કુન્તા શાહની ચિત્રકલા-૨


કુન્તાબહેન ચિત્રકળા ઉપરાંત સામાજીક પ્રવૃતિઓમાં પણ ગુંથાયલા છે. ફુરસદના સમયમાં ભારતની ફોજના સૈનિકો માટે હાથના મોજાં ગુંથતા અને હવે અમેરિકન વેટરન્સ માટે ગોદડી બનાવે છે.

એમના જીવનની ફીલોસોફી છે, અપેક્ષા વગર કામ કરવું.   બીજા પહેલા, હું પછી. માત્ર ભગવદગીતા વાંચતા નથી, ગીતામય જીવન જીવે છે.

અપૂર્ણતામાં પૂર્ણતા

ચિત્ર કુન્તાબહેનની સુપુત્રીને ખૂબ ગમે છે. ચિત્ર અધુરૂં છે, પણ એમની પુત્રીએ એમને આમાં કંઈ પણ વધારે ઉમેરવામાંથી રોક્યા. ચિત્રમાં ડાબી બાજુએ નીચેના ભાગમાં સ્નોફોલ જેવું લાગે છે હકીકતમાં કેનવાસ તૈયાર કરવા માટે લગાડેલું Gesso છે. એમને તો દૂરના ઘરોના છાપરા ઉપર દેખાતા સ્નોના છૂટા છવાયા ટુકડાને ચિત્રમાં વણી લેવા હતા. 18” X 24” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરેલું ચિત્ર ૨૦૦૯ માં બનાવ્યું છે.

શાસ્તા શિખર

કુન્તાબહેન એમની દિકરીના કુટુંબ સાથે શાસ્ત પર્વતની મુલાકાતે ગયા હતા. સાંજના થોડું મોડું થયું હતું, અને એમની મોટેલ થોડે દૂર હતી. કારમાંથી એમને જે દૃષ્ય દેખાયું એમણે મનમાં અંકિત કરી લીધું, ખાસ કરીને દૃષ્યના રંગોને યાદ કરી લીધા. પછી એમણે 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ૨૦૦૯ માં ચિત્ર તૈયાર કર્યું.

લાસન નેશનલ પાર્ક, કેલિફોર્નિયા

શાસ્તા શિખરના પ્રવાસ વખતે લાસન રસ્તામાં આવે. મોડી સાંજનો સમય અને વરસાદથી ભીંજાયેલી પર્વતોની ફરતે ઘાટીની સડક પરથી કાર વળાંક લેવાની હતી ત્યાં પાણીના ખાબોચિયામાં લાલ લાઈટનું વિખરાયલું પ્રતિબિંબ જોતાં દ્ર્ષ્ય મનમાં કોરાઈ ગયું. પછી એમને 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ચિત્ર ૨૦૦૯ માં તૈયાર કર્યું,

કેટલાં પક્ષીનો કોયડો

ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝીયમમાં એમણે એક ચિત્ર જોયું. એમને ચિત્ર એટલું ગમી ગયેલું કે એમણે એને મનમાં અંકિત કરી લીધું. પછી 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોમાં યાદને કાયમી સ્વરૂપ આપ્યું. ચિત્ર પણ ૨૦૦૯ માં તૈયાર કરેલું.

 

9 thoughts on “કુન્તા શાહની ચિત્રકલા-૨

  1. મા દાવડાજીના રસદર્શન સાથે સુંદર ચિત્રો માણ્યા
    પણ આ વાત અમને ખૂબ ગમી
    “કુન્તાબહેન ચિત્રકળા ઉપરાંત સામાજીક પ્રવૃતિઓમાં પણ ગુંથાયલા છે. ફુરસદના સમયમાં ભારતની ફોજના સૈનિકો માટે હાથના મોજાં ગુંથતા અને હવે અમેરિકન વેટરન્સ માટે ગોદડી બનાવે છે.
    એમના જીવનની ફીલોસોફી છે, અપેક્ષા વગર કામ કરવું. બીજા પહેલા, હું પછી. એ માત્ર ભગવદગીતા વાંચતા નથી, ગીતામય જીવન જીવે છે.”
    ..
    ધન્ય ધન્ય

    Liked by 1 person

  2. Urvashi Shah
    (By E-mail)
    We know Kuntaben from so many years, but never had heard from her that she is an
    excellent artist, that shows her simplicity being an artist. Proud for her and her art work.
    Thank you for sharing and bringing the hidden artist on the front.

    Urvashi Shah

    Like

  3. wow pictures. reading this again and again. ‘એમના જીવનની ફીલોસોફી છે, અપેક્ષા વગર કામ કરવું. બીજા પહેલા, હું પછી. એ માત્ર ભગવદગીતા વાંચતા નથી, ગીતામય જીવન જીવે છે.. great soul. connection with such soul is blessings for spiritual growth.

    Like

  4. ટિપ્પણીઓ માટે સૌનો ખૂબ આભાર. કુંતાની કળાની કદર બધા વાંચકો કરે છે એ માત્ર અમારે માટે નહીં પણ આંગણું માટે અને દાવડા સાહેબ માટે પણ ખુબ ગૌરવની વાત છે. એમના પ્રયત્નોનો બધાને લાભ મળે છે એ ઘણી અગત્યની વાત છે.

    વધુ કુંતા લખશે.

    Like

  5. મુ. શ્રી. દાવડા સાહેબ,

    તમારા આંગણામાં મને રોપી, તમે મને અને દિલીપને જે આનંદ આપ્યો છે તેને માટે “આભાર” શબ્દ ઘણો શુલ્ક લાગે છે. જાણે, એક મોતીને દરીઆની ઓળખ કરાવી એવું ભાસે છે.

    બાળકોના પ્રોત્સાહન વગર આ કલાને મારો હાથ લાગ્યો ન હોત અને દિલીપના સહયોગ વિના આ સ્તરે પહોંચી શકી ન હોત.

    તમારા આંગણામાં વિહરતા જે જે રસિક વ્યક્તિઓએ મારી કૃતિઓ જોઇ છે તે સહુ્નો આભાર.

    સુરેશભાઇ જાની, ફુલવતિબહેન, MHThaker, રાજેશભાઇ શાહ, રાજુલ કૌશિક, સર્યુબહેન પરીખ, પ્રગ્નાજુબહેન, રમેશભાઇ પટેલ, ઉર્વશીબહેન શાહ, તરુલતાબહેન મેહતા, હિરલ કલ્પનાબહેન તથા રઘુભાઇને મારા નમસ્કાર જેમના વચનામૃતથી મને ઉત્તેજન અને આશિર્વાદ મળ્યા છે.

    Like

પ્રતિભાવ