની બેગ લઈને મોટેલમાં રહેવા જશે; વકીલની નોટિસ મોકલશે. થોડી રકઝક પછી બંને છૂટાં થશે. કિમી તેના સપોઝેડ ઓરિજિનલ બોયફ્રેન્ડ સાથે ફરી પરણી જશે
આવા અનેક ‘ ડિલીવરી બોય’ની વાતો કરતા આ .હાસ્યકારની આ આપવીતીનો અંત અદ્ભુત લાગ્યો!
Harnishbhai’s ‘Delivery Boy’ is reminiscent of Maupassant and W. Somerset Maugham. Written in fluid, beautiful yet simple style, the ending is full of surprises. Great story. Thank you for sharing it with your readers.
નહિ કહીને, હરનીશભાઈએ ઘણું બધું કહી દીધું…..આ છે ન્યૂયોર્ક..
LikeLike
અમેરિકામાં ભણવા આવેલા વિદ્યાર્થીઓ કોલેજ ફી અને બીજા હાથ ખર્ચીના ખર્ચને પહોંચી વળવા જે મળે એ નાનું મોટું પાર્ટ ટાઈમ કામ કરતા હોય છે. હરનીશભાઈ ની જેમ મારો દીકરો પણ પીઝા ડીલીવરી કરવાની પાર્ટ ટાઈમ જોબ કરતો હતો.એના પગાર કરતાં એને મળતી ટીપ ની રકમ વધી જતી હતી. ઘણા અમેરિકનો એ રીતે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને આડ કરતી મદદ કરતા હોય છે.
ભારતમાં વિદ્યાર્થીઓ આમાંથી કૈંક શીખે તો સારું. ભારતમાં આવી પ્રથા નથી કારણ કે વિદ્યાર્થીઓ અને એમના મા-બાપ આવું કામ કરવામાં હીણપત માને છે. અમેરિકામાં કોઈ કામ નાનું નથી.
LikeLiked by 1 person