કુન્તા શાહની ચિત્રકલા-3


કુન્તાબહેન ૧૯૬૪માં નાયર હોસ્પિટલ, મુંબઈમાં, કાર્ડિઓલોજી ડિપાર્ટમેન્ટ્માં રિસર્ચ ટેકનીશિયન તરીકે કામ કરતા હતા, ત્યારે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો ગરીબીમાં પણ ભારતિય સંસકૃતિને કેવી રીતે નિભાવે છે તેનો અભ્યાસ કર્યો. આમ કલાકાર બનવા જરૂરી સંવેદનશીલતા કેળવવાના એમને અનેક અવસર મળેલા.

બીચ

કુન્તાબહેનને કુદરતના નજારા ખૂબ ગમે છે, પછી તે ગમે તે રૂપમાં હોય. 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી દોરેલું ચિત્ર બીચનું છે. ૨૦૦૯ માં તૈયાર કરેલા ચિત્રમાં બીચ ઉપરની રેતી કેટલી આબેહૂબ દેખાય છે. મુખ્ય સમુદ્રના એક ફાંટાનું પાણી અને મુખ્ય સમુદ્રના દૂર દેખાતાં મોજાંનું આવું દૃષ્ય મેં મુંબઈમાં મડ આયલેન્ડના બીચ ઉપર જોયું છે.

ચિત્રક્ળાનું શિક્ષણ

કુન્તાબહેનનું પ્રથમ પેઈન્ટીંગ છે. ચિત્રકળા શિખવાની શરૂઆત કરવા એમણે ચિત્રથી કરી. પાણી, ખડક, વૃક્ષ અને એના મૂળીયાં, નદીના વળાંક વગેરે કેનવાસ ઉપર કેવી રીતે અંકિત કરવા એની પ્રેકટીસ કરવા ચિત્ર તૈયાર કર્યું. 18” X 24” ના મોટા કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ૨૦૦૮ માં શરૂ કર્યું અને ૨૦૧૦ સુધી એની ઉપર સુધારા કરતા રહ્યાં. ફરી આવો પ્રયોગ ૨૦૧૮ માં 30” X 40” ના કેનવાસ ઉપર કર્યો. આમ કુન્તાબહેન કાયમ એક ચિત્રક્ળાના વિદ્યાર્થી રહ્યા છે.

ખીણ

ચારે તરફ ડુંગરોથી ઘેરાયલી ખીણની વચ્ચેના તળાવમાં માછલીઓ જોઈને કુન્તાબહેન ખૂબ આશ્વર્યચકિત થતા. આસપાસના ડુંગરાના શિખરો એમને બીજી દુનિયામાં લઈ જતાં. એમને થતું કોણે કહ્યું સ્વર્ગ ખૂબ ઉપર છે, એમને તો એમની આસપાસના વાતાવરનમાં સ્વર્ગ દેખાતું. મને માછલી દેખાય છે, તમને મળી?

વન વગડાનાં ફૂલ

પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે, અને સૂર્યની આસપાસ પણ ચકકર લગાવે છે. બધી ગતિ માટે ગુરૂત્વાકર્ષણનું બળ કારણભૂત છે. ઉત્તર અને દક્ષિણ દિશાઓ તો આપણે નક્કી કરી છે, અને રીતે સ્વર્ગ અને નર્કની કલ્પના પણ આપણે કરી છે. કુન્તા બહેન કહે છે, સ્વર્ગ અને નર્ક બન્ને અહીં છે. 16” X 20” ના કેનવાસ ઉપર ૨૦૧૨ માં એમણે અહીં સ્વર્ગ અંકિત કર્યું છે.

6 thoughts on “કુન્તા શાહની ચિત્રકલા-3

  1. દાવડાજીના રસદર્શન અને સુંદર કલાત્મક ચિત્રો બદલ કુંતાબેન ને ધન્યવાદ
    કુન્તાબહેન ૧૯૬૪માં નાયર હોસ્પિટલ, મુંબઈ… સાથે અમારી ૫૦ના દાયકાની યાદોની વણઝાર શરુ
    થઇ !હાલ .ન્યૂરોસર્જરીના વડા ડૉ. ત્રિમૂર્તિ નાડકર્ણીએ ૩૧ વર્ષના પુરુષના મગજમાંથી ૧.૮ કિલોગ્રામની ગાંઠ દૂર કરી છે જે સિધ્ધી મેળવી તેનાથી આ ગરીબો માટેની ધર્માદા હોસ્પી.નું નામ રોશન થયું

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s