જ્યોતિ ભટ્ટની ધરોહર-૯ (અવલોકન-શ્રી બાબુ સુથાર)


   Home Comming     Pushpak

     Flying High

 

(અવલોકન શ્રી બાબુ સુથાર)

કોઈ પણ ચિત્ર જોઈએ ત્યારે બે પ્રશ્નો પૂછવાના: ચિત્રમાં શું છે અને એ ચિત્રમાં જે છે એ ચિત્ર બહારના કોઈ જગતની કોઈ વાત કરે છે ખરું? આમાંનો પહેલો પ્રશ્ન seeing સાથે, જ્યારે બીજો પ્રશ્ન reading સાથે સંકળાયેલો છે. આ અર્થમાં ચિત્રો કેવળ ‘જોવા’ માટે જ નથી હોતાં, ‘વાંચવા’ માટે પણ હોય છે.

અહીં આપેલાં ત્રણેય ચિત્રોમાં બે બાબતે સરખાપણું છે. એક તો ત્રણેય ચિત્રોમાં વિમાનની image છે અને બીજું, એ વિમાનમાં એક દંપતિ બેઠેલું છે. પહેલું ચિત્ર Homecoming ૧૯૬૪માં બનાવેલું; બીજું ચિત્ર ‘પુષ્પક’ ૨૦૧૭માં. બન્ને ચિત્રોમાં લોકકળા અને પુરાકલ્પનનો વિનિયોગ છે. બીજા ચિત્રને પહેલા ચિત્રના ‘reverse ચિત્ર’ તરીકે જોઈ શકાય. પહેલા ચિત્રમાં વિમાનની આગળ ‘પુષ્પક’ તો પાછળ AIR INDIA જ્યારે બીજા ચિત્રમાં આગળ AIR અને પાછળ ‘પુષ્પક’ લખેલું છે. ‘પુષ્પક’ શબ્દ વાંચતાં જ આપણને ‘રામાયણ’ યાદ આવી જાય. બન્ને ચિત્રમાં આકાશ છે. પણ પહેલામાં તારાખચિત. બીજામાં મેઘાચ્છાદિત. બન્નેમાં લોકકળાના અને પુરાકથાના અનેક સંદર્ભો છે. ધજાઓ, ધજા પરનાં ચિત્ર. છત્રી પર બેઠેલો પોપટ. ચિત્રની નીચે મંદિર. એમની ઉપર પણ ધજાઓ. કોઈને કદાચ એ images કિલ્લાની પણ લાગે. બીજા ચિત્રની નીચે ‘જનમ જનમ કે હમ સાથી’ લખાણ વાંચતાં જ આ પહેલાં રજુ કરેલું એ જ નામનું ચિત્ર, યાદ આવી જાય. એમાં પુરુષ અને એક સ્ત્રી એકબીજાને છત્રી ધરે છે તો અહીં બન્ને એક જ છત્રી નીચે બતાવ્યાં છે.

ત્રીજા ચિત્ર ‘Flying High’ પણ ૨૦૧૭માં બનાવેલું. એમાં પણ વિમાન છે. પણ પહેલાં બે ચિત્રોમાં છે એમ તદ્દન horizontal નથી. વિમાન ઊંચે જઈ રહ્યું છે. વિમાનની એક પાંખ પર INDIA.COM લખેલું છે. પહેલાં બે ચિત્રો સાથે આ ચિત્ર જોડતાં જ ખ્યાલ આવશે કે આમાંથી ‘પુષ્પક’ અને AIR INDIA ગાયબ છે. નીચે એક મંદિર. ઉપરથી જોતાં દહેરા જેવું લાગે. જો જરાક વધારે ધ્યાનથી જોશો તો પુરુષના હાથમાંના રૂમાલનો અને સ્ત્રીની આંખોનો રંગ એક જ છે. એ જ રીતે, સ્ત્રીના દુપટ્ટાનો/સ્કાર્ફનો રંગ અને પુરુષની આંખોનો રંગ પણ એક જ છે. ચિત્રકારે અહીં પણ લોકકળાનાં અને પુરાકથાનાં પણ અનેક motifનો વિનિયોગ કર્યો છે. તદ્ઉપરાંત, એમણે પ્રભાવવાદી શૈલીનો પણ ઉપયોગ કર્યો છે. એને કારણે વિમાનનું પૈડાં ગતિમાન લાગે છે. એટલું જ નહીં, વિમાનની આસપાસની હવા પણ ઘૂમરાતી લાગે છે.  વિમાનની ગતિ બતાવવામાં આ શૈલી ખૂબ મદદરૂપ બની છે.

ત્રણેય ચિત્રોમાં જ્યોતિભાઈ ગુજરાતી લોકકળા અને ભારતીય સંસ્કૃતિનાં પ્રતીકોને સમકાલીન સમય સાથે ગૂંથી આપે છે.

 

 

 

1 thought on “જ્યોતિ ભટ્ટની ધરોહર-૯ (અવલોકન-શ્રી બાબુ સુથાર)

  1. આ બાબુ સુથારના અવલોકન વાંચતા વાંચતા જ્યોતિ ભટ્ટની ધરોહરના ત્રણ અદ ભૂત ચિત્રો માણતા ઘણો સમય લાગ્યો…છતા કાંઇક અધુરું લાગે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s