સોશ્યલ નેટવર્કિંગ (પી. કે. દાવડા)


સોશ્યલ નેટવર્કિંગ

આજે સોશ્યલ નેટવર્કિંગની બોલબાલા છે. આજે એક બીજા સાથેનો રૂબર સંપર્ક ખૂબ ઓછો થઈ ગયો છે. મોબાઈલ, ઈ-મેઈલ અને સોશ્યલ નેટવર્કિંગ, સંપર્કના મુખ્ય સાધનો બની ગયા છે. Sms ની અને twitter ની બોલબાલા છે.

આવા સંપર્કોમા લાગણી લુપ્ત થતી જાય છે. ક્યારેક લાગણી દર્શાવવા અલગ અલગ પ્રકારના “સ્માઈલી ફેસ” નો ઉપયોગ કરવામા આવે છે. બધી વાત ટુંકમા પતે છે. twitterમાં ૧૪૦ અક્ષરની મર્યાદા છે. Sms પણ ટુંકા લખાણ માટે જ વપરાય છે, લાંબુ લખવું હોય તો ઈ-મેલ કરો. આવા સંપર્કો માટેની ભાષા પણ અલગ છે. Before માટે B4, you are માટે ur, see you માટે cu વગેરે વગેરે. મારા જેવાને તો સમજાય પણ નહિં. જેમ જેમ સોશ્યલ નેટર્વિંકગ વધતું જાય છે તેમ તેમ માણસ નોન-સોશ્યલ બનતો જાય છે.

જેને hands free mobile કે blue tooth ની ખબર ન હોય તેને રસ્તે ચાલતા ચાલતા વાતો કરનારા ગાંડા જ લાગે.

સોશ્યલ નેટવર્કિંગની મદદથી લોકોને બધા વિષે બધું જાણવું છે, અને પોતાના વિષે બધાને બધું જણાવવું છે. હકીકતમાં જે છુપાવવા જેવું છે તે છુપાવવામાં આવે છે, અને જે જણાવવામા આવે છે તે self editing કરેલું હોય છે. કોની ફેસબુકમા વધારે લોકો સામીલ છે એના ઉપર એ વ્યક્તિનું મુલ્યાંકન થાય છે. કોના બ્લોગ વધારે વંચાય છે, કોના ટ્વીટરને વધારે હીટ મળે છે. એના ઉપરથી વ્યક્તિના મહત્વનું આંકલન થાય છે, પછી ભલે ૯૦ ટકા લોકો એને ક્યારે પણ મળ્યા ન હોય.

મિત્રોને સ્થાને પત્રમિત્રો આવ્યા, પત્રમિત્રોને સ્થાને ઈ-મેલમિત્રો આવ્યા, હવે બ્લોગમિત્રો પણ આવ્યા છે, હવે આવસે virtual મિત્રો, જેમાં કોમપ્યુટરોના સોફટવેર તમારા ઈ-મેલ વાંચીને તેના જવાબ લખશે. ટેલીફોનમાં તો વર્ષોથી એવા નંબર આવી ગયા છે કે તમારી એકલતા ટાળવા અમુક નંબર ડાયલ કરો, તો સામા છેડે તમારી ઈચ્છા મુજબ સ્ત્રી કે પુરુષ તમારી સાથે વાત કરેછે, માત્ર આવા કોલની કીમત બહુ વધાર હોય છે.

5 thoughts on “સોશ્યલ નેટવર્કિંગ (પી. કે. દાવડા)

 1. સોશ્યલ નેટવર્કિંગના કેટલાક સાધનો અમારે ત્યાં આવી ગયા છે
  થોડા નવા સાધનોનો પરીચય થયો
  ધન્યવાદ

  Liked by 1 person

 2. ખુબ સુંદર – વિચારો ની અભિવ્યક્તિ …. સંબંધો માંથી સુવાસ જતી રહી છે….શરીર ની બે કિડની જયારે વિક પડે અને ડાયાલિસિસ ની જરૂર પડે તેમ સોશ્યિલ મીડિયા ની અતિશયોક્તિ થી સંબંધ ની બે કીડનીઓ – પ્રેમ અને વિશ્વાસ નો છેદ ઉડતા – ડાયાલિસિયસ ઉપર છે…આપણે આશાવાદી થઇએ અને આ બધા થી પર થયી સહજ અને હળવા ફૂલ થયીને જીવીયે અને આનંદ કરીયે…આપણે આપણી મસ્તીમાં રહીયે

  Liked by 1 person

 3. મુરબ્બી દાવડા સાહેબે બીફોર અને સીયુ થી વાતની શરુઆત કરેલ છે. 

  સેલ્ફ એડીટીંગના કારણે ક્યારે પણ ફેરફાર કે પથારી ફેરવી નાખે છે.

  સામાન્ય ટાઈપ ન આવડે પણ કટ કરી ફોરવર્ડ શીખી લે.  

  નવી ટેકનોલોજીનો ઉપયોગ પોતાના યોગદાનથી થવો જોઈએ.   ફોરવર્ડ એ તો ચોરી કરી કહેવાય…

  Like

 4. પણ વાસ્તવિકતા પર નજર નાખીએ તો શું દેખાય છે? અમારા પોતા પોતી થાળીવાજું અને ધમણવાળા કેમેરાની વાતો સાંભળીને હસે છે. સવારે નિશાળની બસ જોતાં બાળકોને જુવો. કોઈ કોઈ સાથે વાતો નથી કરતાં. નાની તબલી સાથે તેમની ભાઈ બાંધી છે.

  Like

 5. yes true picture of SM= social Media- and as i said now seniors also joining this with interest to spend their time- time to time. i send wa text to my daughter in other room..further there are now many apps- to name a few common now a days are Friend locator (inbuilt in Apple) – Helthyfyme – google fit (to count walking steps ) to count few- for security location of family and for health. Gaming world is all together different- Jio in india has given box of free entertainment and many such apps apart from misuse of media.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s