કર્મનો સિધ્ધાન્ત (પી. કે. દાવડા)


કર્મનો સિધ્ધાન્ત

ઉધ્ધવ વસુદેવના ભાઈનો દિકરો હતો અને શ્રીકૃષ્ણનો બાળસખો હતો. એકવાર એણે કૃષ્ણને સવાલ કર્યો, “તમે બીજાને જે કરવાનો ઉપદેશ આપો છો, તેનાથી તમે પોતે ઉલ્ટું કરો છો. તમે કહો છો કે બોલાવ્યા વગર મુશ્કેલીમાં મદદ કરવા આવે ખરો મિત્ર. તો પછી તમે યુધિષ્ઠીરને જુગાર રમતા રોક્યા કેમ નહીં?”

શ્રીકૃષ્ણે જવાબ આપ્યો, “યુધિષ્ઠીરે પ્રાર્થના કરી કે હું જુગારના કક્ષમાં પ્રવેશું. એમણે મને પ્રાર્થનાથી બાંધી લીધો. દુર્યોધનને વિવેક હતો. જાણતો હતો કે જુગારમાં નિષ્ણાત નથી, એટલે એણે એના તરફથી પાસા ફેંકવા મામા શકુનીને રાખ્યા. રીતે જો યુધિષ્ઠીરમાં વિવેક હોત તો એના તરફથી રમવા મને કહેત. જો એમ થાત તો શકુની જીતી શકત નહીં.”

વધારેમાં કૃષ્ણે કહ્યું, “જ્યારે યુધિષ્ઠીર એના ચાર ભાઈઓને જુગારમાં હારી ગયા ત્યારે ચારે જણ દુર્યોધનને કોષતા રહ્યા, પણ મને યાદ કરીને બોલાવ્યો નહીં. દ્રૌપદીએ પણ જ્યારે દુશાશન એના વાળ પકડી ઘસડી લાવ્યો ત્યારે મને બોલાવ્યો, તે જાતે દલીલો કરતી રહી. એને પોતાની શક્તિ ઉપર વિશ્વાસ હતો. અંતમાં મને યાદ કર્યો, તો પણ મેં એની લાજ બચાવી.”

ત્યારે ઉધ્ધવે કહ્યું, “દ્રૌપદીને વાળ પકડીને દુશાશન દરબારમાં ખેંચી લાવ્યો. એને નિર્વસ્ત્ર કરવા એના ચીર ખેંચવાનું શરૂ કર્યું. પછી દ્રૌપદીની લાજ કે એનું માન બચ્યું ક્યાં હતું જે તમે બચાવ્યું? તમારે એને દાવ પર લાગતા પહેલા ઉગારવી જોઈતી હતી, શું તમે એનું અપમાન થવા દીધું ધર્મ છે? અને તમને કોઈ પૂકારે ત્યારે તમે એને મદદ કરશો? ભક્ત કે મિત્રને અન્યાય થતો હોય તો પણ જોયા કરશો?”

ત્યારે શ્રીકૃષ્ણે ખુલાશો કર્યો. “ઉધ્ધવ, કર્મનો સિધ્ધાન્ત છે. સૌ પોતાના કર્મ ભોગવે છે, મારો એમાં કોઈ હસ્તક્ષેપ નથી. હું માત્ર સાક્ષી ભાવે જોયા કરૂં છું. એના ઉપર મારૂં કોઈ નિયંત્રણ નથી. મારો ધર્મ છે.”

ઉધ્ધવે કહ્યું, “વાહ, તમે હાજર હો અને પાપ થતો જોયા કારો પણ કશું કરો નહીં? તો તો પાપીઓને ખુલ્લું મેદાન મળી જાય.”

કૃષ્ણે કહ્યું, “જો કોઈ સમજે કે હું પાસે ઊભો છું અને બધું જોઈ રહ્યો છું તો પાપ કરી કેવી રીતે શકે? સવાલ મારી હાજરીની નોંધ લેવાનો છે. યુધિષ્ઠીરે જો વિચાર્યું હોત કે હું બધું જોઈ રહ્યો છું, તો પરિણામ અલગ હોત.”

6 thoughts on “કર્મનો સિધ્ધાન્ત (પી. કે. દાવડા)

 1. “જો કોઈ સમજે કે હું પાસે જ ઊભો છું અને બધું જોઈ રહ્યો છું તો એ પાપ કરી જ કેવી રીતે શકે? worth remembering always

  Like

 2. વાહ….ખુબ જ સુંદર નિરૂપણ…..ઉત્તમ રજુઆત …….શ્રી કૃષ્ણની કોઈ પણ વાત હોય, અતિ સુંદર જ લાગવાની
  આભાર, દાવડા સાહૅબ

  Like

 3. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરમાં જીવતાં આપણે સૌ કઈ રીતે આપણો ધર્મ બજાવી શકીએ? પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપર આપણો ક્યાં કોઈ કાબૂ છે આ માયાવી દુનિયામાં જીવતાં તમે તમારી જાતનો હિસાબ લેજો. તમે તમારી ઈચ્છિત પ્રવૃત્તિ જ કરો છો? તમે ન ઈચ્છતાં હો એવી પ્રવૃત્તિથી બચી શકો છો? જો કે આ સત્ય આ યુગમા આચરવું દુષ્કર છે.વદુર્યોધન કહે છે કે,
  “જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ
  જાનામ્યધર્મમ્ ન ચ મે નિવૃત્તિ. આવી જ હાલત આપણાં સૌની હોય છે. માણસ એની સમજણ પ્રમાણે વર્તી શક્તો નથી. સમજણ કાંઈક હોય અને વર્તન જુદું જ હોય! સમજણ પ્રમાણે નહીં વર્તી શકવાના અનેક કારણો હોય છે. પોતાનાં ઉપરાંત બીજા અનેક પરિબળોનો એમાં ફાળો હોય છે. ત્યારે મા દાવડાજીએ કર્મના સિધ્ધાંતની સુંદર વાત કરી-‘કૃષ્ણે કહ્યું, “જો કોઈ સમજે કે હું પાસે જ ઊભો છું અને બધું જોઈ રહ્યો છું તો એ પાપ કરી જ કેવી રીતે શકે? સવાલ મારી હાજરીની નોંધ લેવાનો છે. યુધિષ્ઠીરે જો વિચાર્યું હોત કે હું બધું જોઈ રહ્યો છું, તો પરિણામ અલગ જ હોત.”’

  Like

 4. કૃષ્ણે કહ્યું, “જો કોઈ સમજે કે હું પાસે જ ઊભો છું અને બધું જોઈ રહ્યો છું તો એ પાપ કરી જ કેવી રીતે શકે? સવાલ મારી હાજરીની નોંધ લેવાનો છે……”
  એની હાજરીનો અનુભવ કરી શકીએ એવી સમજ ને શક્તિ એ જ આપે એ પ્રાર્થના, એને જ.

  Like

 5. કૃષ્ણે કહ્યું, “જો કોઈ સમજે કે હું પાસે જ ઊભો છું અને બધું જોઈ રહ્યો છું તો એ પાપ કરી જ કેવી રીતે શકે? સવાલ મારી હાજરીની નોંધ લેવાનો છે……”
  એની હાજરીનો અનુભવ કરી શકીએ એવી સમજ ને શક્તિ એ જ આપે એ પ્રાર્થના, એને જ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s