ગયા અઠવાડિયે આ કોલમમાં ઉલ્લેખેલા ન્યુ યોર્ક ટાઇમ્સના તંત્રીલેખના પ્રતિસાદમાં સુરતથી જિતેન્દ્ર દેસાઈ સાહેબ જણાવે છે કે ન્યુ યોર્ક ટાઇમ્સ જે હાડમારી વિશે લખે છે તે ભ્રષ્ટ પ્રતિપક્ષોએ અને દુષ્ટ મીડિયાએ ચગાવી ચગાવીને વતેસર કરેલી વાતની જ વાનર નકલ છે. બાકી અમેરિકાની એક સર્વેક્ષણ સંસ્થાના હેવાલ મુજબ ભારતના ૮૦થી ૮૬ ટકા લોકોએ નોટોના રદ્દીકરણને સમર્થન આપ્યું છે. આવું બાહોશ પગલું આધુનિક ઇતિહાસમાં અદ્વિતીય છે કેમકે એથી ૧૪ લાખ કરોડ રૂપિયાનું ચલણ પાછું ખેંચાયેલું છે. બેન્કોમાં લોકોની લાઇનો લાગે છે, જે હજી થોડા અઠવાડિયા લાગતી રહેશે. પરંતુ ઇન્ટરનેટ અને એટીએમની પહેલાં પણ બેન્કોમાં આવી લાઇનો લાગેલી જ રહેતી. ન્યુ યોર્ક ટાઇમ્સ અને એના ચમચાઓ ભૂલી જાય છે કે આપણે પેઢી દર પેઢીથી રેશનિંગની, રેલવેની, સિનેમાની, ક્રિકેટની, ચૂંટણીની, પૂર કે દુકાળની આફતસહાયની લાઇનોથી ટેવાયેલાં છીએ. ન્યુ યોર્ક ટાઇમ્સ કાયમ મોદી સરકારની વિરુદ્ધ જ લખે છે, અને અમેરિકા બેઠાં તે ટાઇમ્સવાળાઓને શી ગમ પડે કે ઇન્ડિયામાં કેટલા વીસે સો થાય છે.
જિતેન્દ્રબાબુ, જિતેન્દ્રબાબુ! ગગનવાલા પોલિટિકલ બાબતમાં કાયમ રિપોર્ટિંગ કરે છે; ભાગ્યે જ કોઈનો પક્ષ લેતા હોય છે. ગયા અઠવાડિયાના લેખમાં વ્યક્ત કરેલો અભિપ્રાય ન્યુ યોર્ક ટાઇમ્સનો છે, ગગનવાલાનો નહીં. એ જ લેખના બીજા પ્રતિભાવમાં વડોદરાના સનીલ શાહ નામે સજ્જન એવા જ સૂરમાં જણાવે છે કે ભારતમાં લાઇનોની કોઈ નવી નવાઈ નથી, અને જે હેતુથી આ પગલું લેવાયું છે તે વાજબી છે. શ્યોર, શ્યોર, સનીલ ભાઈ.
એવામાં ફોન વાગે છે અને હંસોડ જાની સાહેબ એમની હસમુખી વાણીમાં જણાવે છે કે હમણાં ઇન્ડિયા જવાનું માંડી વાળો, લાંબી લાંબી લાઇનો છે ને કરન્સીની બહુ માથાફોડ છે. કિંતુ અમે ટિકિટ કપાવી લીધી છે એટલે હંસોડભાઈની સલાહ સ્વીકારી શકીએ તેમ નથી. ધરપત માટે અમે ઇન્ડિયાના ફ્રેન્ડને મેસેન્જર–ફોન કરી ખાતરી કરીએ છીએ કે ‘વીકમાં એક વાર ટેન થાઉઝન્ડ સુધી ઉપાડી શકાય છે, નો પ્રોબલેમ! અને હું બેઠો છું ને આવ ને તું તારે!’
તે ‘હું’ બેઠા છે છતાંય ‘પીસ ઓફ માઇન્ડ’ માટે ફરી બીજા ‘હું’ને ફોન કરીએ છીએ. ‘છે; જરાક પ્રોબલેમ છે, પણ પ્રોબલેમ ક્યારે નહોતો?’ સામેવાળાના અવાજમાં તોફાની હાસ્ય સંભળાય છે, જાણે આવવા દે બચ્ચુ અમેરિકનને એની ખબર પાડી દઉં! તમારા ખાતામાં જમા કરાવવા કે ખાતામાંથી ઉપાડવા તમારે જાતે જવું પડે, બીજાને મોકલો તે ન ચાલે! ને બેંકોમાં પૈસા કોઈ વાર હોય છે ને કોઈવાર નથી હોતા! નેશનલ બેંકોને વધુ કેશ મળે છે; પછી પ્રાઇવેટ બેંકોને, ને પછી કોઓપરેટિવ બેંકોને. ને કેશ હોય પણ બબ્બે હજારની નોટોને તમે ક્યાં વાપરવા જાઓ? રિક્ષાવાળાને શું આપો? પાનના ગલ્લે કે ચાની રેંકડી ઉપર શું વાપરો?
ચાના બંધાણીને બપોરે ચાર વાગ્યે ચાની તલપ લાગે તેમ દર વરસે શિયાળામાં ગગનવાલાના હૈય્યામાં ‘ઇન્ડિયા! ઇન્ડિયા!’ના નારા બોલાય છે. આખું વરસ મસાલા ઢોસાને બદલે સાદા ઢોસા ખાઈને ગગનવાલા એર ટિકિટના પૈસા બચાવે છે ને ઊતરી આવે છે ગાંધીનગર કેરા પલ્લીસમાજમાં. આવતાંવેંત રાત–દિવસના ઊલટફેરથી ઊભડક બનેલી ઊંઘના હાલા વાલા ને હીંચકા વહાલા ખાય છે, ઊધરસ પ્લસ ડાયારિયાના શિકાર બની કોચવાય છે, બસના તરાપામાં બેસીને ધૂળ ને ધુમાડાના દરિયામાં તરત તરતા અમદાવાદ મધ્યે સાહિત્યનાં સત્રોમાં સલવાવા જાય છે. દર વખતની હાડમારીઓમાં આ વખતે નોટોના નિધનની નવી હાડમારી ઉમેરાશે. પણ યસ યસ, જિતેન્દ્રભાઈ, સનીલભાઈ, આપણે માટે હાડમારીની ક્યાં નવી નવાઈ છે?
અચાનક ગગનવાલાના વિસ્મિત ભેજામાં નિયોન લાઇટની જેમ ઝબુક ઝબુક થાય છે ગઈ સદીના સન સત્તાવનની સાલમાં ૧૬ આનાના રૂપિયામાંથી ૧૦૦ નવા પૈસાનું સંક્રમણ! ગગનબાલે તે સમાચાર પહેલી વાર ધર્મયુગમાં વાંચેલા અને તેમાં અપાયેલા જૂના અને નવા પૈસાના કોષ્ઠકની કોપી કરેલી અને તેની બીજી કોપી કરી કરીને પાડોશીઓને વહેંચેલી. ત્યારે પણ ધડધમાલ મચી હતી એક આનાના છ નવા પૈસા પણ ચાર આનાના પચીસ? પાઈઓ ગઈ, આના ગયા, ઢબ્બુ ને બટ્ટી વિલીન થઈ ગયાં સમયની તરાઈમાં. અને એમ આંખ ખોલીને કાલે જોઈશું તો આ કઠણાઈ પણ ચાલી ગઈ હશે, અને દેશમાં સુખાકારી પ્રવર્તતી હશે. આપણે ઉમેદ તો રાખી શકીએ ને? જય શાહજહાં!
3 thoughts on ““નીલે ગગન કે તલે – ૧૨ (મધુ રાય)-કેટલા વીસે સો થાય છે?”
too good reporting– sada dhosa to save money for indian hadmari- and for which we are used from aana to naya paisa–
આંખ ખોલીને કાલે જોઈશું તો આ કઠણાઈ પણ ચાલી ગઈ હશે, અને દેશમાં સુખાકારી પ્રવર્તતી હશે. આપણે ઉમેદ તો રાખી શકીએ ને? જય શાહજહાં!
like it
મા. મધુ રાયજીના રમુજી શૈલીમા વર્ણવેલી સાંપ્રત સમસ્યા વિષે વાંચવાની મઝા આવી.
‘ન્યુ યોર્ક ટાઇમ્સ … વાનર નકલ છે.’
એમાં અકળાવવાનું ? એઓને પણ બે તરફ વાંસા નથી!
‘ન્યુ યોર્ક ટાઇમ્સ અને એના ચમચાઓ ભૂલી જાય છે…’
એઓ ને બરોબર યાદ છે કે ક્યા તેઓની ભસ્મકરોગની ભૂખ ભાંગશે !’
લાઇનોની કોઈ નવી નવાઈ નથી…’
બરોબર છે પણ કોઇ અમિતાભ જેમ કહે-”હમ જહાં ખડે હોતે હૈ લાઇન વહીં સે શુરૂ હોતી હૈ’ અને લાઈન આજ ભી વહીં સે શુરુ હોતી હૈ જહાં હમ ખડે હૈ…અને આ ક્યાં-
નપે-તુલે કદમોં સે ચલતે-ચલતે વાઘા પર
મૈં ઝીરો લાઇન પર આકર ખડા થા જબ
મેરી પરછાઈં પાકિસ્તાન મેં થી!- ગુલઝાર
અને લાઇનમા સમજવાનું છે-કે
ટુ પેરેલલ લાઇન નેવર ક્રોસ ઇચ અધર
પછી ગાયા કરો
मैं तो कब से खड़ी इस पार
ये अँखियाँ थक गयी पंथ निहार
અને તમે ઉભાજ રહ્શો !
‘પાઈઓ ગઈ, આના ગયા, ઢબ્બુ ને બટ્ટી વિલીન થઈ ગયાં સમયની તરાઈમાં..’
જો સાચવ્યા હોય તો antique.ગણાશે
અને ચાર આનાના પચીસ?
A=B, but B≠A હવે આ સાબિત થતા …
‘ઉમેદ તો રાખી શકીએ ને?…’
જો કારન હમ ઢૂંઢતે, કરતે આસ-ઉમેદ,
સો તો અંતરગત મિલા, ગુરુ મુખ પાયા ભેદ.
too good reporting– sada dhosa to save money for indian hadmari- and for which we are used from aana to naya paisa–
આંખ ખોલીને કાલે જોઈશું તો આ કઠણાઈ પણ ચાલી ગઈ હશે, અને દેશમાં સુખાકારી પ્રવર્તતી હશે. આપણે ઉમેદ તો રાખી શકીએ ને? જય શાહજહાં!
like it
LikeLiked by 1 person
ધૂછ અને ધુમાડાનો દરિયો. અને બસનો તરાપો કહી ગગનવાલાએ હસાવ્યા. મઝા આવી ગઈ.
LikeLiked by 1 person
મા. મધુ રાયજીના રમુજી શૈલીમા વર્ણવેલી સાંપ્રત સમસ્યા વિષે વાંચવાની મઝા આવી.
‘ન્યુ યોર્ક ટાઇમ્સ … વાનર નકલ છે.’
એમાં અકળાવવાનું ? એઓને પણ બે તરફ વાંસા નથી!
‘ન્યુ યોર્ક ટાઇમ્સ અને એના ચમચાઓ ભૂલી જાય છે…’
એઓ ને બરોબર યાદ છે કે ક્યા તેઓની ભસ્મકરોગની ભૂખ ભાંગશે !’
લાઇનોની કોઈ નવી નવાઈ નથી…’
બરોબર છે પણ કોઇ અમિતાભ જેમ કહે-”હમ જહાં ખડે હોતે હૈ લાઇન વહીં સે શુરૂ હોતી હૈ’ અને લાઈન આજ ભી વહીં સે શુરુ હોતી હૈ જહાં હમ ખડે હૈ…અને આ ક્યાં-
નપે-તુલે કદમોં સે ચલતે-ચલતે વાઘા પર
મૈં ઝીરો લાઇન પર આકર ખડા થા જબ
મેરી પરછાઈં પાકિસ્તાન મેં થી!- ગુલઝાર
અને લાઇનમા સમજવાનું છે-કે
ટુ પેરેલલ લાઇન નેવર ક્રોસ ઇચ અધર
પછી ગાયા કરો
मैं तो कब से खड़ी इस पार
ये अँखियाँ थक गयी पंथ निहार
અને તમે ઉભાજ રહ્શો !
‘પાઈઓ ગઈ, આના ગયા, ઢબ્બુ ને બટ્ટી વિલીન થઈ ગયાં સમયની તરાઈમાં..’
જો સાચવ્યા હોય તો antique.ગણાશે
અને ચાર આનાના પચીસ?
A=B, but B≠A હવે આ સાબિત થતા …
‘ઉમેદ તો રાખી શકીએ ને?…’
જો કારન હમ ઢૂંઢતે, કરતે આસ-ઉમેદ,
સો તો અંતરગત મિલા, ગુરુ મુખ પાયા ભેદ.
LikeLike