જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૨-છબિકાર જ્યોતિભાઈ-૨ (શ્રી બાબુ સુથાર)

મૂળે રાજસ્થાનના કોઈક ગ્રામિણ વિસ્તારમાં લેવાયેલી આ છબિને આપણે background અને foregroundમાં વહેંચી શકીએ. Backgroundમાં ભીંત અને ભીંત પરનું ચિત્ર અને foregroundમાં એક ગ્રામિણ યુવતિ. ચિત્રમાં બે મોર અને મોરની વચ્ચે ફૂલનો છોડ. લોકકળાની શૈલિ. બેઉ મોર વચ્ચેની symmetry તરત જ આપણી નજરે ચડશે. છબિકારે આ છબિ લેતી વખતે એ symmetry નંદવાય નહીં એની પૂરેપૂરી કાળજી રાખી છે. ભીંત પરના ચિત્રમાં બીજા પણ મોર છે. છબિના foregroundમાં યુવતિ. થાંભલો ઝાલીને ઊભેલી છે. લહેરવેશમાં લાલ કબજો ને વાદળી ઓઢણી. બંગડીઓ પણ લાલ અને વાદળી. બન્ને મૂળ રંગ. કદાચ કોઈક આ યુવતિના હાથ પરનું છૂંદણું, એની નાભિ અને એના કપાળ પરના ચાંલ્લાની વચ્ચે પણ કશોક સંબંધ જુએ. યુવતિની નજર આપણી સામે. આપણને લાગે કે હમણાં જ કંઈક કહેશે.

આ છબિમાં background અને foreground imagesની વચ્ચે વિરોધનો ભાવ નથી. બન્ને એકબીજાને પૂરક. છબિ થાંભલાને કારણે બે ઊભા ભાગમાં અને દિવાલને કારણે બે આડા ભાગમાં વહેંચાઈ જાય છે. એમની વચ્ચેનું balance બિલકુલ સમતોલ. ભીંતની ઉપર, ભીંતની પેલે પાર દેખાતા આકાશ અને ભીંત વચ્ચે પણ વિરોધનો કોઈ ભાવ નથી. અંદર/બહારનો ભાવ પણ અહીં પરસ્પર પૂરક લાગે. ભીંત પરના ચિત્રનો સફેદ રંગ અને યુવતિનાં વસ્ત્રોનો રંગ વચ્ચે થોડોક વિરોધ ખરો. પણ એય પૂરક. આ બધા વિરોધોની વચ્ચે કોઈ તાણ નથી અનુભવાતી. એને બદલે એક પ્રકારનો લય અનુભવાય છે. યુવતિના કબજાની સફેદ પટ્ટીઓ અને ભીંત પરની મોરની imagesનો રંગ આપણી નજરમાંથી છટકી શકે એમ નથી. એના કારણે જ કદાચ background અને foreground વચ્ચેનો organic સંબંધ આપણને વધારે ગાઢ બની જતો લાગતો હશે. અને હા, થાંભલા પરની ઘાસતેલની શીશી પણ ઘણું બધું કહી જાય છે.

એક ક્ષણમાં આટલું બધું પકડવાનું કામ સાચે જ અઘરું છે.

શ્યામશ્વેત આ છબિ કચ્છ, ગુજરાતના એક ચમાર સમૂદાયનીછે. આ છબિને સરળતાથી કેટલાંક પરસ્પર વિરોધી પાસામાં વહેંચી શકાય. એક બાજુ છોકરો અને બીજી બાજુ છોકરીઓ, એક બાજુ એક અને બીજી બાજુ ત્રણ, એક બાજુ બારણું બીજી બાજુ ભીંત. છોકરો બારણામાં, છોકરીઓ ભીંતને અઢેલીને ઊભેલી. એક બાજુ male બીજી બાજુ female. છોકરાની અદા પુખ્ત માણસ જેવી. આખું બારણું રોકીને ઊભો છે. કેડે હાથ, એક પગ આખેઆખો ધરતી પર, બીજો સહેજ જ. મફલર. નજર બીજે ક્યાંક. જાણે કે આપણને કહેતો ન હોય કે મને તમારી કંઈ પડી નથી. છોકરીઓનો પહેરવેશ, એમનાં ઘરેણાં. એમના હાવભાવ. આમ જુદા પણ બધામાં કશુંક સામ્ય. અદ્‌ભૂત symmetry. ચારેયના ખુલ્લા ચરણ તરત જ આપણી નજરે ચડે. તદ્દન વાસ્તવવાદી છબિ. પણ નરી કાવ્યાત્મક.

શાન્તિનિકેતનની આ છબિમાં પણ backgroundમાં ભીંત, ભીંત પર લોકકળાનાં ચિત્રો અને foregroundમાં એક બાળક. અહીં પણ background અને foreground imagesની વચ્ચે આમ જુઓ તો વિરોધાભાસ દેખાય છે. પણ એ વિરોધાભાસમાં સંવાદિતા વધારે દેખાય. Background imagesમાં હાથીઓ, ઘરો, વૃક્ષો. હાથીઓ ડાબેથી જમણે, પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહ્યા છે. આ બધ્ધી images જાણે કે બાળકે બનાવી હોય એવી. બાળકનું શૈશવ અને એ imagesમાં રહેલું શૈશવ આપણે તરતજ ઓળખી શકીએ. બાળકની નજર છબિની ફ્રેમની બહાર. એના ચહેરાનો ભાવ ઉદ્વેગપ્રધાન. ગળામાંનું માદળિયું, ઉઘાડા પગ, અસ્તવ્તસ્ત વાળ એ ઉદ્વેગને વધારે ઘૂંટે છે. બાળકની પાસે, ઓટલી પર પડેલું કોદાળી કે પાવડી જેવું સાધન. બારીમાંનો વાડકો. બારીમાંથી દેખાથી કશાકની image – આ બધી વિગતો બાળકના ચહેરા પરની ઉદ્વેગને વધારે ગાઢ બનાવે છે.

૧૯૮૦માં રાજસ્થાનમાં લેવાયેલી રંગોળીની રક્ષા કરતી એક વૃદ્ધાની આ છબિમાં એક બાજુ રંગોળી છે તો બીજી બાજુ ભાંગ્યાતૂટ્યા ખાટલામાં સૂતાં સૂતાં એ રંગોળીની રક્ષા કરતી એક વૃદ્ધા છે. એ બન્નેને પેલી લાકડી જોડે છે. એનો એક છેડો ખાટલા પર તો બીજો છેડો રંગોળીમાં છે. રંગોળીની image તાજગી ભરેલી. એની સામે વૃદ્ધાને મૂકતાં તરજ આપણને સમયના વિરોધાભાવનો અનુભવ થશે. એક બાજુ રંગોળીની રેખાઓ અને એમની વચ્ચેની સંવાદિતા તો બીજી બાજુ ખાટલો, ખાટલાની તૂટેલી દોરીઓ અને વૃદ્ધા. સમયનાં બે પાસાં સમયની એક જ ક્ષણમાં હાજર. એ છે આ છબિની મજા. વૃદ્ધાના દેહ પર નિરાંતે પડી રહેલો વીંઝણો પણ આપણે એક બાજુ વૃદ્ધા સાથે તો બીજી બાજુ રંગોળી સાથે જોડવો પડે. જ્યોતિભાઈ અહીં રંગોલીનો કે વૃદ્ધાનો કોઈ visual દસ્તાવેજ રજુ કરવા નથી માગતા. વૃદ્ધા નિરાંતે ઊંઘી રહ્યાં છે તો ય રંગોળીનું રક્ષણ થઈ રહ્યું છે!

Advertisements

1 thought on “જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૨-છબિકાર જ્યોતિભાઈ-૨ (શ્રી બાબુ સુથાર)

 1. મા બાબુભાઇના દર્શનમા -‘યુવતિના હાથ પરનું છૂંદણું, એની નાભિ અને એના કપાળ પરના ચાંલ્લાની વચ્ચે પણ કશોક સંબંધ જુએ’.. છૂંદણું અને ચાંલ્લાની વચ્ચે નાભિ ! નાભિ આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે, તેને સમગ્ર શરીરનું કેન્દ્ર માનવામાં આવે છે. પેટની વચ્ચોવચમાં સ્થિત આપણી નાભિનો સંબંધ સમગ્ર શરીર સાથે હોય છે અને તે શરીર સાથે સંતુલન બનાવી રાખે છે…અમારા વૈદકાકા જ્ઞાનતંતુની વ્યાધિમા નાભિમા ગાયનું ઘી પચાવવાનું કહેતા અને દર્દીઓને રાહત થતી.નાભિ શરીરનું સૌથી પવિત્ર અંગ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાન વિષ્ણુનો જન્મ નાભિમાંથી થયો હતો. તેથી તે બહુ જ પવિત્ર છે.નાભિમાં હજારો પ્રકારના બેક્ટેરીયા પણ જોવા મળે છે, પંરતુ તે આપણા શરીરને નુકશાન નથી પહોંચાડતા, પરંતુ બહારના બેક્ટેરીયાથી આપણા શરીરની રક્ષા કરે છે.Karolina Kurkovaને દુનિયાની સૌથી સેક્સી મહિલા જાહેર કરાઈ છે. તેની કોઈ નાભિ ન હતી તેને નાભિની સારણગાંઠ હતી !

  ‘થાંભલા પરની ઘાસતેલની શીશી પણ ઘણું બધું કહી જાય છે.’ – તે કંટ્રોલના વખતમાં લોકોને શીશીમા ઘાસતેલ મળે એની બહુ મજા ! કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું કોઈપણ જીવજંતુના ડંખ ઉપર. આ મિશ્રણ લગાવવાથી રાહત,દીવો કરવા ઘાસતેલની શીશીમા પાણી ભરે ! ઘાસતેલ વજનમા હલકું હોય વાટ પર ઉપર ચઢે અને દીવો પ્રગટે , થોડું ઘાસલેટ નાંખો તો ચુલો જલ્દી પેટાવાય ! લાજ લેવાનો પ્રયત્ન કર્યો તો ભડથુ

  ૨ ‘ખુલ્લા ચરણ તરત જ આપણી નજરે ચડે’ વિચાર આવે
  તારા ઉઘાડા પગ જ્યાં ચાલે છે
  ત્યાં મારે પહોંચવું છે,
  કારણ એવું પણ બને
  કે તું પગ મૂકે એ પહેલાં
  જમીનને જુએ પણ ખરો.
  મને જોઈએ છે એ આશીર્વાદ.
  – મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી

  ૩ આંતરમનનો ઉદ્વેગ ખંખેરી નાખ. તે બાળકની જેમ મુક્ત રીતે ખળખળ વહેતા પાણીની ધારમાં

  .૪.. ‘વૃદ્ધા નિરાંતે ઊંઘી રહ્યાં છે..’ એની અદેખાઈ આવે ! એ વૃદ્ધાના મનમાં હાલ કોઈ ચિંતા નહોતી એટલે એ નિરાંતે ઊંઘી . એની પાસે કોઈ કીમતી વસ્તુ નહોતી કે ચોરીની બીક લાગે, એટલે ચિંતા નથી, કોઈ ઘેનની ગોળીઓ લેવાની જરૂર નથી. કોઈ ખાસ તૈયારી કરવાની જરૂર નથી. જ્યાં છે ત્યાં સૂઈ જાય અને ઊંઘ આવે. એટલે મારા કરતાં એ વધારે સ્વતંત્ર છે, કારણ કે એને ઓછી વસ્તુઓની જરૂર છે. ઊંઘ તો કુદરતનું વરદાન છે, માટે એના ઉપર કુદરતની વિશેષ કૃપા છે એ ફલિત થયું. એટલે એ રીતે થોડી અદેખાઈ તો આવી. સાદાઈનો આશીર્વાદ હતો. ગરીબાઈની મુક્તિ હતી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s