બદલાતી સમાજ રચના (પી. કે. દાવડા)


બદલાતી સમાજ રચના

વર્ષો પહેલા જીવશાસ્ત્રીઓએ ઊંડા અભ્યાસબાદ શોધી કાઢ્યું કે પ્રત્યેક જીવિત વસ્તુની માત્ર બે જ પ્રાથમિકતાઓ હોય છે; પહેલી પ્રાથમિકતા પોતે જીવતા રહેવું, અને ત્યાર બાદની પ્રાથમિકતા પોતાના વંશને આગળ વધારવો. આ બીજી પ્રાથમિકતા માટે સહજીવન જરૂરી બન્યું. પશુઓમાં આ વૃતિ પ્રબળ જોવા મળે છે. સહજીવનની ઈચ્છા મનુષ્યો માટે સહજ છે. મનુષ્યોએ આ વાતને આગળ વધારી કુટુંબની રચના કરી. અનેક કુટુંબોએ ભેગા મળી સમાજની રચના કરી.

સદીઓ પહેલા જે કુટુંબ વ્યવસ્થા હતી, એ વીસમી સદીમા બદલાવા લાગી. શરૂઆત પશ્ચિમના દેશોમાં થઈ. યુરોપ અમેરિકામાં બાળકો સોળ સતર વર્ષના થાય એટલે મા બાપથી અલગ રહેવા જાય. ભારતમાં આ પ્રથાની હજી શરૂઆત જ છે. આના માટે દલીલ એવી કરવામાં આવી કે કુદરતમાં બધા જ પશુ અને પક્ષીઓમાં આવું જ હોય છે. પક્ષીના બચ્ચાં ઉડતા થાય એટલે મા બાપથી અલગ થઈ જાય છે.

ભારતમાં પણ, ખાસ કરી શહેરોમાં, અને શિક્ષિત લોકોમાં, સંયુક્ત કુટુંબ પ્રથા લગભગ ભાંગી ચૂકી છે. અમેરિકાની જેમ કુટુંબ એટલે પતિ, પત્ની અને અપરિણીત બાળકો. બાળકો પરણે એટલે એ એમનું કુટુંબ શરૂ કરે. આમ સંયુક્ત કુટુંબોની સંખ્યા ઘટવા લાગી.

એકલતા મનુષ્યને માફક નથી આવતી. કોઈ વાતચીત કરનારું, કોઈ સુખ-દુખ વાંટનારું હોય તો મનુષ્યને સારૂં લાગે છે. એટલે પતિ પત્નીનું સાથે રહેવાનું હજી મોટા પ્રમાણમાં અસ્તિત્વમાં છે. છેલ્લા થોડા વરસથી એક ડગલું આગળ વધીને અપરિણીત, એટલે કે એકલા રહેવાનો પવન શરૂ થયો છે. લગ્ન જીવનના થોડા નિયમોના બંધનમાં પણ જેને નથી રહેવું, એવા સ્વતંત્ર વિચાર સરણીવાળા લોકો એકલા રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. આના પરિણામ સ્વરૂપ પશ્ચિમના દેશોમા કુંવારી માતાઓ, જે પોતાને “સિંગલ પેરન્ટ” તરીકે ઓળખાવે છે, તેમની સંખ્યા વધવા માંડી છે. ભારતમા આવા બનાવોની સંખ્યા હજી બહુ જૂજ છે.

આ બદલાવની લાંબા ગાળાની શું અસર થશે એની કલ્પના કરવી હાલમાં શક્ય નથી. ઉત્ક્રાંતિ સમયે મનુષ્યે પશુઓથી અલગ વૃતિ બતાવી સમાજની રચના કરી. માનવ સંસ્કૃતિના મધ્યાને પહોંચી, આપણે ફરી અસ્ત તરફ જઈ પાછા પશુ તો નથી બની જવાના?

2 thoughts on “બદલાતી સમાજ રચના (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીએ બદલાતી સમાજ રચના પરત્વે ખૂબ અગત્યની વાતે ધ્યાન દોર્યું છે-ચિંતન કર્યું છે-ચિંતા વ્યક્ત કરી છે.
  અમારા સમયમાં જ્યારે સ્ત્રી માત્ર ઘર સાચવતી ચુપચાપ ઘરમાં થતાં અન્યાય સહી લેતી અને સામે પક્ષે પુરુષ પણ કોઇને કોઇ રીતે પોતાનો આક્રોશ શાંત પાડી લેતો .. જ્યારે તમે સમાજ માં રહો જ છો બધી બાબતો અને પાસાંઓનો વિચાર કરવો પડે.
  જ્યારે વિકલ્પો નજર સામે જ હોય ત્યારે મન તરત જ વિદ્ર્રોહ પર ઉતરી આવે છે અને પછી શરુ થાય છે સંબંધોના પતન ની શરુઆત થાય.
  અમારું જુનવાણી માનસ સાંપ્રતસમયના “સિંગલ પેરન્ટ”જેવા તમાસા સાક્ષી ભાવે જુએ છે અને વિચારે કે .તમારા તરફની લાગણી અને ભવિષ્યમાં આવનારાં તોફાન સામે ટકી શકવાની તૈયારી ચકાસી લેવી … શક્ય છે કે આ બધી બાબતો તમને એ પથ પર આગળ જતાં અટકાવી શકે. બાકી
  ‘માનવ સંસ્કૃતિના મધ્યાને પહોંચી, આપણે ફરી અસ્ત તરફ જઈ પાછા પશુ તો નથી બની જવાના?’ જવાબ બહુ જ મુશ્કેલ

  Liked by 1 person

 2. परीवर्तन तो थाय… क्यां टोळा शाही, राजाशाही अने हवे जमानो प्रजातंत्रनो छे.

  उंदरोनी बहुमती होय तो सींहने केदनी सजा करी शके छे.

  प्रजातंत्रमां तो प्रजा अथवा लोको नक्की करे ए ज व्यवस्था अने पछी आवे व्यक्तीगत अभीव्यक्तीनी… जर्मनीमां तो बे सो वरसथी गामडां नथी. आ गामडां शहेरोमां आवशे पछी मजा ओर हशे….

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s