આજની યુવતિઓ (પી. કે. દાવડા)


આજની યુવતિઓ

આજે લગ્ન સંબંધમાં જોડાતી યુવતિઓ ત્રણ વિભાગમાં વહેંચાયલી છે. પહેલા પ્રકારની યુવતીઓ હજી પણ પરંપરા પ્રમાણે, પતિના કુટુંબને પોતાના કુટુંબ તરીકે અપનાવી લઈ, થોડી ઘણી અથડામણો પછી કુટુંબમા સંપૂર્ણ રીતે સમાઈ જાય છે. બીજા પ્રકારની યુવતીઓ સંબંધ જોડતી વખતે કોઈ શરત મૂકતી નથી, પણ લગ્ન બાદ થોડા સમયમા જ અથડામણો થતાં અલગ રહેવા જવા પ્રયત્નો શરૂ કરી દે છે, અને મોટે ભાગે એમા સફળ થાય છે. ત્રીજા પ્રકારની યુવતીઓ, સંબંધ બાંધતા પહેલા જ, લગ્ન પછી તરત જ કુટુંબથી અલગ ઘરમાં રહેવા જવાની શરત મૂકે છે.

આ ત્રણે પ્રકારની યુવતિઓની એક માત્ર ઈચ્છા હોય છે, સુખી અને આનંદ ભર્યું લગ્નજીવન. આ ત્રણે પ્રકારમાં સફળતા અને નિષ્ફળતાનું પ્રમાણ એક સરખું રહ્યું છે. મૂળ વાત તમે નવા વાતાવરણ અને નવી વ્યવસ્થાને કેટલે અંશે અપનાવી શકો છો, તમારી અત્યાર સુધીની વિચાર ધારા, તમારી આદતો વગેરેમા કેટલે અંશે ફેરફાર કરી શકો છો, એ છે. નવા બનેલા ઘણાં બધા સંબંધીઓને બદલવા કરતાં પોતાની જાતને બદલવું વધારે સહેલું છે; પણ અભિમાન, પોતાના વિષે પોતે જ બાંધેલો ઉંચો અભિપ્રાય વગેરે આમાં આડા આવે છે. દીકરીના લગ્ન બાદ માતા પિતા જો સાચી દોરવણી આપે તો લગ્નજીવનની સફળતાની શક્યતા વધારે હોય છે. પણ પુત્રી પ્રેમને વશ થઈ, દીકરીના ખોટા વિચારોને ઉત્તેજન અપાય તો લગ્નજીવનમાં ખટરાગ વધી જાય છે.

આમ તમે ત્રણમાંથી કયા પ્રકારમા આવો છો એના કરતાં તમે તમારી જાતને બદલવા તૈયાર છો કે નથી એ વધારે મહત્વનું છે. આખરે તો સુખ એ મનની અનુભુતિ છે, ઘરમા શાંતિ હશે તો મનમા શાંતિ હશે, અને મનમા શાંતિ હશે તો સુખી જીવન હશે.

3 thoughts on “આજની યુવતિઓ (પી. કે. દાવડા)

 1. રા.પા.કે લખ્યું છે કે સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તે સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો તો પ્રોષિતભર્તૃકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિતભર્તૃકા વિયોગના શૃંગારનું, વિધવા કરુણનું.
  વહેલી ઉઠી જાય છે.
  આજની મધ્યમવર્ગની યુવતીઓ પરોઢના સૂમસામ અંધારામાં તૈયાર થાય છે, અને નીકળી પડે છે દેશના ભવિષ્યને શિક્ષણ આપવા માટે. તેઓ ટીચર છે. કોઇ પેઇન્ટર, કોઈ ક્લાસિકલ ડાન્સર, તો કોઇ સીંગર..આ યુવતિઓ મોડી બપોરે સ્કુલેથી આવી ભૂખ લાગી હોવા છતા જમવા માટે પપ્પા-ભાઇની રાહ જુએ છે. વહેલી સાંજે બાળકોને ટ્યુશન કરાવે છે. સાંજે પડે બીજાને ભણાવતા ભણાવતા ખુદ પણ ભણે છે એટલે પોતે જે ક્ષેત્રમાં હોય તેનું વાંચન..લેખન..થોડીવારમાં કામમાં મદદ કરવા બૂમ આવે ને બધુ છોડી ત્યા જવું પડે. રસોઇ કરવાની અને રાત પડી જાય. ટીવી જૂએ, અને ઊંઘ નથી આવવા છતા સુઇ જાય.. ફરી બીજા દિવસે સવારે આગલા દિવસ જેવી જ દિનચર્યા..તે ઘર તથા ઘર બહારનું કાર્ય બખૂબી કરતી રહે છે.
  એકલી સ્ત્રીનો સૌથી ક્રૂર શત્રુ હોય છે – ભવિષ્ય. અને સૌથી ક્રૂર ભય હોય છે – એકલતા. ઔરતોની આંખો જિંદગીભર બુઢ્ઢી થતી નથી
  કેટલીક યુવતિઓવેસ્ટર્ન કલ્ચરથી ફ્રિમાઈન્ડ રીલેશન ભોગવ્યા પછી બીજા સાથે લગ્ન બાદ જુના ફ્રિમાઇન્ડ રીલેશનો પુનરાગમન કરે ત્યારે ટુંકા લગ્ન જીવનમાં શરૂ થાય છે, પોલીસ અને કોર્ટ કચેરીના ચક્કરો, નોંધાય છે ફરીયાદો, ૪૯૮ અને ૧૨૫ મુજબની ફરીયાદો ઉપર ડાયવોર્સની માંગણીઓ.આ અંગે મા દાવડાજીએ ચિંતન કરતા લખ્યું છે -‘તમારી જાતને બદલવા તૈયાર છો કે નથી એ વધારે મહત્વનું છે’ અને સ રસ ઉપાયો પણ બતાવ્યા છે

  Like

 2. હાલમાં ભારતમાં, જે પરિસ્થિતિ લગ્નના મુદ્દે છે, તેનું વિશ્લેશણ દાવડા સાહેબે કર્યું.
  લગ્નજીવન ખૂબ અને ખૂબ ઊંડા વિચારો અને વિચારો કે હાજર પરિસ્થિતિ સાથે સમય આવ્યે સમાઘાન કરવાની માનસિક અને હૃદયી તૈયારી કરવાની ઓનેસ્ટ તૈયારી હોવી જોઇઅે તોજ લગ્ન કર્યાનો અર્થ બની રહે.
  કવિ ડો. વિવેક ટેલરની અેક કવિતાની પંક્તિ છે………..
  ‘ અે રીતે બઘી વાતે સમાઘાન બનીશું,
  જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.‘
  બન્નેના પેરેન્ટની ફરજ બને છે કે તેઓ પરણીત હસબન્ડ..વાઇફની જીંદગીમાં કોઇપણ જાતની દખલગીરી ના કરે. જ્યારે છોકરાઓ તેમને કાંઇક પૂછે ત્યારે તેટલાં પુરતું જ તમારા વિચારો જણાવીને ફરી દૂર થઇ જવું. સલાહ તો આપવી જ નહિ…ફક્ત વિચારો જણાવવા.
  અંગ્રેજીમાં વાંચેલું લખું છું.
  Marriage Box :
  Most people get married believing a myth that marriage is a beautiful box full of all the things they have longed for : Companionship, intimacy, friendship etc. The truth is that marriage at the start is an empty box. You must put something in marriage. Love is in people. And people put love in marriage. There is no romance in marriage. A couple must learn the art and form the habit of giving, loving, serving, praising, keeping the box full. If, you take out more than you put in, the box will be empty.
  લગ્નજીવનને સફળ બનાવવા માટે બે જણે પ્રયત્ન કરવો પડે છે. પરંતું તેને નિષ્ફળ બનાવવા માટે કોઇ અેકની જ કોશીશ પૂરતી થઇ પડે છે.
  દેવિકા ઘ્રુવ…સાથે…સાથે….માં લખે છે કે…….
  ‘ થાય મનને આજ તો ટહૂકો, દોરીઅે સાથે સાથે,
  ચાલ, મઝાના જૂના ખજાના ખોલીઅે સાથે સાથે.‘
  અભિમાનને દફનાવીને પછી જ લગ્ન કરજો. જીવન સુખી અને આનંદમયી રહેશે.
  અમૃત હઝારી.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s