દેવ-દાનવ અને મનુષ્ય (પી. કે. દાવડા)


દેવ-દાનવ અને મનુષ્ય

આપણા ધર્મગ્રંથોમાં દેવો અને દાનવોની અનેક વાતો આવે છે. રાક્ષસો માયાવી હતા અને અનેક રૂપ ધારણ કરી શકતા હતા, એમની પાસે જાદુઈ શક્તિઓ હતી અને દેવો પણ એમનાથી ડરી જઈ યોજનાબધ્ધ રીતે તેમનો સંહાર કરતા; આવી અનેક વાતોથી આપણા ધર્મગ્રંથો ભરેલા પડ્યા છે. કંસ અને રાવણ તો મહાભારતના અને રામાયણના મુખ્યપાત્રો છે, અને એમનો નાશ કરવા વિષ્ણુને અવતાર લેવા પડેલા એવી વાતો આ ગ્રંથોમાં આલેખવામાં આવી છે.

હકીકતમાં એ સમયના અલગ અલગ પ્રકૃતિના માનવીઓનું આ વર્ગીકરણ છે. આજના સંદર્ભમાં જોઈએ તો કંસ અને રાવણને આંબી જાય એવા પાત્રો ક્યાં નથી? સંપત્તિના બટવારામાં સગીબહેનને કોર્ટમાં ખેંચી જઈ, ખોટા સાક્ષીઓ ઊભા કરી, જેલમાં મોકલનારા કંસના દાખલા મોટા ઉદ્યોગપતિ ઘરાણામાં બન્યા છે. પારકી સ્ત્રીને ભગાડી જનારા કે એનું અપહરણ કરનારાના દાખલા તો રોજે રોજ જોવા મળે છે. આ બધા દાનવો છે. જ્યારે ગાંધીજી, વિનોબા, રવિશંકર મહારાજ વગેરે જેવા પુરૂષોએ, અનેક લોકોની ભલાઈ માટે સમગ્ર જીવન કાર્ય કર્યું એ દેવાંશી છે. પાંડુરંગ શાસ્ત્રી આથાવલેએ દક્ષિણ ગુજરાતના માછીમારોનું જીવન બદલી નાખ્યું, માછીમારોના હજારો કુટુંબના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આવ્યા, તો પાડુંરંગ શાસ્ત્રી દેવાંશી છે. આ બે પ્રકારની વચ્ચે આવેલા, આપણા જેવા માણસો એ મનુષ્યો છે. બસ દેવ-દાનવ અને મનુષ્યની આ જ વાતો પુરાણોએ કરી હશે, આપણે એનો બીજો અર્થ કાઢીએ છીએ.

પાંચસો વર્ષ પહેલા અભણ અને ગરીબ નરસિંહ મહેતાએ લખ્યું હતું, “નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એ જ હું એ જ હું શબ્દ બોલે..” વેદોમાં અને પુરાણોમાં પણ “સોહમ..સો અહમ..” કહેલું છે, પણ સાથે સાથે “તત્વમસિ” “તે તું પણ છે”, એમપણ કહ્યું છે. ઈશ્વર કહે છે હું દેવ છું અને તું પણ દેવ છે. એટલે દેવ-દાનવ-મનુષ્ય બધા એક જ છે, માત્ર માત્રા અલગ અલગ છે. આ માત્રા માનવીનું મન નિયંત્રિત કરે છે. દેવ જેવો માણસ, અચાનક ક્રોધનો શિકાર થઈ દાનવ બની જાય છે. ગીતામાં આ જ સમજાવ્યું છે, કે ઈન્દ્રીયોમાંથી ઈચ્છા જન્મે છે, ઈચ્છામાંથી ક્રોધ, ક્રોધમાંથી કુંઠિત બુધ્ધી અને કુંઠીત બુધ્ધીમાંથી વિનાશ.

રાવણ બ્રાહ્મણ હતો, શિવભક્ત હતો, શિવતાંડવ સ્તોત્રનો રચનારો હતો પણ એની બુધ્ધી ભ્રષ્ટ થઈ અને એ સીતાનું હરણ કરી લાવ્યો.

ધાર્મિકગ્રંથોનો તિરસ્કાર ઘણીવાર ગેરસમજથી થાય છે. એના માટે કહેવાતા ધર્મગુરૂઓ મહદ અંશે જવાબદાર છે. તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે સમાજને ધર્મગ્રંથોનો સાચોઅર્થ સમજાતા નથી અને વહેમ ફેલાવી ભોળા લોકોને લૂંટે છે. વળી આપણા મૂળ ધર્મગ્રંથો સેંકડૉ વર્ષ જૂના છે, લોકોએ પોતાની સગવડ પ્રમાણે એમાં ફેરફારો કર્યા છે. સારો રસ્તો તો એ છે કે એની બહુ જીણી જીણી વિગતમાં ઉતર્યા વગર, એનો હેતુ સમજી લેવો જોઈએ. તમે જોઈ શકશો કે માત્ર હિન્દુ ધર્મ નહિં, બધા ધર્મોનો હેતુ માનવ કલ્યાણ જ જોવા મળશે.

4 thoughts on “દેવ-દાનવ અને મનુષ્ય (પી. કે. દાવડા)

 1. દુ:ખની ઉડાડે ધૂળ તે શયતાન હોય છે,
  સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે,
  બંનેનો મેળ સધાવીને નિપજાવે જીંદગી;
  મારૂં તો માનવું છે કે એ ઇન્સાન હોય છે.

  Liked by 1 person

 2. મા દાવડાજીનું સ રસ ચિંતન
  દેવ અને દાનવ મનુષ્યજ છે, પણ તેના કર્મોથી તે દેવ કે દાનવ બને છે, હવે આ આપવા લેવાની વાત સ્થુલ વસ્તુઓ ની મર્યાદા માં જ રાખવા ની નથી, પણ આપેલી વસ્તુ સુખકર છે કે દુ:ખ કર તે રીતે તેને માપવાની છે.
  મનુષ્ય ને જેવી કેળવણી આપવામાં આવે તેવો મનુષ્ય બને, રાક્ષસ માણસને દેવ બનાવ વાની કેળવણી આપી કે દેવત્વ ગુણો વાળા મનુષ્યના સંમ્પર્કમાં રાખી તેને દેવ બનાવી શકાય. તેવીજ રીતે દેવ માણસને રાક્ષસી કેળવણી આપીકે રાક્ષસી વૃત્તી વાળાઓના સંપર્કમાં રાખી રાક્ષસ માનવ બનાવી શકાય.
  ;;;;આ શક્યતાનો ઉપયોગ કરી, હવે આપણે જાગૃત બની,રાક્ષત્વ હરી લે અને દેવત્વનુ દાન કરે તેવી કેળવણી આપી, દેવત્વ વૃત્તીવાળા મનુષ્યોનુ સર્જન કરી બધાને દેવો બનાવી
  વિશ્વમાં સ્વર્ગનું રાજ્ય લાવવુ છે. જે અશક્ય નથી

  Like

 3. “એની બહુ જીણી જીણી વિગતમાં ઉતર્યા વગર, એનો હેતુ સમજી લેવો જોઈએ. તમે જોઈ શકશો કે માત્ર હિન્દુ ધર્મ નહિં, બધા ધર્મોનો હેતુ માનવ કલ્યાણ જ જોવા મળશે.” વાત ખરી છે.

  Liked by 1 person

 4. દાવડા સાહેબે પોસ્ટની છેલ્લે જણાંવેલ છે … ધર્મગુરૂઓ મહદ અંશે જવાબદાર છે. તેઓ પોતાના અંગત સ્વાર્થ …
  પ્રશ્ર્ન થાય છે ક્યારથી એની શરુઆત કરવી. વાસ્કો ડી ગામા વહાણો લઈ આવ્યો એના પછી અંગ્રેજો આવ્યા.. જુના શીલા લેખ કે અંજન્તાની ગુફાઓ વીશે અંગ્રેજોએ રસ લીધો.  

  કાશીના ગુરુઓને રીત સર આપઘાત કરવાનો વારો આવ્યો. 

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s