તમારી અંદર બે વ્યક્તિઓ વસે છે. એકને તમે અને માત્ર તમે એકલા જ જાણો છો, અને બીજી વ્યક્તિને ઘણાં બધા લોકો જાણે છે. આ બીજી વ્યક્તિ સતત સમાજમાં પોતાની સ્વીકૃતિ માટે પ્રયત્નશીલ રહે છે. ખરૂં પૂછો તો આ બીજી વ્યક્તિ સતત ખુલ્લા પડી જવાના ભયમાં જીવે છે.
પહેલી વ્યક્તિના આચાર-વિચાર તમે એકલા જ જાણો છો, બીજી વ્યક્તિના આચાર-વિચાર બધા લોકો જાણે છે. આ બીજી વ્યક્તિના વાણી અને વર્તન, સ્થળ, સમય, પરિસ્થિતિ, સામાવાળી વ્યક્તિ, વગેરે ઉપર આધાર રાખે છે. આ વ્યક્તિ સતત અન્ય લોકો પાસેથી પોતાના વાણી અને વર્તનનો સ્વીકાર થાય એવા પ્રયત્નોમાં રચીપચી રહે છે. લોકોના પ્રતિભાવ જોઈને એ એમાં સતત ફેરફાર કરતી હોય છે. આ વ્યક્તિના વાણી-વર્તન ભયભીત મનોદશા દર્શાવે છે. આ વ્યક્તિ માત્ર પોતાનો સ્વીકાર થાય એટલું જ નથી ઈચ્છતિ પણ અન્ય લોકો ઉપર પોતાની પકડ જમાવવાની ઇચ્છા પણ રાખે છે. આ કેટલો વિરોધાભાસ છે, એક બાજુ અસ્વીકારનો ભય, અને બીજી બાજુ સત્તાની ઇચ્છા.
બન્ને વ્યક્તિઓ એકબીજાની આ વાત જાણે છે. સમયે સમયે બે વચ્ચેનો વિરોધાભાષ કઠે છે, પણ કોઈ રસ્તો જડતો નથી.
રસ્તો છે. તમે તમારી સાથે દિવસમાં એક કે બે વાર સંવાદ કરો, “શું આ બે વ્યક્તિઓમાં વહેંચાઈને જીવવું જરૂરી છે? શું મારા માટે સારૂં શું છે એ નક્કી કરવામાં અસમર્થ છું? શું પહેલી વ્યક્તિઓની નબળાઈઓ, જે મારે છૂપાવવી પડે છે એ હું દૂર ન કરી શકું? શા માટે મારે ભયભીત રહી જીવવું પડે?” ક્યારેક ને ક્યારેક તમને સાચો જવાબ મળશે. પછી તમારામાં બે વ્યક્તિઓ નહિં રહે, તમે એકલા જ રહેશો.
5 thoughts on “તમારી અંદરની બે વ્યક્તિઓ (પી. કે. દાવડા)”
પહેલી વ્યકતીએ બીજી વ્યકતીને સતત ભુલો, ટેવો કે કુટેવો, આચાર વીચાર વગેરે માટે ટોકવું જરુરી છે. બીજી વ્યકતી સમજદાર હોય છે અને સમજ પડતાં પહેલી વ્યકતી અને બીજી વ્યકતી એક બની જાય છે…. ગોળ કે સાકરના ગાંગડા ખાનાર પોતે છોડે નહીં ત્યાં સુધી બીજાને છોડવાની સલાહ ન આપી શકે….
very interesting reminds – we learnt : The Johari window is a technique that helps people better understand their relationship with themselves and others. It was created by psychologists Joseph Luft (1916–2014) and Harrington Ingham (1916–1995) in 1955, and is used primarily in self-help groups and corporate settings as a heuristic exercise .
મા દાવડાજી એ ઘણા વ્યક્તીઓમા રહેલ બે વ્યક્તીઓ પર પર સ રસ ચિંતન સમજાવ્યું અને મા શ્રીવૉરાજીએ સુંદર ટીપ્પણી દ્વારા વાત વધુ સ્પષ્ટ કરી.સામાન્ય રીતે બે વ્યક્તિ વચ્ચે અંતર વધે છે ત્યારે ત્રીજી વ્યક્તિને પ્રવેશવાનો અવસર મળે છે. જો બે પાત્રો જ એકબીજાની નજીક હોય તો ત્રીજાના પ્રવેશનો પ્રશ્ન જ નથી આવતો. આવો ઘણાખરાનો અનુભવ છે.ત્રીજું વ્યક્તિત્વ ભયંકર પરીણામ પણ લાવી શકે!
આપણી લોકસભા જેમ બે વ્યક્તિઓ સાથે જ બોલતી હોય ત્યારે કોઈ કોઈનું સાંભળતું નથી અને કંઈ પણ બાબતો હલ થતી નથી.સામસામા બેસી બે વ્યક્તિઓ પોતાના વિચારો, ચિંતા, પ્રેમ, આનંદ, ડર જેવી લાગણીઓને વાચા આપે ત્યારે કમ્યુનિકેશન અને જેને પોતાનું મંતવ્ય રજૂ કરવાની આવડત ન હોય તે વ્યક્તિ કમ્યુનિકેશનનો માહોલ બગાડી શકે છે.

LikeLiked by 2 people
હોય છે ‘બેદાર’ ક્યારે એકલા
આપણી અંદર ઘણા જણ હોય છે.
https://gadyasoor.wordpress.com/2008/11/26/person_in_mirror/
LikeLiked by 2 people
very interesting reminds – we learnt : The Johari window is a technique that helps people better understand their relationship with themselves and others. It was created by psychologists Joseph Luft (1916–2014) and Harrington Ingham (1916–1995) in 1955, and is used primarily in self-help groups and corporate settings as a heuristic exercise .
LikeLiked by 2 people
મા દાવડાજી એ ઘણા વ્યક્તીઓમા રહેલ બે વ્યક્તીઓ પર પર સ રસ ચિંતન સમજાવ્યું અને મા શ્રીવૉરાજીએ સુંદર ટીપ્પણી દ્વારા વાત વધુ સ્પષ્ટ કરી.સામાન્ય રીતે બે વ્યક્તિ વચ્ચે અંતર વધે છે ત્યારે ત્રીજી વ્યક્તિને પ્રવેશવાનો અવસર મળે છે. જો બે પાત્રો જ એકબીજાની નજીક હોય તો ત્રીજાના પ્રવેશનો પ્રશ્ન જ નથી આવતો. આવો ઘણાખરાનો અનુભવ છે.ત્રીજું વ્યક્તિત્વ ભયંકર પરીણામ પણ લાવી શકે!
આપણી લોકસભા જેમ બે વ્યક્તિઓ સાથે જ બોલતી હોય ત્યારે કોઈ કોઈનું સાંભળતું નથી અને કંઈ પણ બાબતો હલ થતી નથી.સામસામા બેસી બે વ્યક્તિઓ પોતાના વિચારો, ચિંતા, પ્રેમ, આનંદ, ડર જેવી લાગણીઓને વાચા આપે ત્યારે કમ્યુનિકેશન અને જેને પોતાનું મંતવ્ય રજૂ કરવાની આવડત ન હોય તે વ્યક્તિ કમ્યુનિકેશનનો માહોલ બગાડી શકે છે.
LikeLiked by 1 person
kill ahamkar in your inside mind. than 1st person & 2nd person get to gether very soon.
LikeLike