ચાલો જોડાઈ જઈએ ! (પી. કે. દાવડા)


ચાલો જોડાઈ જઈએ !

જીંદગી પણ હવે analogue મટી digital થવા લાગી છે. Analogueમા એક સળંગ પ્રવાહ હોય છે, એક સાંકળ હોય છે, જ્યારે digitalમા કૂદકા હોય છે. Analogue જીવન ભલે ધીમું હતું, પણ સરળ હતું. થોડી અસાવધાની ચાલી જાય. Digitalમા ખૂબ સાવધાન રહેવું પડે, ફૂલ સ્ટોપ-કોમાનો ફરક પણ ન ચાલે.

૧૯૯૫ પહેલા આપણે હાથે લખીને અથવા ટાઈપ કરીને પત્રો મોકલતા. ઈ-મેલના આવિષ્કાર પછી બધું બદલાઈ ગયું. મહેનત ઘણી ઓછી થઈ ગઈ, ઝડપ ઘણી વધી ગઈ. છેકછાક કર્યા વગર સુધારા વધારા થઈ શકે. થોડી સેકંડમાં તો પત્ર પહોંચી જાય!!! બીજા બે વર્ષમા Chat અને IM ની શોધ થઈ. બસ ઘરબેઠે ગપ્પા મારો

અગાઉ દસ જણને આમંત્રણ આપવું હોય તો દસ કાર્ડ મોકલવા પડે. આજે એક જ ઈ-મેલમા દસ IDs લખો તો દસે જણાને એક જ કાર્ડ પહોંચી જાય!! અને Forward button બટન દબાવો તો બસ “ચલક ચલાણું, ઓલા ઘરે ભાણું” !!

અગાઉ કોઈના પત્રથી આપણે નારાજ હોઈએ તો ગુસ્સામા એના ટૂકડા કરી કચરામા ફેંકી દેતા. આજે આટલી મહેનત કરવાની પણ જરૂર નથી. બસ ‘Delete’ દબાવો. અગાઉ કોઈ અણગમતો પત્ર લખે તો પણ ટપાલી આપણે ત્યાં નાખી જાય. હવે આપણે એને Spam Declare કરીએ તો એ આવે જ નહિં!!

આજે તો મોબાઈલ ટેલીફોનથી પણ ઈ-મેલની આપ-લે થઈ શકે છે. સ્પેલિંગ સાચા હોય કે ખોટા, પરવા નહિં, હિંદી અને અંગ્રેજી ભેગા હોય પરવા નહિ!! તમે સંદેશ સમજી ગયા કે થઈ ગયું!!!

હવે સંબંધોની જ્ગ્યાઓ Contacts એ લઈ લીધી છે. લાગણી યાહુ ચિન્હો દ્વારા વ્યક્ત કરાય છે.

હવે તો ભાઈ જે છે તે છે, આપણે બદલી તો શકવાના નથી તો ચાલો જોડાઈ જઈએ.

6 thoughts on “ચાલો જોડાઈ જઈએ ! (પી. કે. દાવડા)

 1. આપણામાથી કેટલાક જુનવાણી વિચારવાળા નવાનો વિરોધ કરે-
  અને હેરાન થાય !
  તેના કરતા મા દાવડાજી ની વાત-
  ‘જોડાઇ જાવ’વાતે ઘણા પ્રશ્નો હલ થાય..

  Like

 2. મુરબ્બી દાવડા સાહેબ,
  સરસ નિર્ણય લઇ લીઘો……….‘ ચાલો જોડાઇ જઇઅે.‘
  તીર કામઠાનો જમાનો હતો…સાથે તલવાર પણ હતી.અને ભાલા પણ હતાં…..અને મહાભારત તથા રામાયણની વાતોનો સમય હતો. ઘણા સમય પછી તોપોનો જમાનો આવ્યો….લોકો તોપ ફોડતા થઇ ગયા. પહેલી વર્લડવોરના સમયે નાના નાના વિમાનો આવ્યા…દારુગોળો આવ્યો…..તે પ્રમાણે યુઘ્ઘો લડાયા….પછી અેટમ બોંબ બન્યો અને અમેરિકાઅે ફોડયા.
  વિજ્ઞાન….ખૂબ જ્ઞાની થયું….ટપાલી…ટપાલ….ના દિવસો …ટી ડી કી ટ…ટીડકીટે લીઘા…..તાર મોકલવાના દિવસોને લોકો પ્રગતિ માનતા….ખૂશ થતાં…ફોન દ્વારા દેશો વચ્ચેનું ડીસ્ટન્સ ઘટી ગયું…..વિજ્ઞાનની પ્રગતિ માણસને ભારતથી અમેરિકા..પહેલાં આગબોટમાં અને પછી બોઇંગ વિમાનોમાં કલાકોની ગણત્રીમા લાવતાં થયાં…..હવે ડિજીટલ લાઇફ બની છે….
  આ લાંબી મજલ લખવાનો હેતું અે કે માણસ દરેક પ્રગતિની સાથે પોતાને પણ બદલીને સમયની સાથે ચાલ્યો જ છે. જે નથી ચાલ્યો તે બરબાદ થયો. રાજ કપુરે ગાયેલું….ચલના જીવન કી કહાણી…રુકના મૌત કી નીશાની……સમય જે શીખવે તે શીખતા શીખો….
  We are seniors and living with our second or/ and third generation….so….” If a child can’t learn the way we teach, May be we should teach the way they learn.”
  Mark Twain said, ” Age is an issue of mind over matter. If you don’t mind, it does not matter.”
  જુના જ્ઞાનને નવા જ્ઞાન માટેનું પગથીયું બનાવો અને પછી તેને નવા જ્ઞાનને મેળવવા માટે વાપરો….અને ઇતિહાસ બનાવીને સાચવો.
  પરંતું સમયની સાથે બદલાતા રહો…તે સફળતાની ચાવી છે.
  અમૃત હઝારી.

  Like

 3. જેટલું સુંદર દાવડા સાહેબે લખ્યું તેવું જ અમૃતભાઈની ટિપ્પણી પણ ગમી ! જો કે હસ્તલિખિત પત્રોમાં જે હસ્તાક્ષરોની નજાકત છે તે ઈ મેઇલના પ્રિન્ટમાં નથી જ. હા , પત્ર અને ઉત્તર વચ્ચે ક્ષણ નો જ ફેર હોય ! એટલે એ રીતે ઇમેઇલ જરૂર ગમે .. ( દા. ત . અત્યારે જે હું ટિપ્પણી લખું છું ; ) પણ મારાં જન્મદિવસે દેશમાંથી આવતાં આશીર્વાદના લગભગ ઘણાં પત્રો અને છોકરાઓનાહસ્તલિખિત કાર્ડ મેં સાચવી રાખ્યા છે ..અને એ પણ સત્ય છે કે સમય સાથે કદમ મિલાવીને ચાલવું જ જોઈએ ..

  Like

 4. બહુ સરસ વાત કહી છે. હાથેથી લખવાનુંજ બહુ ઓછું થઈ ગયું છે. પેમેન્ટો પણ ઓનલાઈન થઈ ગયા.. કોઈ વાર ચેક લખવો પડે તો સહીનીજ માથાકુટ થાય, પહેલા જેવી સહી કરવામાંજ બહુ તકલીફ પડે..

  Like

 5. yes -deep se deep praktao– now a days i have seen senior people also started using mobile up to age from 80 to 85 i have seen in garden group- not only as phone but as social media too– whats app and face book specially. so its good sign of progress. further its replacement of cd-sound machine – dvd player and all those . We can store all mp3 in mobile sd card and using small device called bluetooth speaker can listen all mp3- or see video and its sound in blue tooth speaker. further using mobile app SMART VIEW even can see all what is in mobile- listen mp3- view videos on our SMART TV SET.
  This is boon for senior citizen to spend time with this new COMPANY !!!!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s