આપણામાની પ્રત્યેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક દૂરબીનનો ઉપયોગ જરૂર કર્યો હશે. સામાન્ય રીતે દૂરની વસ્તુ જ્યારે આપણને સ્પષ્ટ ન દેખાય, અને આપણા માટે એ જોવું જરૂરી હોય ત્યારે આપણે દૂરબીનની મદદ લઈએ છીએ. ઘોડદોડ જોવાવાળી પ્રત્યેક વ્યક્તિના હાથમા તમને મોંઘામાયલું દૂરબીન જોવા મળશે. હું નાનો હતો ત્યારે ટી.વી. ન હતાં. સ્ટેડીયમમા ટેસ્ટમેચ જોવા જતો ત્યારે પડોશીનું દૂરબીન માગીને લઈ જતો.
નાનપણમા કૂતુહલતાને લઈને કોઈવાર દૂરબીનને ઊલટાવીને જોતા. ખૂબ નજીકની વસ્તુ દૂર થઈ જતી અને એ જોવાની મજા પડતી.
આપણે જાણે અજાણે આપણા મનની અંદર છૂપાયલા દૂરબીનનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક તદ્દન સહેલું કામ ખૂબ અઘરું લાગે છે તો ક્યારેક મુશ્કેલ કામ આપણે હસતાં હસતાં કરી લઈએ છીએ. મિત્રની કોઈ નજીવી વાતથી નારાજ થઈ, આપણે એનાથી દૂર થઈ જઈએ છીએ તો કોઈક્વાર આપણે અપમાન ગળી જઈ, મોટું મન રાખી, સંબંધને બચાવી લઈએ છીએ. વાત દૂરબીનના કયા છેડેથી જોઈએ છીએ તેની જ છે.
આપણે “કમળો હોય એને પીળું જ દેખાય” કહેવત સાંભળી છે. સીધીસાદી વાતમાંથી પણ આપણે જ્યારે બીજો અર્થ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણને અરૂચિકારક અર્થ જ મળે છે. કોઈ આપણને સામાન્ય વાતચીત પછી, છૂટા પડતી વખતે કહે કે “મારા જેવું કંઈ કામકાજ હોય તો જરૂર કહેજો”, એનો અર્થ એ આપણને ગરીબ સમજે છે એમ લઈએ તો સમજવું કે આપણા મનનું દૂરબીન ઊંધું થઈ ગયું છે.
સામાન્ય જીંદગીમાં આપણે ગમતી વ્યક્તિને સીધા દૂરબીનથી જોઈએ છીએ અને ન ગમતી વ્યક્તિને ઊંધા દૂરબીનથી જોઈએ છીએ. સાચી વાત તો એ છે કે વસ્તુસ્થિતિને ખરા અર્થમા સમજવા દૂરબીન કરતાં આંખની ઉપર વધારે ભરોસો કરવો જોઈએ.
દૂરબીનના બે છેડા…મા દાવડાજીએ ચિંતનમા ‘આપણા મનનું દૂરબીન ઊંધું અંગે ગુઢ વાત સરળતાથી સમજાવી ‘આ મન તો છે જે આપણને જિવાડે છે આપણે કંઈ ખોટું કરવા જતા હોય તો એ રોકે છે. આપણે કહીએ છીએ કે ક્યાંય મન નથી લાગતું. આવા સમયે મનને મનાવી લેજો. . મન મૂંઝાયેલું હોય તો એને લાડકું કરો. થઈ જશે બધું. ક્યાં કંઈ કાયમી છે.અને મન જો મહેકતું હશે તો જ ચહેરો ખીલેલો રહેશે.
આપણે લાખો કરોડો તારાઓ અને નીહારીકાઓ જાણીએ છીએ અને અંતર હજારો લાખો પ્રકાશ વર્ષ. એમ બેકટરીયા અને વાઈરસ જાણીએ છીએ અને સાઈઝ માઈક્રો માઈક્રો માઈક્રો મીલીમીટર. કોઈકે સીધું જોયું તો કોઈકે જરુર બીજા છેડાથી જોયું.
સરસ. દૂરબીનને સેંટરમાં રાખીને તેના બે છેડેથી જુદા જુદા સમયે જોતાં અેક જ વસ્તુ જુદા જુદા સ્વરુપે દેખાય છે. મને આ વાતમાં મઝા આવી જીવનની બે બાજુના ચિત્રોના દર્શન થયા. અેક વાત…હસતા રાખે તેવી વાત યાદ આવી….માણસ જ્યારે પોતે કોઇ ભૂલ કરી બેસે ત્યારે તે પોતાનો વકીલ બની જતો હોય છે. અને તેજ માણસ જ્યારે બીજાની ભૂલને જૂઅે છે ત્યારે તે જજ બનીને વાતો કરતો હોય છે. માણસ અેક જ છે અને…………………….
આભાર.
અમૃત હઝારી.
अखियां मिलाके !
LikeLiked by 1 person
મને મારા એકમિત્રએ જર્મનીનું એક બાયનોક્યુલર ભેટ આપ્યું હતું. કતેતો હતો કે તારી પડોસણને જોજે. આપણાથી આવું થાય ખરું?
LikeLiked by 3 people
તમે જે બોલો છો, તેનો અર્થ સાંભળનાર પોતાના સ્વભાવગત અર્થો કાઢી સંબધોને અઝબ આકાર આપે છે.
કેટલાક તો “સાંધામાં પણ સાંધો છે ને એમાં મારે વાંધો છે”
સરયૂ
LikeLiked by 2 people
ચીંતન સભર લેખ..સાચી વાત સમજો તો શાણા
Sent from my iPhone
>
LikeLiked by 1 person
દૂરબીનના બે છેડા…મા દાવડાજીએ ચિંતનમા ‘આપણા મનનું દૂરબીન ઊંધું અંગે ગુઢ વાત સરળતાથી સમજાવી ‘આ મન તો છે જે આપણને જિવાડે છે આપણે કંઈ ખોટું કરવા જતા હોય તો એ રોકે છે. આપણે કહીએ છીએ કે ક્યાંય મન નથી લાગતું. આવા સમયે મનને મનાવી લેજો. . મન મૂંઝાયેલું હોય તો એને લાડકું કરો. થઈ જશે બધું. ક્યાં કંઈ કાયમી છે.અને મન જો મહેકતું હશે તો જ ચહેરો ખીલેલો રહેશે.
LikeLike
આપણે લાખો કરોડો તારાઓ અને નીહારીકાઓ જાણીએ છીએ અને અંતર હજારો લાખો પ્રકાશ વર્ષ. એમ બેકટરીયા અને વાઈરસ જાણીએ છીએ અને સાઈઝ માઈક્રો માઈક્રો માઈક્રો મીલીમીટર. કોઈકે સીધું જોયું તો કોઈકે જરુર બીજા છેડાથી જોયું.
વાહ દુરબીન વાહ….