કુન્તા શાહની ચિત્રકલા-૧


૧૯૩૯ માં મુંબઈમાં જન્મેલા કુંતા બહેન એક ડોકટર પિતા અને કલાકાર માતાનું સંતાન છે. વિજ્ઞાનના વિષયના સ્નાતક હોવા છતાં, માતાની જેમ એમણે પણ કલામાં રસ લઈ, કલાના અનેક ક્ષેત્રોમાં કુશળતા હાંસિલ કરી. અહીં હું માત્ર એમની ચિત્રકળા રજૂ કરીશ.

૨૦૧૪ થી હું એમનાથી પરિચિત હતો, છતાં એમની ચિત્રકળા વિષે મને ૨૦૧૭ ના અંતિમ મહિનાઓમાં જાણકારી મળી. એમણે પોતાના સેલફોનમાં પોતાનું દોરેલું એક ચિત્ર દેખાડ્યું. વધારે વાતચીત કરતાં એમની પ્રતિભાની જાણ થઈ. મારી વિનંતીને માન આપીને એમણે તૈયાર કરેલા ૨૦ ચિત્રો મને મોકલ્યા છે, જે હું પાંચ હપ્તામાં આંગણાંમાં રજૂ કરીશ. આજે એનો પ્રથમ હપ્તો રજૂ કરૂં છું. ચિત્રો એમણે પોતાની દિકરીના સંતાનોને રાજી કરવા દોરેલા હતા, એટલે ચિત્રોની નીચે એમણે Nani લખ્યું છે.

મા સરસ્વતીનું ચિત્ર કુન્તાબહેને દોરેલું પહેલું ચિત્ર નથી, પણ એમણે મને કહેલું કે આંગણાંમાં મારાં ચિત્રો મૂકો તો ચિત્રને પ્રથમ મૂકજો. કેનવાસ ઉપર એક્રીલિક રંગોવાળું ચિત્ર માટીની મૂર્તિ ઉપર મૂર્તિકારે ચમકીલા રંગો ચઢાવ્યા હોય એવો ભાસ આપે છે. ચિત્રમાં સરસ્વતિના વસ્ત્રોની ડીઝાઈનમાં અને અલંકારોમાંની બારીકાઈ કુન્તાબહેનના પરિશ્રમને છતો કરે છે. 11” X 14” નું ચિત્ર ૨૦૦૯ માં તૈયાર થયું હતું.

એક્વાર કુન્તાબહેન અમેરિકાના યુટા રાજ્યના મોઆબ શહેર પાસે આવેલા કેનિયનલેંડમાં નેશનલ આર્ચીસ પાર્ક જોવા ગયેલા. અગાઉ એમણે અહીંની કમાનોના ચિત્રો નેશનલ જ્યોગ્રોફી મેગેજીનમાં જોયેલા. પ્રથમ તો એમણ કમાન ઉપર ઉભા રહીને પોતાનો ફોટો પડાવ્યો, અને પછી ઘરે આવીને એમણે કેનવાસ ઉપર એક્રીલિક રંગોથી ચિત્ર તૈયાર કર્યું. 18” X 24” નું ચિત્ર ૨૦૧૦ માં પુરૂં કર્યું હતું.

૧૦મી મે ૧૯૬૯ ના કુન્તાબહેન અમેરિકાના કનેક્ટીકટ રાજ્યના વોલકોટ શહેરમાં આવ્યા. ત્યાં એમના માતાપિતા જેવા લેન્ડ લોર્ડનું ઘર હતું. ત્યાર બાદ ૨૦૦૧ સુધી તેઓ ન્યું ઈંગ્લેન્ડમાં રહ્યા. ન્યુ ઈંગ્લેંદની યાદમાં એમણે ચિત્ર બનાવેલું. ચિત્ર એમના પતિ દિલીપ શાહને ખૂબ ગમેલું, પણ કુન્તાબહેનને એની જાણ હોવાથી ચિત્ર એમણે એમની ભાણેજને ભેટમાં આપી દીધું. પછી જયારે એમને ખબર પડી ત્યારે એમણે પોતાના પતિ માટે ચિત્ર ફરી બનાવ્યું. પ્રથમ ચિત્ર ૨૦૦૯ માં 14” X 11” નું હતું. ફરી બનાવેલું ચિત્ર 20” X 16” નું છે અને ૨૦૧૦ માં તૈયાર કર્યું છે.

કુંતા બહેનને આકાશમાં વાદળોના ઝુંડ જોવાનું બહુ ગમે છે. એમાં એમની બારીમાંથી દેખાતી ટેકરી ઉપરનું સુકાઈ ગયેલું ચમકીલું ઘાસ જોઈને એમનો કલાકાર જીવ ખૂબ હરખાઈ જતો. વાદળાં અને ઘાસને કેનવાસ ઉપર એક્રીલિક રંગોમાં એમણે બહુ સરસ રીતે આલેખ્યું છે. ચિત્ર 11” X 14” નું છે અને ૨૦૧૨ માં તૈયાર કર્યું છે.

12 thoughts on “કુન્તા શાહની ચિત્રકલા-૧

 1. કુંતાની કળા રજુ કરવા માટે આભાર માનવાની અમારી ફરજ. પણ વ્યક્તિની કાર્યની રજુઆત એ એક તમારી સાહિત્ય અને કળાની સેવાનો એક નાનકડો અંશ માત્ર છે. સાહિત્ય અને કળાની આપની સેવા અદ્ભુત અને અમુલ્ય છે.

  Liked by 1 person

 2. કુન્તાબેનને હાર્દિક અભિનંદન …શું સુંદર ચિત્રો દોર્યા છે તમે?…જાણે જીવંત જ હોય….વાહ…વાહ….

  Liked by 1 person

 3. કુન્તા શાહની અદભૂત ચિત્રકલા
  એમની આ પ્રતિભાની જાણ
  અને
  સુંદર ચિત્રો રસદર્શન સાથે રજુ કરવા બદલ
  મા દાવડાજીને ધન્યવાદ
  રાહ હપ્તા ૨ ૩ ૪ ૫ ની

  Like

 4. ખૂબ જ સુંદર, કુંતા બહેન ના ચિત્રો ખૂબ સરસ છે, વહેંચવા માટે ખૂબ ખૂબ આભાર , __/\__

  Like

 5. મુ. શ્રી. દાવડા સાહેબ,

  તમારા આંગણામાં મને રોપી, તમે મને અને દિલીપને જે આનંદ આપ્યો છે તેને માટે “આભાર” શબ્દ ઘણો શુલ્ક લાગે છે. જાણે, એક મોતીને દરીઆની ઓળખ કરાવી એવું ભાસે છે.

  બાળકોના પ્રોત્સાહન વગર આ કલાને મારો હાથ લાગ્યો ન હોત અને દિલીપના સહયોગ વિના આ સ્તરે પહોંચી શકી ન હોત.

  તમારા આંગણામાં વિહરતા જે જે વ્યક્તિઓએ મારી કૃતિઓ જોઇ છે તે સહુ્નો આભાર.

  સુરેશ્ભાઇ જાની, ફુલવતિબહેન, MHThaker, રાજેશભાઇ શાહ, રાજુલ કૌશિક, સર્યુબહેન પરીખ, પ્રજ્ઞાજુબહેન, રમેશભાઇ પટેલ, કલ્પનાબહેન તથા રઘુભાઇને મારા નમસ્કાર જેમના વચનામૃતથી મને ઉત્તેજન મળ્યુ છે અને આશિર્વાદ મળ્યા છે.

  Like

 6. વાહ વાહ કુંતાબેન, ખૂબ ખૂબ અભિનંદન,તમારી આ કલાની જાણથી ખૂબ આનંદ થયો.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s