મુંબઈના વિકાસના બોલતા આંકડા (સંકલન-પી. કે. દાવડા)


મુંબઈના વિકાસના બોલતા આંકડા

ઈ. સ. ૧૮૮૧-૮૨માં મુંબઈમાં કુલ મળીને ૯૦ ટેલિફોન ધારકો હતા. ૧૯૫૧માં ૨૯,૩૦૦ મુંબઈગરાઓ પાસે ફોન હતા. આજે તો આંકડો માંડવો મુશ્કેલ છે.

મુંબઈમાં ૧૮૭૩ પહેલાં વાહન તરીકે પાલખી અને બળદ ગાડીનો ઉપયોગ થતો. પારસીઓ પાલખી બનાવવામાં એક્સપર્ટ હતા. પાલખીવાળા અટક આ વ્યવસાયે જ અપાવી. ૧૮૭૩માં ઘોડાગાડી આવી. વીસમી સદીમાં મોટરગાડીઓ આવી. ૧૯૦૧માં જમશેદજી તાતા મુંબઈના જ નહીં, ભારતના સૌપ્રથમ કારમાલિક બન્યા.

૧૭૮૭માં મુંબઈમાં પહેલી પોસ્ટ ઑફિસ શરૂ થઈ. પોસ્ટ માસ્ટરને પગાર નહોતો મળતો. પત્ર મોકલવા માટે જે ફી આવતી તેના ઉપર જ આધાર રાખવો પડતો.

ઓગણીસમી સદીમાં મુંબઈમાં નાના નાના પ્લોટ નહોતા ખરીદાતા, આખાં ને આખાં ગામ ખરીદાતાં હતાં. ફરામજી કાવસજી બનાજીએ ૧૮૨૯માં પવઈ ગામ ખરીદયું, ૧૮૧૭માં કાવસજી માણેકજી એશબર્નરે ભાંડુપ ખરીદયું, ૧૮૦૮માં હોરમસજી બમનજી વાડિયાએ કુર્લા વેચાતું લીધું, ૧૮૬૯માં બેરામજી જીજીભાઈએ આખું ગોરેગામ ખરીદી લીધું અને ૧૮૦૬માં અરદેશર દાદી શેઠ મલાડના માલિક બન્યા.

જમશેદજી તાતાએ ૧૯૦૪માં પાંચ લાખ પાઉન્ડના ખર્ચે તાજમહાલ હોટેલ બંધાવી તે વખતે તાજના પંખા વિનાના ડબલ રૂમનું ભાડું રોજના ૧૨થી ૧૮ રૂપિયા હતું. મહિનાનું ભાડું રૂા. ૩૦૦ થી ૪૫૦. એમાં રોજના ત્રણ વખતના ભોજનનો ખર્ચ પણ આવી જતો. પંખાવાળી રૂમનો ચાર્જ રોજના રૂા. ૨૮ અને મહિને રૂ. ૫૫૦ થી રૂ. ૭૬૦ હતો. આ રૂમમાં બે જણ રહી શકતા.

મુંબઈમાં અમીચંદ ગોવિંદજીએ ૧૭૮૦માં મીઠાઈની પહેલવહેલી દુકાન શરૂ કરી. એ દુકાનનો હલવો ‘મુંબઈના હલવા’ તરીકે દેશવિદેશમાં વખણાયો.

મલબાર હિલની ટેકરી પર ગોવાળો ઢોર ચરાવવા જતા. નીચે ઊતરીને એક તળાવ પર ઢોરો પાણી પીતાં. એ તળાવ ગોવાલિયા ટૅન્ક નામે ઓળખાયું અને વીસમી સદીમાં તળાવ પૂરીને એના પર બગીચા બન્યા જેને પાછળથી નામ અપાયું ઑગસ્ટ ક્રાન્તિ મેદાન જ્યાંથી ગાંધીજીએ Quit India હાકલ કરેલી.

(સંકલન-પી. કે. દાવડા)

7 thoughts on “મુંબઈના વિકાસના બોલતા આંકડા (સંકલન-પી. કે. દાવડા)

 1. મુંબઇની વિકાસયાત્રા માણી-થોડો ઉમેરો
  ઉત્તર મુંબઈમાં આવેલા કાંદિવાલી પાસે મળેલા પ્રાચીન અવશેષો મુજબ આ ટાપુ પાષાણયુગ થી વસવાટ ધરાવતો હતો. અહીં માનવીય વસવાટના દસ્તાવેજી પુરાવાઓ ઈસવીસન પુર્વે ૨૫૦ની સાલમાં લઈ જાય છે. ત્યારે આ પ્રદેશને હેપ્ટાનેશિયા(પ્ટોલેમી – પ્રાચીન ગ્રીક ): સાત ટાપુઓનું ઝુમખું તરીકે ઓળખવામાં આવતો હતો. ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીમાં બુદ્ધ ધર્મ પાળનાર સમ્રાટ અશોક ના મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતું. પહેલાની થોડી સદી દરમિયાન ભારતીય-શકો, પશ્ચિમી સતરાપ્શ અને સતવાહન વચ્ચે મુંબઈ પર અંકુશને લઈને વિવાદ થયો. સિલહારા વંશ ના હિન્દુ શાસકો૧૩૪૩ સુધી, એટલે કે જ્યાં સુધી આ ટાપુઓને ગુજરાત સાથે જોડવામાં ન આવ્યા ત્યાં સુધી તેમણે અહીં રાજ કર્યું. દ્વીપસમૂહના જુના બાંધકામની વાત કરીએ તો એલિફન્ટાની ગુફાઓ અને બાણગંગા કુંડ કેવાલકેશ્વર મંદિર આ યુગ દરમિયાન બંધાયા હતા.

  Liked by 1 person

 2. Liked the informations. Liked, specifically the info of buying the villages. And most important is that all the villages those were bought were by PARSI. The first owner of the car was also a Parsi in India. PARSI community was the leader community in the development of BOMBAY…Mumbai. Please read the autobiography of Gandhiji, you will find a Parsi in each of the chapter….contributing to the develop Gandhiji’s life and also towards the fight for India’s independence. I have done some study on ” The role of Parsi community in the fight for India’s independence.” This is a good subject to study for a Ph.D degree.
  Thanks.
  Amrut Hazari.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s