જ્યોતિભાઈનાઆચિત્રનુંનામછે ‘A-B Zee of My India’. આચિત્રમાંભારતદર્શનછે. ૧૯૯૯ ના આ ચિત્રમાં કાગળ ઉપર એક્રીલીક રંગો સાથે શાહી-પેનનો ઉપયોગ કર્યો છે. ૨૪” X ૩૬” ના આ ચિત્રમાં લખાણ ગુજરાતી, હીન્દી અને અંગ્રેજી એમ ત્રણે ભાષાઓમાં છે.
આ ચિત્ર જ્યોતિભાઈના ગ્રામ્ય અને શહેરી જીવનના અનુભવો ઉપર આધારિત છે.
ચિત્રની અંદર સમાવી લેવામાં આવેલા શબ્દો માર્મિક છે. “આ કરૂં તે કરૂં” જેવી અવઢવ છે, તો નરસિંહ મહેતાની અમર પંક્તિ “શકટનો ભાર જેમ શ્વાન તાણે” ને બદલીને “શકટનો ભાર તો હું જ તાણું” લખીને વધારે સ્પષ્ટ કર્યું છે. નાગના ચિત્ર પાસે “નાગ બાપા” લખ્યું છે, અને “સરસ્વતિ સરસ્વતિ તું મારી મા” લખી અને સરસ્વતિ વિદ્યાની દેવીને યાદ કરી છે. છેક ઉપર ડાબે ખુણે સીતાને મૂકી છે. લાલાનું પારણું બતાવી “કાન કુંવરજીને હાલરડું વહાલું” લખ્યું છે. ચુપચાપ બેઠેલી સ્ત્રીનું “મૌન” અને એની બાજુમાં તોતારામને યાદ કર્યા છે. God, Triangle, My India, West, Tiger અને Venus ની વચ્ચે Jyoti ને પણ ભૂલ્યા નથી.
આ ચિત્રમાં જ્યોતિભાઈએ જીવનમાં વણાયેલી અને મસ્તિકમાં સંગ્રાયેલી અનેક વસ્તુઓ અને વાતોને વાચા આપી છે. કદાચ એમના અનેક ચિત્રોના વિષયની યાદી ન બનાવી હોય? એક જ ફ્રેમમાં એક સાથે આટલા વિષયને વણી લેવાનું કામ જ્યોતિભાઈ જેવા અનુભવી કલાકાર જ કરી શકે.
‘Birds of Many Feathers’ નામના ૨૦૦૨ માં તૈયાર કરેલા આ ચિત્રમાં જાત જાતના પક્ષીઓનું ઝુંડ દર્શાવ્યું છે. પ્રત્યેક પક્ષીના આગવા હાવભાવ છે. માઉન્ટ બોર્ડ ઉપર એક્રીલીક રંગોમાં તૈયાર કરેલા આ ચિત્રમાં પક્ષીઓની વચ્ચેની ખાલી જગ્યામાં પારદર્શ રંગોનો ઉપયોગ કરી, ૫૦-૫૨ પક્ષીઓની સ્પષ્ટ ઓળખાણ કરાવી છે. આ ચિત્રની પાછળનો એક ઇતિહાસ છે.
ભાવનગરનું આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. જ્યોતિભાઈ શાળામાં હતા ત્યારે શાળાના શિક્ષક સાથે બધા વિદ્યાર્થીઓ એમાં ફરવા નીકળતા જેથી બાળકો પક્ષીઓમાં રસ લેતા થાય. નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? વર્ણનને બદલે જ્યોતિભાઇ ચીતરીને જગુભાઇ શાહને દેખાડે. જગુભાઇ સારા ચિત્રકાર અને સારા શિક્ષક-બાળકોમાં રસ લેનાર જીવ. જ્યોતિભાઈ ચિત્રકાર હોય એવો અહેસાસ જગુભાઈએ કરાવ્યો.
Very detailed oriented painting! Nicely done.
Thank you.
LikeLike
આપની ટીપ્પણીથી સુંદર ચિત્રો માણવાની મઝા આવી
LikeLike