જીવનના અંતિમ પડાવમાં એક વધુ બદલાવ (પી. કે. દાવડા)


જીવનના અંતિમ પડાવમાં એક વધુ બદલાવ

૧૮ મી જાન્યુઆરી,૨૦૧૨ ના દિવસે, જીવનના ૭૬ વર્ષ મુંબઈ જેવા ચોવીસ કલાક જાગતા શહેરમાં વિતાવ્યા પછી, સંજોગોને વશ થઈ, જીંદગીના અંતીમ પડાવ માટે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રીમોન્ટ શહેરમાં આવી પહોંચ્યો.

આજે મી જૂન, ૨૦૧૮ ના દિવસે, ફરીવાર સંજોગોને વશ થઈ, મેં મારી ભારતીય નાગરિગતાનો ત્યાગ કરી અમેરિકાની નાગરિકતા સ્વીકારી. હવે મારા માટે કાયદા અનુસાર ભારતદેશ પરદેશ બની ગયો. ભારતની મુલાકાત લેવા મારે ભારતના વિસા અથવા OCI ઓળખ પત્રની ની જરૂર પડશે.

ભારતમાંથી તો હું નીકળી ગયો પણ મારામાંથી ભારતીયતા તો ક્રીમેટોરિયમમાં નીકળશે.

 

 

11 thoughts on “જીવનના અંતિમ પડાવમાં એક વધુ બદલાવ (પી. કે. દાવડા)

 1. આપણા જીવનમાં આ ૨૩ના આંકડાનો પ્રભાવ છે. અમેરિકાના દરેક ઇમીગ્રન્ટના જીવનમાં ૨૩નો આંકડો તેને તેની જન્મભૂમિ સાથે જકડી રાખે છે. ૨૩ ક્રોમોસોમ્સ….DNA…..જન્મભૂમિ સાથે આ જન્મો જનમનો સંબંઘ બની રહે છે. કદાચ આપણી બીજી કે ત્રીજી પેઢીના બાળકો પણ થોડે વઘતે અંશે ભારતીય બની રહેશે. ગુજરાત, કચ્છ માંથી આફ્રિકા માઇગ્રેટ થયેલાઓની આજે કેટલામી પેઢી ત્યાં જીવતી હશે પરંતું ત્યાં હિન્દુ ઘર્મના મંદિરો છે અને ભક્તો પણ છે. તેજ રીતે વેસ્ટ ઇન્ડીઝમાં પણ બનેલું છે.

  આજે અમેરિકામાં વસતાં આપણા લોકો પોતાના ઘરમાં ભારતીય કલ્ચર અને બહારની દુનિયામાં અમેરિકન કલ્ચરનું જીવન જીવી રહ્યા છે.
  અને દુનિયાના દરેક દેશને પોતાના કાયદાઓને વળગીને ચાલવાનું હોય છે.
  અેન્જોઇ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. લાખો વધાઈ. આતો પહેરવેશ બદલાયો.મોટામાં મોટો ફાયદો કે દુનિયાના ઘણા દેશો માટે હવે વિસાની જરૂર નહીં પડે. હૈએ વસેલું ભારતતો અકબંધ રહેવાનુ .બસ મહાલો. -કનકભાઈ

  Liked by 2 people

 3. અમારા જીવનના અંતિમ પડાવમાં એક વધુ બદલાવ યાદ આવ્યો!
  ૨૫મી મૅ ૧૯૯૬ ના દિવસે, જીવનના ૫૭ વર્ષ ભારતમા વિતાવ્યા પછી, સંજોગોને વશ થઈ, જીંદગીના અંતીમ પડાવ માટે અમેરિકાના મૅરીલૅન્ડ રાજ્યના એલીકોટ શહેરમાં આવી પહોંચી. તેઓ તો ૫ વર્ષે પરીક્ષા આપી ભારતીય નાગરિગતાનો ત્યાગ કરી અમેરિકાની નાગરિકતા સ્વીકારી,પણ સંજોગવશાત દેશ તરફની દોડને લીધે મારે સીટીઝનની પત્ની તરીકે અરજી કરવી પડી.પરીક્ષા પાસ કરી પણ સાથે છેલ્લા ૩ વર્ષ સીટીઝન પતિ સાથે રહી તેના પુરાવા માંગ્યા !જેવાકે તે દરમિયાન સંતતી થઇ હોય તેની અને બીજી વિગતો..દીકરીએ એફીડેવીટ કરી-અને હું પણ સિટીઝન થઇ…બાકીના ચાર માટે અરજી કરી તો કેનેડા અને નાઇજેરીયાવાળી દીકરીઓ આવી…
  .
  તમે તમારી વાત કરી અને અમે તો અમારી દાસ્તાન રજુ કરી દીધી

  Liked by 1 person

 4. માફા કરજો એવિવેક સાહેબ પણજ જયારે તમે ભારત છોડો છો ત્યારે ઘણું બધું છોડો છો.છોડવું તે તમારી પ્ર્રોઓરિતિ અને પ્રેફરન્સ છે. તમે સ્વીકારેલો અને માન્ય રાખેલો. હા સંજોગો એ તેમાં ભાગ ભજવ્યો હશે,હવે ત્યાના થયા છો ત્યાના થઇ ને રહો. દ્વિધામાં ના જીવો.संशयात्मा विनश्यति…સમય પ્રમાણે બધું સાચું હોય છે,

  Like

 5. congratulation davda saheb for being citizen of USA- phir bhi DIL hai HINDUSTANI…yes kanak bhai said now you need not have visa of many countries travel but you travel less. Later date one article you can give for obtaining American citizen ship either here or as group mail for interested people as knowledge and present rules etc update.

  Like

 6. જીવનના પડાવમાં આમ ચડ ઉતર થયા કરે છે. દેશમાં દસમા અને બારમા ધોરણના રોજે રોજ પરીણામ આવે છે. મુંબઈમાં ૧૫૦૦ થી ૩૦૦૦ વીદ્યાર્થીઓ એક્ જ બારમા ધોરણમાં હોય અને બધા એટલે કે ૯૯ ટકાથી ઉપર પાસ થાય અને એ પણ પ્રથમ વર્ગમાં… આ લહાવો એ ખરેખર લહાવો છે….

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s