બે આછાંદસ (નીલમ દોશી)


(ગુજરાતના અનેક અખબારો તેમજ સામયિકોમાં હાસ્યથી લઈને બાળનાટકો તેમજ જીવનપ્રેરક વાર્તાઓનું સુંદર સાહિત્ય પીરસનાર લેખિકા શ્રીમતી નીલમબહેનથી આંગણાંના વાચકો પરિચિત છે. એમના અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આજે અહીં એમના બે સરસ આછાંદસ કાવ્યો કોઈપણ જાતની ટિપ્પણી વગર મૂકું છું.)

અંતિમ પ્રયાણ

આદરી તૈયારી અંતિમ પ્રયાણની,

સાથે તો કયાં કશું છે લઇ જવાનું ?

સગેવગે રહ્યું કરવું

પથારા માંડયા સંકેલવા,

ફાઇલો ફંફોસી,

કાગળો ફાડયા,

માળિયા, પેટી, પટારા

સઘળું કર્યું ખાલીખમ્મ,

વરસોથી જતન કરેલા

પુસ્તકો ઠાલવ્યા પબ્લિક લાઇબેરીમાં..

આખરી સૂચનાઓ લખી

સૌ સંતાનોને..

હાશ..હવે હાશકારો.. !

પૂરી થઇ સૌ તૈયારી

ત્યાં..

હાથમાં આવી ચડી..

જૂની પુરાણી..

સાવ જર્જરિત..જીર્ણશીર્ણ…

પીળા પડી ગયેલ પાનાઓવાળી

એક ડાયરી..

એમાંથી ડોકાઇ,

ભીની ભીની બે આંખો..

મારું શું કરવા ધાર્યું છે ?

કયાં સગેવગે કરીશ મને ?

નીલમ દોશી

 

બિલ્લા નંબર…

લાલ યુનીફોર્મ,

બાવડે ચળકતો બિલ્લા નંબર..

સૂકાયેલ હાડ ચામડા

. જાણે વસૂકી ગયેલ કોઇ ગાય

ભૂખ્યો જઠરાગ્નિ…

ઘેર રાહ જોતા ભૂખ્યા બાલુડા…

દોડાવતા સદા ઉતાવળી ચાલે..

ફાંદાળા શેઠ શેઠાણી..

હીરા મોતી ઝાકઝમાળ

ઉતરી રહ્યા મર્સીડીઝમાંથી

પકડયો બિલ્લા નંબર 124 ને..

કરીને સારી એવી રકઝક

ઠરાવી ભાવતાલ કુશળતાથી

હરખાઇને કરાવ્યા દસ રૂપિયા ઓછા..

એક પછી એક બેગ

ગોઠવાઇ રહી મસ્તક પર..

હજુ એક આવી જશે.

ઓહ…

હાથ પર લટકાવ્યા

બે મસમોટા થેલા..

દોડ ભાઇ હવે જલદી જલદી..

બિલ્લા નંબર 124..

વદયો હળવેથી…

હજુ ડોક રહી છે બાકી..

. ત્યાં પણ લટકાવી દો બેગ બે ચાર…

બધીયે યાતનાઓનો

આવી જાય અંત.

આમ પણ હું તો ..

ફકત.. બિલ્લા નંબર…

-નીલમ દોશી

4 thoughts on “બે આછાંદસ (નીલમ દોશી)

 1. વાહ
  સરસ રચના
  યાદ આવે
  સતનાં મેલી રંગ સોગઠાં
  ખેલું નિત ચોપાટ;
  જીવણને જીતી લીધા મેં
  જનમ જનમને ઘાટ;
  ભદ ન જાણે ભોળી દુનિયા
  ખોટા ખડકે ચેહ :
  મુંને મળ્યું ગગનમાં ગેહ.– મકરંદ દવે
  ……બધીયે યાતનાઓનો
  આવી જાય અંત.
  આમ પણ હું તો ..
  ફકત.. બિલ્લા નંબર…
  સ રસ
  સુ શ્રી નીલમ દોશીને ધન્યવાદ
  યાદ આવે‘બિલ્લા નંબર 786’ વાસ્તવમાં એક કુલી બેચ હતો, જેનો ઉપયોગ અમિતાભે 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દીવાર’માં કર્યો હતો. ફિલ્મમાં તેનું પોતાનુ અલગ જ મહત્વ હતું. ‘દીવાર’ ફિલ્મમાં તેના કોટના ખિસ્સામાં રાખેલા બિલ્લા નંબર 786એ જ તેનો જીવ બચાવ્યો હતો,

  Like

 2. નીલમબેન મનને હલાવી દે તેવી બંને રચના.ભીની ભીની બે આંખો,મારું શું કરવા ધાર્યું છે?બહોત અચ્છે!!!!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s