માતૃભાષા (મહેન્દ્ર મહેતા)

(શ્રી મહેન્દ્ર મહેતા માત્ર આંગણાંના શુભેચ્છક જ નથી, આંગણાંના સહાયક છે. કલાગુરૂ રવિશંકર રાવળ અને ધરતીના કલાકાર ખોડિદાસ પરમારની લેખમાળા માટે એમણે સક્રીય સહાય કરેલી. આજે આંગણાંમાં એમનો આ લેખ મૂકતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.)

માતૃભાષા

અમારા મિત્ર બટુકભાઈ સાથે મળીને અમે એક મંડળ બનાવ્યું હતું . આદર્શવાદી વલણ હજી ઓસર્યું નહોતું , નવું કરવા ની ધગશ હતી એટલે અહી વસેલા મિત્રો માં ભાઈચારો વધે તે આશયે India Pakistan Friendship  Society નું મંડળ રચ્યું.

બટુકભાઈ ને કૈફી આઝમી સાથે મૈત્રી હતી, તેમણે કૈફી સાહેબ ને અમારા મંડળ ની વાત કરી અને પરિણામે શબાના આઝમી અમારા મંડળ ના ઉદઘાટન પ્રસંગે હાજરી આપવા અમેરિકા આવ્યા. તેમની હાજરી ને કારણે અમારા મંડળ માં રસ લેનારા અને સભ્ય બનનારા ની સંક્યા સારી એવી વધી.

શબાના ના માન માં ધનાઢ્ય સભ્યોએ બે ત્રણ Party નું આયોજન કર્યું હતું. એવી એક Party ની આ વાત છે. તે Party માં હાજરી આપવા  Sacramento થી અમે પાચ છ મિત્રો સાથે Oakland ગયા.

આવી Party માં બને છે તેમજ જે ઓરડા માં શબાના હતા ત્યાં ખુબ ભીડ,બદ્ધા શબાના સાથે વાતો કરવા અને તેમની સાથે ફોટા પડાવવા પડાપડી કરતા હતા. એક તો અમે મોડા પહોચ્યા,અને  ભીડ માં જવું ગમે નહિ વળી  ફોટા પડાવવા નો શોખ નહિ એટલે મેં અને મીરાએ બીજો ઓરડો શોધ્યો. હું તે ઓરડા માં હતા તે મિત્રો સાથે વાતે વળગ્યો તે દરમ્યાન મીરાએ ખુરશી શોધી. તેની બાજુમાં એક ૧૯-૨૦ વર્ષ ની યુવતી બેઠી હતી.

થોડી વાર માં મેં  મીરાના અવાજ માં પ્રશ્નો ની ઝડી સાંભળી : કયારે Due છો? શું ખોરાક લે છો? દરરોજ દૂધ પીવે છે કે નહિ? Vitamins લે છો? વગેરે. અમે ત્યાં હતા ત્યાં સુધી તે બંને ની વાત ના ખૂટી. જતા જતા મીરાએ પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું “ ગભરાઇશ નહિ અને ગમે ત્યારે મને ફોન કરજે”. ઘરે જતા રસ્તા માં મીરાએ મને કહ્યું કે તે યુવતી નવી નવી Bangladesh થી આવી હતી અને આવતા વહેતજ Pregnant થઇ હતી. તેને હિન્દી કે English આવડતું નહોતું.

અઠવાડિયા પછી એક શનિવારે ફોન આવ્યો, સામેની વ્યક્તિ મને કહે છે “ મારી પત્ની ને મમ્મી સાથે વાત કરવી છે “ મેં આશ્ચર્ય થી પૂછ્યું “મમ્મી?” તે સાંભળતા વહેતજ મીરાએ  એ ફોન મારા હાથ માં થી લઇ લીધો, અને તેની વાત ૨૦ ૨૫ મિનીટ ચાલી. વાત પૂરી થતા મને કહ્યું કે તે ફોને પેલી બંગલાદેશ થી આવેલી છોકરી નો હતો. મને આશ્ચર્ય થયું કે તેમણે એટલી લાંબી વાત કેવી રીતે કરી, મીરાં ને ના આવડે બંગાળી કે ઉર્દુ અને પેલી છોકરી ને ના આવડે હિન્દી કે અંગ્રેજી. પછી તો લગભગ દર અઠવાડીએ તે છોકરી નો ફોન આવે. બે મહિના પછી ખાસ્સો કલાક લાંબો ફોને આવ્યો, કહેવા કે મને પુત્રી જન્મી છે અને તેનું વર્ણન કર્યું  અને પ્રસુતિ ના અનુભવ ની વાત કરી  અને છેલે અમને પુત્રી ના નામકરણ ઉત્સવ માં ભાગ લેવા ખુબ આગ્રહ સાથે આમંત્રણ આપ્યું.

અમે  નામકરણ ઉત્સવ માં ભાગ લેવા ગયા, અમે નમાઝ પઢી અને તે છોકરી ના અતિ આગ્રહ ને વશ થઈ મીરાએ ગીત ગયું “ મેં તો એક ખાવ્બ હું”.

મને  લાગે છે કે મીરાં અને અમારી તે “દીકરીએ”  જે માધ્યમ માં વાતો કરી તેનેજ “ માતૃભાષા” કહેતા હશે.

મહેન્દ્ર મહેતા (પાલો અલ્ટો, કેલિફોર્નિયા)

6 thoughts on “માતૃભાષા (મહેન્દ્ર મહેતા)

 1. સરસ. તે દિલની ભાષા હતી…હૃદયની ભાષા હતી. શબ્દોની ભાષા ન્હોતી. લાગણી અને હાવભાવની ભાષા હતી. બે સ્ત્રી……..બે માતાઓના હૃદયની ભાષા હતી.
  દિકરીઅે જ્યારે ફોનની શરુઆતમાં કહ્યુ કે મારે ‘ મમ્મી‘ જોડે વાત કરવી છે…તે તમે કેવી રીતે સમજી શક્યા? માનવતાની વાત હતી.

  શબ્દોની ભાષા જ્યારે દૂર થઇ જશે અને લાગણીઓની ભાષામાં વાતો થતી થશે ત્યારે આ પૃથ્વિ ઉપર પ્રેમનું રાજ ચાલતું હશે.
  શબ્દોઅે તો દાટ વાળ્યો છે. લાગણીઓને નેવે મુકી છે.

  અમૃત હઝારી.

  Like

 2. really mahendra bhai,
  you said it..- recently our group had some charch on language of animal– some people understand–so i can easily digest this word- very well– ” it was matru bhasha” when heart meets – language is no bareear.(wrong spelling — but you understood ) like this.

  Liked by 1 person

 3. માવતર , માતૃભાષાની એક નવલી સમજ ને માનવતાની સૌરભ…આપ જેવા સહૃદયીની કલમે જ વહી શકે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Sent from my iPhone

  >

  Liked by 1 person

 4. મા રમેશભાઇએ અમારા દિલની વાત કરી-‘માતૃભાષાની એક નવલી સમજ ને માનવતાની સૌરભ…આપ જેવા સહૃદયીની કલમે જ વહી શકે.’
  ભાષાઓ ભિન્ન છે, પણ વેદના, નિરાશા, બોરિયત, વિચારોની અનાસ્થા આ બધાં અંશત: ભારતીય છે. પરદેશના જીવનના સામાન્યીકરણને લગભગ ભાષાઓના જિવાતા જીવનનો અંશ છે. નૂતન વિચારધારાઓ, ધ્વનિનાં મોજાંઓની જેમ, ભૂગોળના અક્ષાંશ-રેખાંશને માન્ય રાખતી નથી, ભાષા જિવાતા સમયની વ્યક્તિગત સમજદારી છે.
  મા મહેન્દ્રજી-‘મીરાં અને અમારી તે “દીકરીએ” જે માધ્યમ માં વાતો કરી તેનેજ “ માતૃભાષા” કહેતા હશે આ માતૃભાષા સાદગીપૂર્ણ , વ્યક્તિગત , પ્રામાણિક , સીધી અને સનાતન છે અને અલબત્ત, મૌલિક છે .
  સતત મનમા ગુંજે
  मैं तो एक ख्वाब हूँ इस ख्वाब से तू प्यार ना कर
  प्यार हो जाए तो फिर प्यार का इजहार ना कर
  ये हवाएं कभी चुपचाप चली जायेंगी
  लौट के फिर कभी गुलशन में नहीं आयेंगी
  अपने हाथों में हवाओं को गरिफ्तार न कर मैं तो एक ख्वाब हूँ…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s