સુખ-દુખ (પી. કે. દાવડા)


સુખ અને દુખ માણસના મનમા છે. નથી માનતા? તો વાંચો આ બે પ્રસંગો.

સુખી

એક ચારણ હતો. એ ગામે ગામ ફરી, લોકોના વખાણ કરી, મળતી બક્ષીસથી પોતાનું ગુજરાન ચલાવતો.

એકવાર એક ગામના રાજા પાસે ગયો, રાજાના વખાણ કરી, આખરે રાજાને એક સવાલ પૂછ્યો, “બાપુ દૂજાણું કેટલું?” બાપુ એ જવાબ આપ્યો, “૧૦૦ ભેંસો, ૩૦૦ ગાયો અને ૫૦૦ બકરીઓ.”

બારોટે કહ્યું, “સુખી બાપુ, સુખી. દુધની તો નદીઓ વહેતી હશે, દુધે નહાતા હશો, મીઠાઈઓના દાન કરતા હશો ! સુખી, બાપુ સુખી.”

રાજાએ સારી એવી બક્ષીસ આપી. ચારણ આશીર્વાદ આપી, ત્યાંથી નગરશેઠની હવેલીએ ગયો. સામાન્ય પ્રશસ્તિ કર્યા પછી પૂછ્યું, “શેઠ દૂજાણું કટલું?” નગરશેઠે જવાબ આપ્યો, “૪૦ ભેંસો, ૧૦૦ ગાયો અને ૨૦૦ બકરીઓ.” બારોટે કહ્યું, “સુખી બાપ, સુખી. દુધ રાખવા ટાંકીઓ બનાવી હશે, નોકર ચાકર મીઠાઈઓ ખાતા હશે, સુખી બાપ સુખી.”

આમ કરતો કરતો ચારણ એક સામાન્ય દેખાતા ઘરમાં ગયો. સામાન્ય વાતચીત બાદ બારોટે પૂછ્યું,

“ભાઈ દૂજાણું કેટલું?” પેલા માણસે એક મોટા લોટા સામે આંગળી ચીંધીને કહ્યું, “રોજ સવારે આ લોટો લઈને કયારેક રાજાના મહેલમાં તો ક્યારેક નગરશેઠની હવેલીમાં જાઉં છું, લોટો ભરીને દૂધ મળે છે, જે આખો દિવસ ચાલે છે, રાતે લોટો માંઝી, ઊંધો કરી દઈને સુઈ જાઉં છું.”

બારોટથી બોલી જવાયું, “તું સૌથી સુખી બાપ, સૌથી સુખી.”

દુખી

એક શેઠ હતા. એમને ખુબ જ સારી પત્ની મળી હતી. રોજ સવારના શેઠના માથે હાથ ફેરવી શેઠને ઊઠાડતી. પછી ગરમ પાણીમા બોળેલા નેપકીનથી એમનું મોઢું લુછી આપતી. ત્યાર બાદ

બ્રસ-કોગળા કરાવી, ગરમા ગરમ ચા પીવડાવતી.

ત્યાર બાદ છાપું વાંચી સંભળાવતી. ગરમ પાણીથી નવડાવ્યા બાદ તેમને પાટલા પર બેસાડી, ગરમ ગરમ કોળીયા તેમના મોઢામાં આપતી.

આટલું કર્યા છતાં શેઠ બોલતા, “ઉંહુ, થાકી ગ્યો”

શેઠાણીએ એક દિવસ પૂછ્યું, “બધું તો હું કરી આપું છું, તો પણ કેમ થાકી જાવ છો?”

શેઠ ગુસ્સાથી બોલ્યા, “આ ચાવે છે કોણ તારો બાપ?”

5 thoughts on “સુખ-દુખ (પી. કે. દાવડા)

 1. સુખ અને દુખ….
  .મનની માયા છે.
  જાતે જ ઉભા કરેલાં જવનના પાસા છે. આજ કાલ સાયકોથેરાપિસ્ટને પણ બીજા મોટા સાયકોથેરાપિસ્ટને ત્યાં જતાં જોયા છે.
  ખંજવાળીને પગની ચામડી છોલતાંને શું કહેવું ?
  બીજાના મહેલ જોઇને પોતાની ઝુપડી તોડનારને શું કહેવું ?
  નરસિહ મહેતા જ કહી ગયા છે કે…સુખ દુખ મનમા ન આણીઅે…ઘટ સાથે રે ઘડીયા…ટાળ્યા તે કોઈના નવ તળે રઘુનાથના જડયા……..

  Liked by 1 person

 2. આપણાં જીવનમાં જે કંઇ બને એ ઘટનાઓને સુખ કે દુ:ખના ચોકઠામાં ગોઠવી
  સુખી – દુ:ખી થઇએ છીએ.

  મનમા ગુંજે બચપણથી સાંભળેલ આ ગીત!
  તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
  પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
  સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..

  Like

 3. આજે એક લેખ વાંચ્યો. જો તમે ભરચક ટ્રેનમાં જતા હો અને બારી પાસે બેસવાની જગ્યા મળે અને સરસ હવા ખાવા મળે, બહારના કુદરતી દૃષ્યો જોવા મળે, તો તમે પોતાને માહન ભાગ્યશાળી માનો છો. પણ, થોડા વખત પછી જો વરસાદ આવે અને બારી બંધ ન થતી હોય અને તમે ભીંજાઈ જતાં હોય અને બીજે ક્યાંય બેસવાની જગ્યા ન હોય અને તમારે ન છુટકે બારી પાસે બેસીને ભીંજાવું પડે, ત્યારે તમે પોતાને બહુ દુઃખી માનો છો.

  બહુ સરસ લેખ છે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s