બારણે ટકોરા (સુનંદા પટેલ) અને રે’વા દો (દેવિકા ધ્રુવ)


(સુનંદા પટેલનો આ લેખ વાંચતી વખતે કાકાસાહેબ કાલેલકરનો લેખ “પગલાંની લિપી” યાદ આવ્યા વગર નહીં રહે. આજે ઉજાણીમાં વેબ ગુર્જરીના સંપાદક મંડળના સદસ્ય, અમેરિકા સ્થિત બહેન દેવિકા ધ્રુવની એક ગઝલ પણ રજૂ કરૂં છે. આશા છે કે ઉજાણીની બન્ને વાનગીઓ તમને ગમશે.)

બારણે ટકોરા

મારા બારણે પડતા પ્રત્યેક ટકોરાને હું ઓળખું છું.

એમાંના કેટલાક તો સાવ અમસ્તા હોય છે.

ટકોરા વાગતાં વેંત પોતાને જાણે પાછા ખેંચી લે છે, કારણ કે તો પડોશીનાં બાળકોનાં ભુલથી રમતાં રમતાં વાગી ગયેલા છે.

અને બીજા પણ એવા ટકોરા હોય છે જે વાગતાં હું બારણું ખોલ્યા વિના સમજી જાઉં છું કે ટકોરા વગાડનાર ભોંઠપ અનુભવે છે. કારણ કે એને ઘરમાં નહી, બાજુના ઘરમાં જવાનું હતું.

એક ટકોરા બહુ વિશ્વાસપુર્વક વગાડવામાં આવેલો ધીમો ટકોરો હોય છે. મારૂં કામ કરી આપનાર બાઈનો ટકોરો છે. જાણે છે કે ઘરમાં એનો પ્રવેશ સ્વાભાવિક છે. એને માટે કલશોર કરી મુકવાની જરૂર નથી.

કેટલાક ટકોરામાં અધીરાઈ, ઉતાવણ અને ધમકી હોય છેતાર લઈને આવનાર ટપાલીની ધમકીકે તમે જલ્દી નહી ખોલો તો હું પાછો ચાલ્યો જઈશ.

કેટલાક ટકોરા વાગતા વેંત જાણ માફી માગવા લાગે છે. અને હું સમજી જાઉં છું કે તો હંમણાં અહીંથી ગયેલા મહેમાનોના ટકોરા છે. તેઓ એમની રહી ગયેલી છત્રી કે ચોપડી લેવા પાછા આવ્યા છે.

એક લાચાર ટકોરાબિસ્કીટ વેચતા સેલ્સમેનના.

એક આનંદના ટકોરાદૂરથી આવતી મારી સ્નેહમયી બહેનના.

એક ઉત્તેજીત ટકોરાઝરૂખામાં ઉછળીને પડેલા દડાને લેવા આવતાં નીચે રમતાં છોકરાંઓના.

વાગવું કે વાગવું એવો વિચાર કરતા કેટલાક ટકોરા.

વાગીને શરમાઈ જતા ટકોરા.

સલાહ લેવા આવતા ટકોરા.

સલાહ દેવા આવતા ટકોરા.

બધા ટકોરા કોઈક ને કોઈક પ્રકારનાપ્રવેશમાટે હોય છે.

પણ હું કોઈક ઉજવલ પ્રભાતે મારા બારણા ઉપર પડનારા ટકોરાની રાહ જોઉં છું

જે પરમ વિશ્વાસના ટકોરા હશે. એને વગાડનાર અંદર નહીં આવે. મને કહેશે..

ચાલ”…

અને બારણાં ખુલ્લાં મૂકી એની સાથે ચાલી નિકળીશ.

*****************************************************************

રેવા દો

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.

નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,

પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,

મળે ઈશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર

ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,

હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,

પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,

મળે રોવાને ક્યાં એકે ખૂણાની વાત રે’વા દો.

 દેવિકા રાહુલ ધ્રુવ

8 thoughts on “બારણે ટકોરા (સુનંદા પટેલ) અને રે’વા દો (દેવિકા ધ્રુવ)

 1. વર્ષો પહેલા (૧૯૪૭-૧૯૫૦ના અરસામાં “),સ્વ..શ્રી. ઉમાશંકર જોશીએ એક અંકી નાટિકા “બારણે ટકોરા” લખી હતી।
  જીવન લાલસાને ઉદેશતી તે એક સચોટ કથની હતી.પહેલા ‘રંગમંડલ’ના તખ્તા પર અને પછી ઓલ ઈન્ડિયા રેડિયો પર તે રેજુ થઇ હતી. ત્રણ પાત્રોની નાટિકામાં શ્રીમતી ઇલાબેન મહેતા ,બીજા એક બેન (નામ યાદ નથી) અને ‘બટુ’ના પાત્રમાં મારો સમાવેશ હતો તે સહજ – કનકભાઈ રાવળ, પોર્ટલેંડ ,ઓરીગોન

  Like

 2. દેવિકા બહેની દરેક કવિતા બહુ સરસ હોય છે અને સારી લાગે છે,ગુજરાતી સાહિત્ય સરિતાની દરેક બેઠકમાં દેવિકા બેનની કાવ્ય રચનાઓ સાંભળવાનો બહુ લાભ મળ્યો છે તેમની અમુક રચનાઓ Facebook ઉપર તેમના નામ સહિત મુકી છે એવી સરસ લાગી છે પરંતુ હાલ પાચેક વર્ષથી આરોગ્યના કારણે જઇ શકતું નથી સર્વ સભ્યોનો નક્કર સાથ અને સહકાર ખરો જ પણ મારે ફક્ત શ્રોતા તરીકે જવાનું આ તકે સર્વ સભાઓને નમસ્કાર

  Liked by 1 person

 3. ખુબ સુંદર રચનાઓ…

  સાચી વાત સુનંદાબેનની,
  પારખી શકીએ તો પગરવની જેમ ટકોરાની પણ એક ઓળખ તો હોય છે જ.

  દેવિકાબેનના કાવ્યમાં એક લયમાધુર્યની સાથે કશુંક સત્ય અને તથ્ય વણાતું હોય છે.

  Liked by 1 person

 4. મિત્રો,
  આ ટકોરાઓ બારણે પડતાં ટકોરાઓ નથી.
  ટકોરાઓની પરખ , ઓળખ, તો ત્યારે જ થતી હોય છે જ્યારે અે ટકોરાના તંતુઓ,લય, અને ભાવ, સાંભળનારના દિલ સાથે જોડાયેલાં હોય.
  સુંદર વાત થઇ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. sunanda bahen,
  freat analysis of all takora- which needs entry- we never thought so deeply–and last one is ultimate: “પણ હું કોઈક ઉજવલ પ્રભાતે મારા બારણા ઉપર પડનારા ટકોરાની રાહ જોઉં છું…
  જે પરમ વિશ્વાસના ટકોરા હશે. એને વગાડનાર અંદર નહીં આવે. એ મને કહેશે..
  “ચાલ”…
  અને બારણાં ખુલ્લાં મૂકી એની સાથે ચાલી નિકળીશ.”
  Devika bahen,
  as usual ebjoyed your poetry:”જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
  મળે ઈશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.” all stanza’s have great punch…njoyed it- thx

  Liked by 2 people

 6. સ રસ લેખ
  બારણે ટકોરાથી યાદ આવે શાળાના દીવસોમા ભજવેલુ ઉમાશંકર જોશીનું નાટક અને પાત્રો નંદુ : વિધવા માતા ચંચળ : ઓળખીતી બાઈ બટુ : નંદુનો નાનો દિકરો જયંતી: નંદુનો મોટો દિકરો મુગટલાલ : જયંતીનો પુત્ર …

  બંધ બારણે ટકોરા મારે તો
  શ્યામ તને સાચો ગણું …

  દરેક વખતે બારણે ટકોરા પડે એવું જરૂરી હોતું નથી,
  આપણ ને એહસાસ થવો જોઈએ કે કોઈ દરવાજો ખુલવાની રાહ જુએ છે
  ……………………………………….
  અમારા સુ શ્રી દેવિકાબેન ની સુંદર ગઝલોમાંની પ્રસ્તુત નખશિખ સુંદર ગઝલ.
  ગઝલમાં સુંદર રદિફ સાથે સંવેદનાઓની ગુંથણી બહુ જ ભાવુક રહી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s