માતૃભક્તિ (પી. કે. દાવડા)


માતૃભક્તિ

૧૯મી સદીમાં મુંબઈના બજારગેટ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ નામે ગુજરાતી જૈન ધનાઢ્ય વેપારી રહેતા હતા. પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જૈન ધર્મમાં ચૂસ્તપણે માનવાવાળું હતું, અને એમાં પણ પ્રેમચંદના માતા રાજબાઈ નિયમિત સામયિક કરતા. સામયિક એ જૈનધર્મમાં ૪૮ મિનીટના ધ્યાનની ધાર્મિક ક્રીયા છે. એ જમાનામાં ગણ્યાઅ ગાંઠ્યા લોકોના ઘરોમાં ઘડિયાળો હતા. રાજબાઈએ પુત્રને કહ્યું કે ઘડિયાળ સાથે એવું ટાવર બંધાવ કે આપણા વિસ્તારના બધા લોકો એ ઘડિયાળ જોઈ શકે અને સામયિક કરી શકે. માતૃભક્ત પ્રેમચંદે ૧૮૬૯ માં ૨૮૦ ફૂટ ઊંચા ટાવરનું બાંધકામ શરૂ કર્યું, અને ૧૮૭૬ માં બે લાખ રૂપિયાના ખર્ચે (આજની કીમત ૫૦ કરોડ રૂપિયા) પૂરૂં કર્યું. શરૂઆતમાં આ ટાવરના ધડિયાળમાં દર ૪૮ મિનીટે ટકોરા થતા, જેમાં પછીથી ફેરફાર કરી કલાકે કલાકે કરવામાં આવ્યા. આ ટાવરને રાજબાઈ ટાવર નામ આપવામાં આવ્યું, જે અંગ્રેજીમાં RAJABAI લખાતાં રાજાબાઈ ટાવર તરીકે જાણીતું થયું.

આને કહેવાય માતૃભક્તિ.

5 thoughts on “માતૃભક્તિ (પી. કે. દાવડા)

 1. રાજાબાઈ ટાવર પાછળના ઇતિહાસ માટે ધન્યવાદ. આવા બીજા સ્થળો કે જેનું લિસ્ટતો ઘણું મોટું થાય એટલે ખાસ નવાઈ લાગે તેવા નામો જેવાકે કેમ અંગ્રેજીમાં વિલેપાર્લે, સાંતાક્રુઝ(કેલિફોર્નિયામાં પણ એક ગામનું નામ),ચર્ચગેટ, મરીન લાઇન્સ ચુંટાયા?

  Like

 2. બજાર ગૅટ કોટ વિસ્તારમા રાજાબાઇ ટાવરપાસે જ અમારા દાદા રહેતા ! ત્યારે કદાચ તેમને આ વાત ખબર ન હશે ! ધન્ય માતૃભક્તિ.

  Like

 3. રાજબાઈ ચુસ્ત જૈન. સાંજે સુર્યાસ્ત પહેલાં જમી લેવાનું. એમને પોતાને આંખે દેખાતું નહીં, એટલે ઘડીયાળ જોઈ નહોંતા શકતા. ઘરમાં તો કોઈને પુછી શકે, પણ મુંબઈમાં બીજા હજારો જૈનો હતાં
  જેમને ત્યાં ઘડીયાળ નહોંતી અને જેમને ત્યાં હતી, તેમને પણ સમય યાદ રહે માટે આખા મુંબઈમાં ડંકા સંભળાય તેવી ઘડીયાળ બનાવી. જોકે રાજાબાઈ ટાવર બન્યા પછી શેઠ પ્રેમચંદ ભાઈને ધંધામાં મોટી ખોટ પણ ગઈ હતી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s