NO MORE ઝુરાપો (પી. કે. દાવડા)


NO MORE ઝુરાપો

આપણે જાણીએ છીએ કે અછતવાળા પ્રદેશોમાં ભટકતી જાતીઓ વધારે જોવા મળે છે. કચ્છના રબારીઓ, જ્યાં પોતાના ઘેટાં બકરાંને ઘાસચારો મળે તે જગ્યાએ પોતાના નેસડાં સ્થાપે છે, અને જ્યારે ત્યાં પણ અછત વર્તાય તો આખો સમુહ સ્થાનાન્તર કરી બીજી જગ્યાએ નેસડાં બનાવે છે.

વણજારા એક જગ્યાએ દુકાન ખોલી વેપાર કરવા બેસતા નથી, જે જગ્યાએ અમુક માલની છત હોય તે જગ્યાએથી માલ ખરીદે છે, અને જ્યાં એની ખપત હોય ત્યાં લઈ જઈને વેંચે છે. આધુનિક ભાષામાં હવે આપણે એને Export & Import કહીએ છીએ.

આજથી દોઢસો વરસ પહેલા પણ કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો વહાણમાં મુસાફરી કરી જાવા, સુમાત્રા અને આફ્રીકા ધન કમાવા માટે જતા.

એટલે આજે આપણા ગુજરાતીઓ ધન કમાવા પરદેશ વસવાટ કરે છે એ નવાઈની વાત નથી. આવા લોકોમાં માત્ર ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો જ નથી, તદ્દન અભણ અને સામાન્ય ભણતરવાળા લોકો પણ છે. ૧૯૯૦ પછી, આપણા દેશના લોકો કોમપ્યુટરને લગતા કામકાજમાં વધારે પ્રવીણ જણાતાં, પરદેશમાં એમની માંગ વધવાથી, વધારે સંખ્યામાં ભણેલા લોકો પરદેશમાં સ્થાયી થયા છે.

ભારત છોડી કયા દેશમાં વધારે સારા ભવિષ્ય માટે જવું એનો નિર્ણય ત્રણ વસ્તુઓ ઉપર આધાર રાખે છે.

(૧) એ દેશની આર્થિક હાલત, સહેલાઈથી નોકરી મળવાની શક્યતા, પગારના ધોરણ, ધંધો કરવા જરૂરી વાતાવરણ, મોંઘવારી અને બચતની શક્યતા.

(૨) જીવનધોરણ, રહેવા માટે સહેલાઈથી ઘર મળવાની શક્યતા, ત્યાંનું સામાજીક વાતાવરણ.

(૩) કુટુંબ અને બાળકોની સલામતી, તંદુરસ્તી માટેની અને શાળાની સગવડ અને એની ગુણવત્તા.

સામાન્ય રીતે આપણે ગુજરાતીઓ પરદેશ એટલે ઈંગ્લેન્ડ અને અમેરિકા એટલું જ સમજીએ છીએ. પણ ઉપરના પરિબળો પ્રમાણે હોંગકોંગ આમાં સૌથી પ્રથમ આવે છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરે કેનેડા આવે છે. અમેરિકા તો છઠ્ઠા નંબરે અને ઈંગ્લેન્ડ આઠમાં નંબરે આવે છે.

૧૯૬૦ પછી ગુજરાતી વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવવાનું શરૂ કર્યું. લગભગ આ જ સમયે ગુજરાતમાંથી નાનામોટા કામની શોધમાં worker માટેની (ખાસ કરીને ખેતી માટેના મજૂરો) ખાસ વિસા કેટેગરી નીચે લોકોએ આવવાનું શરૂ કર્યું. ૭૦ ના દાયકામાં આ મજૂરી માટે આવેલા લોકોએ પૈસા બચાવી, નાનીમોટી જૂની મોટેલો ખરીદી, અને ધંધો ચાલુ કર્યો. જોત જોતાંમાં અમેરિકાનો ૫૦ ટકા મોટેલનો ધંધો ગુજરાતીઓના હાથમાં આવી ગયો, આમાંની ૩૩ ટકા મોટેલો તો પટેલ લોકોની હતી.

આ સિલસિલો ૧૯૯૦ સુધી ચાલ્યો. આ ૧૯૬૦ થી ૧૯૯૦ વચ્ચે આવેલા ગુજરાતીઓમાંથી મોટાભાગના લોકોને વતન માટેનો ઝુરાપો મહેસુસ થતો. તેઓ વતનને યાદ કરી લાગણીવશ થઈ જતા. ૧૯૮૬ માં “નામ” નામનું એક ચલચિત્ર આવેલું. એમાં આનંદ બક્ષીએ લખેલું અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલે સ્વરબધ્ધ કરેલું એક ગીત, ચિઠ્ઠી આઈ હૈ…, પંકજ ઉધાસે ગાયેલું. આ ગીત સાંભળીને લોકો રડતાં એવા ઘણાં વિડિયો મેં  યુ ટ્યુબ ઉપર જોયા છે. “ઘર આજા પરદેશી તેરા દેશ બુલાયે રે…” અને આવા બીજા ગીતો સાંભળી લોકો ઉદાસ થઈ જતા.

૧૯૯૦ થી H1B કેટેગરીના વિસા શરૂ થયા. ૧૯૯૫ થી આ વિસા હેઠળ દર વરસે  ત્રીસ હજાર જેટલા ભારતીયો IT ક્ષેત્રમાં કામ કરવા આવવા લાગ્યા. આ સમયે ઈંટરનેટ અને ઈ-મેઈલ ચલણમાં આવી ગયા. ટેલીફોનના દર, જે એક મીનીટના ૮૪ રુપિયા હતા, તે ઘટીને અમેરિકાથી કરો તો ચાર સેંટ થઈ ગયા. અહીં કામ કરતા યુવાનોના માબાપ છોકરાઓને મળવા વિઝીટરના વિસા લઈ આવલા લાગ્યા, અને આ ઝુરાપો ઓછો થતાં થતાં લગભગ ગાયબ થઈ ગયો. આજે તો સ્કાઈપ, ફેસબુક, વોટ્સએપ અને વોનેજ ટેલીફોનની સગવડ હોવાથી, દેશ-પરદેશ જેવું રહ્યું નથી. અમદાવાદનો વતની બેંગલોરમાં કામ કરે, કે કેલિફોર્નિયાના પાલોઆલ્ટોમાં કામ કરે, બે વચ્ચે બહુ મોટો ફરક રહ્યો નથી.

હવે ઝુરાપો શબ્દ અલોપ થઈ ગયો.

3 thoughts on “NO MORE ઝુરાપો (પી. કે. દાવડા)

  1. દેશમા ગયા ત્યાં-‘આ ઘર ! આ આપણું ઘર છે ?’
    ક્યાં ગયો લીમડો ? લીમડા નીચેનો ખાટલો ? ભેંસ ? એ પગથિયાં ચડ્યો. ડોરબેલની સ્વીચ પર જ ચળકતો ફ્લોરોસેન્ટ લેમ્પ હતો. સનમાઈકાનું બારણું ચકચકતું હતું. આ આગલો ઓરડો હતો ? ગાદીવાળા સોફાઓ, મસમોટું ટી.વી., મ્યુઝિક સિસ્ટમ, અને જે બારીમાં બેસીને પોતે દાદા પાસેથી વાર્તા સાંભળતી, ત્યાં લાગેલું એ.સી, આખા ઓરડામાં આરસ પાથરેલો. અંદરના ઓરડામાં કબાટો, કોઠીઓને સ્થાને ડાઈનિંગ ટેબલ, ફ્રીઝ ને સનમાઈકાવાળી કેબિનેટ હતાં. સિંહાસન ક્યાં ? ત્યાં પણ આરસનું મંદિર હતું અને પણિયારું ક્યાં ખોવાઈ ગયું ? વૉટર ફિલ્ટરની બાજુમાં જ માઈક્રોવેવ ઓવન હતું. અને પે’લી ગરોળી, ઊંદરવાળી નહાવાની ઓરડી બાથરૂમ બની ગયેલી – બાથટબ સાથેની. ઓટલો છેક કૂવા સુધી લંબાઈને ટાઈલ્સવાળો બની ગયેલો. ને કૂવા પાછળ ડોકાતી નારિયેળીને બદલે ભીંત કેમ ? ‘હવે એ જમીન આપણી નથી ને ! વાડો વેચી દીધો. કોણ માથાકૂટ કરે ? વર્ષમાં માંડ બે-ચાર કેરી ખાવાની, એ માટે આખું વર્ષ કોણ લમણાં કૂટે ? …
    મને મારા ચિતમા ગોઠવાયેલ ઘરનો ઝુરાપો લાગે…………
    YES MORE ઝુરાપો

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s