દ્રૌપદીનો પશ્ચાતાપ (પી. કે. દાવડા)

દ્રૌપદીનો પશ્ચાતાપ

મહાભારતના યુધ્ધ પછી દ્રૌપદી વિનાશ જોઈને હેબતાઈ ગઈ હતી. શારીરિક અને માનસિક રીતે ભાંગી ગઈ હતી. યુધ્ધની પહેલા જે વેરની અગ્નિ એના દિલોદિમાગમાં જલતો હતો, એની જગ્યા વિષાદે લઈ લીધી હતી. એની ચારે તરફ વિધવાઓના રૂદન અને બાપ વગરના સંતાનો નજરે પડતાં હતાં. હસ્તિનાપુરની મહારાણી બનેલી દ્રૌપદી આવી ગમગીન હાલતમાં મહેલમાં બેઠી હતી ત્યારે અચાનક શ્રીકૃષ્ણ ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા, “હસ્તિનીપુરકી મહરાની દ્રૌપદીની જય હો.” દ્રૌપદીને શબ્દો કાંટાની જેમ ખૂંચ્યા. દોડીને કૃષ્ણને ભેટી પડી. કૃષ્ણે એને ધીરેથી પલંગ ઉપર બેસાડી.

થોડીવાર રહીને દ્રૌપદીએ પુછ્યું, “ બધું કેવી રીતે થયું? આવી તો મને કલ્પના પણ હતી.”

કૃષ્ણે કહ્યું, “દ્રૌપદી, નિયતિ બહુજ ક્રૂર હોય છે. આપણા વિચારોને અનુસરતી નથી. આપણા કર્મોને પરિણામોમાં બદલી નાખે છે. તારે બદલો લેવો હતો, અને તેમાં તું સફળ થઈ. માત્ર દુર્યોધાન અને દુશાશન નહીં, બધા કૌરવો નાશ પામ્યા. તારે તું ખુશ થવું જોઈએ.”

દ્રૌપદીએ કહ્યું, “તમે મારા સખા થઈને પણ મારા જખમ ઉપર મીઠું છાંટો છો?”

કૃષ્ણે કહ્યું, “નહીં દ્રૌપદી, હું તને વાસ્તવિકતા સમજાવવા આવ્યો છું. આપણે આપણાં કર્મોના પરિણામ અંગે અગાઉથી વિચારતા નથી. જ્યારે આવે છે ત્યારે બદલવાનું આપણાં હાથમાં હોતું નથી.”

દ્રૌપદીએ પુછ્યું, “ તો શું વિનાશ માટે સંપૂર્ણપણે હું દોષી છું?”

કૃષ્ણે કહ્યું, “ના દ્રૌપદી તું તારી જાતને એટલું મહત્વ આપ. પણ તેં તારા કર્મોમાં થોડી દૂરંદેશી દાખવી હોત તો તું આજે આટલી દુખી હોત.”

દ્રૌપદી બોલી, “હું શું કરી શકત કૃષ્ણ?”

કૃષ્ણે કહ્યું, “જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તેં જો કર્ણને સારાથી પુત્ર કહીને અપમાનિત કર્યો હોત અને એને સ્પર્ધામાં ભાગ લેવા દેત તો પરિણામ જુદું આવી શકત. ત્યાર પછી જ્યારે કુંતીએ તને પાંચ પતિઓની પત્ની બનવાનું કહ્યું, ત્યારે તેં ના પાડી હોત તો પણ પરિણામ અલગ આવત. તારા મહેલમાં મહેમાન બનીને આવેલા દુર્યોધનનું તું અપમાન કરત તો પરિસ્થિતિ અલગ હોત. દ્રૌપદી, આપણા શબ્દો પણ આપણું કર્મ થઈ જાય છે. બોલતાં પહેલા પરિણામનો વિચાર કરવો જોઈએ, નહીં તો એનું પરિણામ આપણી સાથે સંકળાયલા લોકો સુધી અસર કરે છે. સંસારમાં માણસ એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતમાં નહીં, જીભમાં છે.”

(મહાભારતના વાંચનમાંથી સંકલન)

5 thoughts on “દ્રૌપદીનો પશ્ચાતાપ (પી. કે. દાવડા)

 1. આપની વાત સાચી હમણાં જ આપનો લેખ જોયો. યોગાનુયોગ આજે આપણે એક જ વાત રજૂ કરી છે. જો કે શ્રી કૃષ્ણાષ્ટમીએ એમની કોઈપણ વાત કોઈપણ સ્વરૂપે યાદ આવ્યા વગર રહે ?
  આજે આટલા હજારો વર્ષો પછી પણ શ્રી કૃષ્ણની વાતોમાં એટલી તાજગી છે જ.

  Liked by 1 person

 2. શરીરના અંગોમાં સૌથી વધુમાં વધું પાવરફુલ અંગ, જીભનો ક્યારે અને કેવો ઉપયોગ કરવો-ન કરવો તે માટેનો શ્રી કૃષ્ણે બહુ સુંદર બોધપાઠ આપ્યો છે. આજે આટલા હજારો વર્ષો પછી પણ શ્રી કૃષ્ણની વાતોમાં એટલી તાજગી છે જ.

  Liked by 1 person

 3. “સંસારમાં માણસ જ એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતમાં નહીં, જીભમાં છે. ”
  મા દાવડાજીનું સ રસ તારણ
  શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,
  એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ
  એક શબ્દ સુખરાસ હય, એક શબ્દ દુઃખરાસ,
  એક શબ્દ બંધન કટે, એક શબ્દ પરે ફાંસ.
  એક શબ્દ સુપ્યાર હય, એક શબ્દ કુપ્યાર,
  એક શબ્દે સબ દુશ્મન, એક શબ્દે સબ યાર.
  શબ્દ ઐસા બોલીયે, તનકા આપા ખોય,
  ઔરનકો શિતલ કરે, આપનકો સુખ હોય

  Liked by 3 people

 4. very nice teaching..and like “દ્રૌપદી, આપણા શબ્દો પણ આપણું કર્મ થઈ જાય છે. બોલતાં પહેલા પરિણામનો વિચાર કરવો જોઈએ, નહીં તો એનું પરિણામ આપણી સાથે સંકળાયલા લોકો સુધી અસર કરે છે. સંસારમાં માણસ જ એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતમાં નહીં, જીભમાં છે.”

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s