જ્યોતિ ભટ્ટની ધરોહર–૧
આજથી ત્રણ મહિના સુધી, લલિતકળા વિભાગમાં, જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કલાકારના જીવન અને સર્જનની વાતો રજૂ કરવાનો છું, એમની એ કામ માટે મેં પરવાનગી અને આશીર્વાદ મેળવ્યા છે. એમની પરવાનગી આપતો એક ઈ–મેઈલ મને ૧૫ એપ્રીલ ૨૦૧૮ ના દિવસે મળ્યો હતો, એ સર્વ પ્રથમ અહી રજૂ કરૂં છું.
વડોદરા, એપ્રિલ ૧૫, ૨૦૧૮
સ્નેહી શ્રી દાવડાભાઈ,
આજે ડો.કનક રાવળે ફોને કરીને તમારા blog અંગે વાત કરી છે. એ ઉપરાંત તેમણે તમે મોકલેલ ઈ-મેઈલ ફોરવર્ડ કર્યો છે, તેમ જ તમારા blogની લિંક પણ મોકલી છે. આજ કાલ ‘ગુજ્જુ’ તરીકે ઓળખાવા લાગેલાઓને ‘ગુજરાતી’ હોવાનું ભાન કરાવવા તમે કટિબદ્ધ થઇ સ્તુત્ય પ્રયત્નો કરી રહ્યા છો તે જાણીને ખૂબ આનંદ અનુભવું છું.
કનક્ભાઈએ કદાચ તમને કહ્યું હશે કે હવે હું મારી આંખો પાસેથી કામ લઇ શકતો નથી. અને, મને મળી શકતી મદદ બહુ તૂટક તૂટક હોય છે. આથી, તમને મારા અંગે તથા મારી પાસેથી જોઈતી સામગ્રી પૂરે પૂરી એકઠી થઇ જાય પછી જ તેને ‘blog’ પર મૂકવી તે સલામતી ભર્યો ઉપાય છે.
મારા કામ અંગે કેટલીક પ્રાથમિક માહિતી હાલમાં ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. મને તેની ‘લિંક’ શોધી ને મોકલાવવાનું આવડતું નથી. આથી એકાદ બે લિંક અને બાકીની માહિતી નીચે જણાવું છું. અવકાશે તે જોઈ ગયા પછી, ખૂટતી લાગે તે માહિતી મારી પાસેથી પ્રશ્નોત્તરી સ્વરૂપે મેળવી શકો તો સરળતાં રહેશે તેમ મને લાગે છે.
વિકિપેડિયા, સહ પેડિયા ઉપરાંત આર્ચર પ્રિન્ટ્સ, દિલ્હી આર્ટ ગેલેરી, તસ્વીર (Tasveer), ગીલ્ડ (guild) આર્ટ ગેલેરી ઈત્યાદિની વેબસાઈટ્સ તથા યુટ્યુબ પર TEDx અને બીજા કેટલાલ ઈન્ટરવ્યું પ્રકારના વિડિયો પણ જોઈ શકાશે. (Jyoti Bhatt તો બહુ મળશે. તેથી, નામ સાથે વધારાનું લટકણ Painter કે Photographer ઉમેરવું જરૂરી છે.) મારું બધું જ કામ Asia Art Archives ને આપી દીધું છે. એમાંનું કેટલુંક AAAની વેબ સાઈટ પર મુકાયું પણ છે.
હાલમાં જ વડોદરામાં મારી કૃતિઓનું એક પ્રદર્શન યોજાયું હતું. તેની લિંક ગેલેરી પાસેથી મેળવી શક્યો છું જે આ સાથે જોડું છું. આશા છે કે તે ઉપયોગી નીવડશે.
શુભેચ્છાઓ સાથે,
જ્યોતિ ભટ્ટ
—-૦—-૦—-૦—–
અહીં શ્રી જ્યોતિ ભટ્ટનો પરિચય ટુંકમાં આપ્યો છે.
જ્યોતિભાઈનો જન્મ ૧૯૩૪ માં ભાવનગરમાં થયો હતો. ચિત્રકળાનો વિધિવત અભ્યાસ એમણે વડોદરની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં કર્યો હતો.
લલિતકળાના બે ક્ષેત્રોમાં જ્યોતિભાઈએ મહારથ હાંસીલ કરી, ફોટોગ્રાફી અને ચિત્રકળા. ૧૯૫૦ થી જ એમણે ચિત્રો દોરવાની શરૂઆત કરી દીધી હતી. ૧૯૫૪ અને ૧૯૬૯ વચ્ચે એમણ મોટી સંખ્યામાં ચિત્રો તૈયાર કર્યા.
વડોદરાના સેંટર ઓફ ફોટોગ્રાફીના સ્થાપક સભ્યોમાંથી જ્યોતિભાઈ એક છે. એમણે ફોટોગ્રાફી માટે એટલા બધા વિષય પસંદ કર્યા છે કે આ નાના લેખમાં એનું આખું લીસ્ટ મૂકી ન શકાય. નકશીકામવાળા દરવાજા, ભાતિગળ ફરસ, દિવાલો, ઘરો, ઘડા અને વાસણો વગેરે વગેરે. એમના અલગ અલગ પ્રદેશના લોકો અને એમની રહેણી કરણીના ફોટોગ્રાફ્સ અદભુત છે.
યુરોપ અને અમેરિકાના અનેક શહેરોમાં એ અભ્યાસ અર્થે રહ્યા હતા. ફુલબ્રાઈટ ને રોકફેલર જેવી ખાસ શિષ્યવૃતિઓ મેળવી, એમણે અનેક યુનિવર્સીટીઓમાં ચિત્રક્લા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો હતો.
૧૯૬૩ થી એમના આર્ટવર્કના અનેક પ્રદર્શનો ભારતના અને અન્ય દેશોના અનેક શહેરોમાં યોજાયેલા. ૧૯૫૬ થી જ એમને માન–સન્માન અને ચંદ્રકો મળવાના શરૂ થઈ ગયેલા. એનું પણ લીસ્ટ ઘણું લાંબું છે. ૨૦૦૫ માં એમને દિલ્હીની Academy of Visual Media તરફથી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આજથી જ્યોતિભાઈની ચિત્રકળાના પાંચ અંક અને ત્યાર બાદ એમના ફોટોગ્રાફસના પાંચ અંક આંગણાંમાં રજૂ કરવાનો વિચાર છે. એમણે પ્રેમપૂર્વક એના માટે મને રજા આપી છે. અહીં એ જણાવવું જરૂરી છે કે અહીં મૂકવામાં આવેલા બધા જ ચિત્રો અને ફોટોગ્રાફસના બધા જ કાયદાકીય હક્કો શ્રી જ્યોતિ ભટ્ટના છે. મને માત્ર બિન ધંધાકીય, અને કળા અને સાહિત્યનો ગુજરાતી પ્રજામાં પ્રસાર પ્રચાર કરવા પૂરતી જ પરવાનગી આપવામાં આવી છે. આનો દૂર ઉપયોગ કરનારની કાયદાકીય જવાબદારી એની પોતાની જ રહેશે.

ભાઈશ્રી જ્યોતિભાઈ ભટ્ટને દાવડાના આંગણામાં જોઈને આનંદ.
મારા ભાભી, ઈલા મુનિભાઈ મહેતાના મોટા ભાઈ, મારા પણ ભાઈ સમાન, એક ઉમદા વ્યક્તિ અને કલાકાર. તેમના પત્ની જ્યોત્સ્નાબહેન પણ આગવા કલાકાર છે.
સસ્નેહ, સરયૂ પરીખ
LikeLiked by 1 person
jyotibhai’s intro made me remind- seen his many pictures in recent exhibition at vadodra, sent by kanak bhai or some of our group friend. welcome this great artist-photographer.
LikeLiked by 1 person
ફોટોગ્રાફસમાં ગ્રામજીવનને, આદીવાસી જીવનને, એમની રહેણી-કરણી, એમના ઘર વગેરેને કાયમને માટે જાણે કેમેરામાં કેદ કરી …મણાવવા બદલ મા જ્યોતિભાઇ ભટ્ટને
.
ધન્યવાદ
LikeLike
બહુ સરસ..
LikeLike
Jyotibhai is an artist who has preserved on one way our old Indian tradition of keep on doing one’s own for without telling anything about himself and telling the minimum about himself so the people in the present generation and the following generation may be able to get enough information about him. That’s an art too ! Never self-advertise but give enough information about himself. The same is true to his wife Jyotsnaben. Both of them deserve more than the world is giving them and has given them. If no one does anything, the History itself would make them alive for ever. Thaishri Davadabhai is doing an excellent service by writing about Jyotibhai. Thanks to him.
Radhekant Dave
LikeLike
LikeLike